દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય, દીકરીનો જન્મ થતા આ પરિવારે આખા ગામમાં ડીજે સાથે કાઢી યાત્રા, સલામ છે આવા પરિવાર ને

0
195

મધ્યપ્રદેશના ધારણા ગામમા બે જોડિયા દિકરીઓના જન્મ થતાં તેનો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો અને બંને દીકરીઓ અને તેની માતાને શણગારેલા રથમાં બેસાડીને ઘરે ડીજે સાથે લાવવામાં આવ્યા હતા. આ બંને દીકરીઓને માતાને રથને ધવલ અને નગારા ની સાથે બે કલાક સુધી સમગ્ર નગરમાં ફેરવવામાં આવ્યા હતા

અને દીકરીના દાદા અને તેના પિતા અને પરિવારના અન્ય લોકોએ રથ ની સામે ડાન્સ કર્યો હતો.કોણદા માં રહેનારી મયુર ભાયલની પત્ની તેના પિતાના ઘરે દોંગાવ ગામમા ગઈ હતી.તેને અહી 21 સપ્ટેમ્બર 2021 ના રોજ એટલેકે ગણેશ ચતુર્થી ના દિવસે જ બે જોડિયા દીકરીઓને જન્મ આપ્યો હતો.

પરિવારની સંમતિથી બંને દીકરીઓ નું નામ રિદ્ધિ અને સિદ્ધિ રાખવામાં આવ્યું છે. ચાર મહિના પછી દીકરીઓ સાથે પુત્રવધૂ પોતાના સાસરે આવી હતી.સાસરિયાએ દીકરીઓને તેના નાનાના ઘરેથી દાદાના ઘરે લાવવા માટે ખૂબ ધામધૂમથી તૈયારી કરી હતી.

ગામમાં માતાજીના મંદિરેથી ડીજે ઢોલ ની સાથે લોકોએ રિદ્ધિ અને સિદ્ધિ નું સ્વાગત કર્યું હતું. શનિવારે સવારે અગિયાર વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી દીકરી નું સ્વાગત કરવામાં આવ્યો હતો. પુત્રીઓના દાદા જગદીશ ભાયલના વિચારની ગામમાં લોકો પ્રશંસા કરી રહ્યા હતા.

દોઢ વર્ષ પહેલા જગદીશ તેના પોતાના દીકરાના લગ્ન ધામધૂમથી કર્યા હતા. ગણેશ ચતુર્થીના દિવસે વહુ એ બે દીકરીઓનો જન્મ આપ્યો હતો. દીકરીના પિતા મયુર ભાયલ ની કુક્ષીમાં કપડાની દુકાન છે ને દાદા જગદીશ ભાયલ ની 6 વીઘા ખેતી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.