તોફાન મચાવવા હવે આવી રહ્યુ છે ચક્રવાતી વાવાઝોડું,માછીમારોને દરિયાકાંઠેથી દૂર રહેવાની આપી સલાહ,આ વિસ્તારો પર થશે અસર

0
116

આવતા અઠવાડિયામાં બંગાળની ખાડીમાંથી અસની નામ નું તોફાન આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ-પશ્ચિમી મહાસાગરની ઉપર બનેલા એક નીચા દબાણ નો વિસ્તાર આવતા અઠવાડિયાની શરૂઆતમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડા માં પરિણમી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ તોફાન બાદમાં બાંગ્લાદેશ અને તેની નજીકના ઉત્તર મ્યાનમાર તરફ આગળ વધશે.

IMD અનુસાર વર્તમાન લો પ્રેશર એરિયા મંગળવારે રચાયું હતું અને તે શનિવાર સુધી પૂર્વ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે ત્યારબાદ તે અંદમાન નિકોબાર દ્વીપ તરફ આગળ વધશે.હવામાન વિભાગે જણાવ્યું કે જે નીચા દબાણ શેત્ર બન્યું છે તે 21 માર્ચના રોજ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે જે 22 માર્ચે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે.

જો આ ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે તો તેનું નામ અસની રહેશે. નિયમો અનુસાર આ ચક્રવાતી તોફાનને શ્રીલંકાએ નામ આપ્યું છે.હવામાન વિભાગે શનિવાર અને મંગળવાર ની વચ્ચે અંદમાન અને નિકોબાર ટાપુઓ સુધી ન જવાની સલાહ આપી છે. રવિવારે અંદમાન નિકોબાર ટાપુઓ માં જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસે પવનની ઝડપ 70 થી 80 કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે કે જે બીજા દિવસે 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જો કે હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતની સ્થિતિ વાવાઝોડામાં ફેરવાય તો તે જોખમી બની શકે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર અને શુક્રવારે દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી અને તેની નજીકના

દક્ષિણ અંદમાન સમુદ્રમાં દરિયાઈ ગતિવિધિ વધુ તીવ્ર થવાની સંભાવના છે. આથી ચેતવણી જારી કરતી વખતે હવામાન વિભાગે માછીમારોને આગામી બુધવારે બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ આગામી ગુરુવાર અને શુક્રવારે દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી અને અંદમાન સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.