મુર્ત્યું પછી જીવિત નીકળ્યો આ વ્યકિત!અંતિમસંસ્કાર કર્યા પછી મુર્ત્યું પામેલ વ્યકિત પહોંચ્યો ઘરે,જાણો શું છે આ સમગ્ર ઘટના?

0
27

ગુજરાત ના જામનગર માં થોડાક સમય પહેલા એક અલગ પ્રકારનો એટલે કે વિચિત્ર કેસ સામે આવ્યો હતો.જેમાં ઘરના વડીલ વૃદ્ધ પિતા જીવતા હોવા છતાં પરિવારજનોએ તેમના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં અને પછી પરિવાર જયારે ઘરે પહોંચ્યો

અને થોડાક કલાકો પછી આ વ્યકિત ઘરે આવતા પરિવાર ના લોકો સ્તબધ થઈ ગયા હતા અને આ બનાવને લઈને સમગ્ર ગુજરાતભરમાં ભારે ચકચાર જવા પામી હતી.ઘટના જાણે એમ હતી કે બે દિવસ પહેલા ઘરના વૃદ્ધ વડીલ ગાયબ થઈ ગયા હતા

જેથી પરિવાર પોતાની બનતી કોશિશ ગોતવામાં કરી છતાં ન મળતા તેને પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ પણ આ વડીલ ને ગોતી રહી હતી ત્યારે પોલીસ ને કોઈ બોડી મળતા પોલીસે તેમના પરિવાર ને સોંપી દીધી.

પરિવારે પોતાના વડીલ સમજીને આ બોડી ના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યાં હતાં પણ ખરેખર તેમના પરિવાર ના સભ્ય જ ન હતા.જ્યારે પરિવાર ના આ સભ્ય ઘરે પરત ફરતા પરિવારજનો ચોંકી ગયા હતા અને ત્યારબાદ તેઓએ પોલીસ ને આ મુર્દે જાણ કરી હતી.

પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે જે બોડી મળી હતી તે અલગ વ્યકિત ની હતી.પરિવારે પણ આ બોડી ની ખરાઈ કર્યા વગર તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા પરંતુ જયારે તેઓ પરત ઘરે ફર્યા ત્યારે આ મામલે બધા જ લોકો સ્તબ્ધ રહી ગયા હતા અને સાથે જ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને તરત જ તેને કાર્યવાહી હાથ ધરી છે.