ભર ઉનાળે લીંબુ બાદ ટામેટા ના ભાવ પહોંચશે આસમાની સપાટીએ,જાણો 1 કિલો ટામેટા નો ભાવ

0
537

ઉનાળાની ભયંકર ગરમી વચ્ચે શાકભાજી ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ગૃહિણીઓ હાલમાં આર્થિક સંકટમાં મુકાયા છે. લીંબુ બાદ હવે ટામેટામાં પણ ભાવ વધારા નો સામનો કરવો પડી શકે છે. ટામેટા ના મોટા ઉત્પાદકો દ્વારા આ મોંઘવારીનો સંકેત આપવામાં આવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ટામેટા ના ઘણા ભાગમાં જીવાત થઇ છે.

આપણે જણાવી દઈએ કે આ જીવાત છેલ્લા ત્રણ વર્ષથી આવી રહી છે અને તેના કારણે ટામેટાનો ભાવ માં વધારો થવાની શક્યતા છે.આપણે જણાવી દઈએ કે હાલમાં ટામેટા ની કિંમત ક્વોલિટીના આધારે અલગ-અલગ શહેરોમાં 25 થી 40 રૂપિયા કિલો મળી રહા છે અને ઉત્પાદન ઘટશે તો તેનો ભાવ માંવધારો થવાની પુરે પુરી શક્યતા છે.મતલબ કે લીંબુ બાદ ટામેટા પણ આસમાની સપાટીએ પહોંચી શકે છે.

મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તેની વ્યાપક પણે ખેતી થાય છે. ભલે ખેડૂતોએ તેની મોંઘવારીનો અંદાજ લગાવ્યો હોય પરંતુ તે એવો પાક નથી કે જેનો સંગ્રહ કરીને લાંબો સમય સુધી રાખી શકાય અને આવી પરિસ્થિતિમાં તમારે તેને મોંઘા ભાવે ખરીદવા માટે તૈયાર રહેવું પડી શકે છે.

ટામેટા એ સૌથી વધારે ખાવામાં આવતી શાકભાજી માની એક શાકભાજી છે. તેની ખેતી થી ખેડૂતો સારી આવક મેળવી શકે છે પરંતુ સ્ટોરેજ ની સુવિધાના અભાવે તેની કિંમતમાં સૌથી વધારે વધઘટ થાય છે અને કેટલીકવાર તો એક જ મહિનામાં તફાવત પર ચાર પાંચ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે

આવી પરિસ્થિતિમાં ક્યારેક ખેડૂતોને તે ક્યારેક ગ્રાહકોને નુકસાન થાય છે. કારણ કે તે ખૂબ જ જલ્દી બગાડતો પાક છે અને હવામાનમાં થોડો ફેરફાર થયો નથી કે તેની અસર પાક પર દેખાવા લાગે છે અને આ કારણોસર તેની કિંમત વધુ સ્થિર રહેતી નથી.આ વર્ષે શાકભાજીની મુકવાનું કારણ ડીઝલના ભાવમાં થયેલા જંગી વધારો પણ છે

જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારાના કારણે શાકભાજીના ભાવ આસમાને છે. મુંબઈમાં ટામેટા 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે જ્યારે લીંબુ 250 થી 400 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યા છે અને મુંબઈના ભાવમાં હાલમાં થોડી નરમાશ છે અને ખેડૂતોને હાલમાં ડુંગળી 4 થી 5 રૂપિયા કિલોએ ડુંગળી વેચવાની ફરજ પડી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.