લગ્ન બાદ અલ્પા પટેલ પોતાના પતિ સાથે પહોંચ્યા માતાજી ખોડીયારના દર્શને,સોશિયલ મીડિયા પર ફોટો થયા વાયરલ

0
56

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા અલ્પાબેન પટેલ ગુરુવાર ના રોજ લગ્ન સંબંધમાં બંધાયા હતા. અલ્પાબેન પટેલે ઉદય ગજેરા સાથે લગ્ન કર્યા છે. ઉદય ગજેરા અને અલ્પાબેન પટેલે ગયા વર્ષે સગાઈ કરી હતી.

લોક ગાયિકા અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરા ના લગ્નમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ સંગીતની દુનિયા સાથે જોડાયેલા ગુજરાતના જાણીતા ગાયક કલાકારો પણ લગ્નમાં આવ્યા હતા.અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરાના લગ્નમાં સાઈરામ દવે, જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિત અનેક નામચીન કલાકારો ઉપરાંત મ્યૂઝિક ડાયરેક્ટરોએ લગ્નમાં હાજરી આપી હતી.

તમને જણાવી દઈએ કે તેમના લગ્ન સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજીયાસર ગામે યોજાયા હતા. લગ્નમાં ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી હતી. આપણા લોક ગાયિકા અલ્પાબેન પટેલ નવવધૂના અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ લગ્ન મંડપ ની સજાવટ પણ ખૂબ જ સુંદર હતી.

હાલમાં લગ્ન બાદ અલ્પા પટેલ પોતાના પતિ સાથે ખોડીયાર માતાજીના દર્શને ગયા હતા જેની કેટલીક તસવીરો અલ્પાબેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીરોમાં અલ્પાબેન અને તેમના પતિ ઉદય ગજેરાના ચહેરા ઉપર સ્મિત દેખાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયામાં સામે આવેલી તસવીરોમાં અલ્પાબેન અને તેમના પતિ ઉદય ગજેરા નો ખૂબ જ સાદગી ભરેલો અવતાર જોવા મળી રહ્યો છે. તેની સાડીને મેચ કરતું શર્ટ પણ તેમના પતિ પહેરેલું જોવા મળ્યુ છે. ખોડીયાર માતાજીના મંદિરમાં દર્શન કરીને આ નવયુગલે ધન્યતા અનુભવી હતી અને માતાજીના આર્શીવાદ લીધા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.