સોનું ખરીદવાની સારામાં સારી તક,છેલ્લા ચાર દિવસના ઘટાડા બાદ આજે પણ સોનાના ભાવમાં…જાણો 10 ગ્રામ સોનાની કિંમત

0
750

આપણે જણાવી દઈએ કે વૈશ્વિક બજારમાં આવેલા ફેરફાર બાદ આજરોજ શનિવારે સવારે સોનાના ભાવ સ્થિર જોવા મળ્યો હતો . ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને ફરીથી ચાંદી 68 હજાર રૂપિયાને પાર પહોંચી ગયું છે એટલે કે ચાંદી ના ભાવમાં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજરોજ સવારે 24 કેરેટ સોના નો વાયદો રૂપિયા 51770 પ્રતિ 10 ગ્રામ થયો હતો.

આ સમયે ચાંદીના વાયદાના ભાવમાં એક રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો નથી અને ઘટાડો પણ થયો નથી અને ચાંદી એક દિવસ પહેલા એટલે કે લગભગ એક મહિના પછી 68000 રૂપિયાને નીચે પહોંચી ગઈ હતી. આજે ફરી આ સ્તર ને વટાવીને 69000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે.

ગુજરાતમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 47520 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 51830 પ્રતિ 10 ગ્રામ છે. સુરત શહેરમાં સોના ની વાત કરવામાં આવે તો 22 કેરેટ સોનાનો ભાવ 47350 પ્રતી 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોના નો ભાવ 51650 પ્રતી 10 ગ્રામ છે. વડોદરા શહેરમાં સોના ની વાત કરવામાં આવે તો 22 કેરેટ સોનાનો ભાવ 47380 પ્રતી 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 51680 રૂપિયા છે

હવે તમે તમારા ઘરે બેઠા બેઠા આરામથી સોનાની કિંમત ચકાસી શકો છો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર તમે માત્ર 8955664433 નંબર પર મિસ કોલ આપી ને તમે કિંમત જાણી શકો છો.તમને મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પણ તમે મેસેજ કરશો.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.