પાણી જેવી ભયંકર શરદી મટાડવા માટે નાગજીભાઈ નો આ ઘરેલુ ઉપચાર અપનાવો

0
2451

શરદી થાય એટલે વ્યક્તિ સાન-ભાન બધું જ ભૂલી જતો હોય છે. સામાન્ય રીતે ઋતુ બદલવાથી અથવા હલકા ફુલકા ઇન્ફેક્શનના કારણે શરદી થતી હોય છે. શરદી ના કારણે રોજીંદા કામો કરવામાં પણ તકલીફ પડતી હોય છે.શરદી થઇ હોય તે દરમિયાન કેટલાય લોકોને નાકમાંથી સતત પાણી ટપકતું રહેતું હોય છે.

આ સાથે માથાનો દુખાવો ઉપરાંત ગળાની તકલીફ પણ રહેતી હોય છે.2 વર્ષ પહેલાં જ્યારે કોરોના આવ્યો ત્યારે શરદી થવી એ જ ચિંતાજનક વિષય બની જતો હતો. પરંતુ હાલ આ ખૂબ જ સામાન્ય બાબત છે. જેના તકસીર ઈલાજ વિશે આજે અમે તમને જણાવીશું…

આ શરદી થી કાયમી રાહત મેળવવા માટે ચીની કબાબ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. જી હા, ચીની કબાબ નું સેવન કરવાથી શરદી માંથી કાયમી ધોરણે રાહત મેળવી શકાય છે. દેખાવમાં તે તીખા જેવા લાગે છે પરંતુ તે એક પ્રકારની ઔષધિ છે.રાત્રે સૂતી આ વખતે ચીની કબાબ ના

15 દાણા પાણીમાં પલાળી દેવા અને ત્યારબાદ સવારે તેને બરાબર મસળી તે પાણી ગાળી લેવું. ત્યારબાદ આ પાણીનું સેવન કરવાથી તમારી શરદી ઝડપથી ગાયબ થઈ જશે. આ પ્રયોગ 15 દિવસ સુધી કરવાનો રહેશે જેથી તમારી શરદી જડમૂળથી ગાયબ થઈ જશે.

આ ઉપરાંત આ નુસખાથી પથરીના દર્દીઓને પણ લાભ થાય છે અને આ ઔષધી હૃદય સંબંધી રોગો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે 2000 પ્રતિ કિલોના ભાવે મળે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખુબજ લાભદાયક નીવડે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.