ઘઉં ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,ઘણા વર્ષો બાદ ઘઉં ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ,જાણો ઘઉંના ભાવ

0
719

આપણને બધા ને લગભગ ખ્યાલ જ હશે કે આ વર્ષે વાતાવરણમાં થતા અવનવા ફેરફારના કારણે આ વર્ષે ઘઉંના પાકમાં પ્રમાણસર ઉત્પાદન જોવા મળ્યું ન હતું તેના કારણે પાક ની માંગ વધતા આ વર્ષે ઘઉંના ભાવ સારા એવા નોંધાયા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.રાજ્યના અલગ અલગ માર્કેટ યાર્ડમાં સારા ભાવે ઘઉં વેચાય રહ્યા છે.

લગભગ આપણે બધા જાણતા જ હશુ કે આપણા ભારતમાં ઘઉંનું સારું એવું ઉત્પાદન થઇ રહું છે અને માંગ વધતા ઘઉં ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. વિશ્વમાં માત્ર બે થી ત્રણ દેશ જ એવા છે કે જે જ્યાં ઘઉંનું ઉત્પાદન થાય છે.રશિયા અને યુક્રેન માં ચાલતાં યુદ્ધના કારણે ઘઉંના ભાવમાં ઘણી મોટી અસર પહોંચી છે. આ વર્ષે ભારતમાં ઘઉં નું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે.

અમારી પાસે મળતી માહિતી અનુસાર ઘઉંના સરેરાશ ભાવ 1650 રૂપિયાથી લઈને 3555 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયા છે અને ભાવનગર માર્કેટ યાર્ડ માં તેનો સરેરાશ ભાવ 2750 રૂપિયાથી 3000 રૂપિયા સુધી બોલાઇ રહ્યો છે. કલોલ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2300 થી 2555 રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2657 થી 3140 રૂપિયા સુધી બોલાયો છે.

રાજ્યની મહેસાણા માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2575 થી લઈને 3000 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે અમરેલીની બગસરા માર્કેટયાર્ડમાં ઘઉંના 2102 થી 2330 ભાવ જોવા મળ્યા હતા. ચોંટીલા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2350 થી 2700 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.

રાજ્યની બનાસકાંઠા માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2725 થી લઈને 3275 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે અમરેલીની સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ઘઉંના 2540 થી 3125 ભાવ જોવા મળ્યા હતા. દહેગામ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2442 થી 2655 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.