કેરી ના રસિયાઓ માટે મોટા રાહત ના સમાચાર,ઘણા સમય બાદ કેરી ના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો કેરીનો નવો ભાવ

0
4725

કેરીના રસિયાઓ ને રાહત હવે સિઝનમાં 15 જ દિવસ બાકી એપીએમસીમાં કેરીની ખરીદી માટે ગ્રાહકોની ભીડ.
અત્યાર સુધી શહેરમાં કેરીની આવક ઓછી હોવાથી તેના ભાવ આસમાને પહોંચ્યા હતા, જે હવે આવક વધતા ફરી નીચે ઉતર્યા છે. એપીએમસી દૈનિક લગભગ 90 હજાર પેટીની આવક થવા માંડી છે.

જેથી હજાર રૂપિયા ઝરમરતી કેરી ની કિંમત ઘટીને 200થી 500રૂપિયા જેટલી બોલાઇ રહી છે. આથી હવે સામાન્ય જનો તેમજ કેરીના રસિયાઓ ને મન ભરી ને કેરી નો આનંદ માણવા મળશે.કોરોનાના સંકટને કારણે ગત બે વર્ષથી કેરીના ઉત્પાદકો અને વેપારીઓ અને મંદીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે કોરોના નું જોખમ ટળતા પરિસ્થિતિ થાળે પડી રહી છે.

ત્યારે બજારમાં કેરીની માંગ પણ વધી રહી છે.નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં એક અઠવાડિયાથી કેરીની મબલખ આવક થઈ રહી છે. દિવસે આશરે 90 હજાર પેઢીની આવક થવા માંડી છે. આથી કેરીના ભાવ ઘટાડવા માંડ્યા છે.કોંકણના રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગ જિલ્લામાંથી કરીને આવક વધી રહી છે.

કમોસમી વરસાદને પગલે એપ્રિલ મહિને કેરી ની આવક ઘટતા ભાવ ઊંચકાયા હતા.પરંતુ હવે ભાવ ઓછા થતા ગ્રાહકોને રાહત થઇ છે. આફૂસ સાથે પાયરી,કેસર,બદામ,લાલબાગ,મલિકા કેરીની કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાંથી આવક વધી છે.

આફૂસ નાદર સસ્તા થયા છે, આવક વધી છે અને ચોમાસું નજીક આવી રહ્યો હોવાથી આંધ્ર બેસે તે પહેલાં જૈનો પણ કેરીનો સ્વાદ માણી લેવા માંગે છે. તેમજ હવે આફૂસ ની સિઝન આગામી 15 દિવસ જેટલી જ હોવાથી કેરી ના સ્વાદ ને મન ભરી ને માણી લેવા માંગતા સ્વાદ રસિયાઓની એપીએમસીમાં દરરોજ કેરી ખરીદવા માટેની ભીડ વધતી જોવા મળી રહી છે.હાફુસ 200 થી 5૦૦ રૂપિયા ડઝન, તોતાપુરી 40 થી 50રૂપિયા કિલો, લાલબાગ 60 રૂપિયા કિલો, બદામી 70 રૂપિયા કિલો, કેસર 150 રૂપિયા કિલો, પાયરી 150 થી 450 રૂપિયા ડઝન.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.