Breaking News

અહીં છે ગણપતિનું 700 વર્ષ જૂનું મંદિર, જ્યાં ધીમે-ધીમે વધી રહી છે શ્રીગણેશની પ્રતિમા,જાણી લો ક્યાં આવેલ છે આ મંદિર

આમ તો આપણા ભારત માં ઘણા બધા મંદિરો આવેલા છે.અને એમાં પણ ઘણા પણ આજે આપણે આ લેખ માં એક એવા મંદિર વિસે જણાવવા છે જે ખૂબ ચમત્કારી છે આમ તો આપણા ભારત માં બીજા પણ ઘણા ચમત્કારી મંદિરો આવેલા હશે પણ આજે આપણે વાત કરવાના છે એક એવા મંદિર જશે જેની મૂર્તિ નું કદ ધીમે ધીમે વધતું જાય છે તો હવે જાણીએ આ મંદિર વિસે.માન્યતા છે કે ભગવાન ગણેશની મૂર્તિનું ધીમે ધીમે કદમાં વધી રહ્યુ છે. એવું કહેવામાં આવે છે કે બહુદા નદીની વચ્ચે બનેલા આ મંદિરના પવિત્ર જળને કારણે અનેક રોગોનો નાશ થાય છે. આંધ્રપ્રદેશમાં આવેલાં તિરૂપતિ જતાં પહેલાં ભક્તો આ વિનાયક મંદિરની મુલાકાત લે છે અને ભગવાન ગણેશનાં દર્શન કરે છે. માન્યતા મુજબ અહીં આવતા ભક્તોનાં દુ:ખ દુર થાય છે.

આ મંદિર 1336માં બન્યુ હતું આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં ચોલા રાજા કુલોઠુન્ગા ચોલ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી, વિજયનગર વંશના રાજાએ 1336 માં ફરીથી આ મંદિરનું જીર્ણોદ્ધાર કર્યું અને તેને એક મોટું મંદિર બનાવ્યું હતુ. આ તીર્થ એક નદીના કાંઠે આવેલું છે. આ કારણોસર તેનું નામ કનિપક્કમ રાખવામાં આવ્યું હતું.

 

બ્રહ્મોત્સવ ગણેશ ચતુર્થીથી 20 દિવસ સુધી ચાલે છે આ મંદિરમાં સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવતી ગણેશ ચતુર્થીથી બ્રહ્મોત્સવ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્મદેવ પોતે એકવાર પૃથ્વી પર આવ્યા હતા અને ત્યારથી આ મંદિરમાં 20 દિવસનો બ્રહ્મોત્સવ ઉજવવામાં આવે છે. બ્રહ્મોત્સવ દરમિયાન ભક્તોમાં અહીં રથયાત્રા કાઢવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન, બીજા દિવસથી રથયાત્રા સવારે એકવાર અને સાંજે એક વાર કાઢવામાં આવે છે. દરરોજ ભગવાન ગણેશ રથયાત્રા દરમિયાન જુદા જુદા વાહનો ઉપર ભક્તોને દર્શન આપવા નીકળે છે. રથને ઘણા રંગબેરંગી કપડાંથી શણગારવામાં આવે છે. આ પ્રકારનો ઉત્સવ ખૂબ ઓછા મંદિરોમાં થાય છે.

ભગવાન ગણેશની મૂર્તિ દરરોજ વધી રહી છે એવું કહેવાય છે કે આ મંદિરમાં ગણેશની મૂર્તિનું કદ દરરોજ વધી રહ્યું છે. આનો પુરાવો તેનું પેટ અને ઘૂંટણ છે, જે મોટા કદના થઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે આશરે 50 વર્ષ પહેલાં ભગવાન ગણેશના ભક્ત શ્રી લક્ષ્મમ્માએ તેમને કવચ ભેટ કર્યુ હતું, પરંતુ મૂર્તિના વધતા કદને કારણે તે કવચ હવે ભગવાનને પહેરાવવામાં આવતું નથી.

ઇતિહાસ.મંદિરના નિર્માણની વાર્તા રસપ્રદ છે. કહેવાય છે ત્રણ ભાઈઓ હતા. તેમાંથી એક મૂંગો હતો, બીજો બહેરા અને ત્રીજો અંધ હતો. ત્રણે મળીને જમીનનો નાનો ટુકડો ખરીદ્યો. ખેતી માટે જમીનને પાણીની જરૂર હતી. તેથી, ત્રણેય લોકોએ તે જગ્યાએ જમીન ખોદવાનું શરૂ કર્યું. ખૂબ ખોદકામ કર્યા પછી પાણી બહાર આવ્યું. થોડું વધારે ખોદકામ કર્યા પછી, તેમણે ગણેશની મૂર્તિ જોઇ, આ જોયા પછી, મૂંગું, બહેરા અને અંધ એવા ત્રણ ભાઇઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા. તે ગામમાં રહેતા લોકો આ ચમત્કાર જોવા માટે એકઠા થયા હતા. આ પછી, બધા લોકોએ પાણીની વચ્ચે ત્યાં પ્રગટ થયેલી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી.

દર્શન માત્રથી ખત્મ થઈ જાય છે પાપો.કહેવાય છેકે, વ્યક્તિ કેટલો પણ પાપી હોય તે એકવાર કનિપક્કમ ગણેશજીનાં દર્શન કરી લે તો તેનાં દરેક પાપો ખતમ થઈ જાય છે. આ મંદિરમાં દર્શન સંબંધિત એક નિયમ છે. એવું માનવામાં આવે છે કે આ નિયમનું પાલન કર્યા પછી જ પાપોનો નાશ થાય છે. નિયમ એ છે કે જે કોઈપણ ભગવાનને તેમના પાપી કાર્યોની ક્ષમા માંગવા માંગે છે. તેણે અહીં સ્થિત નદીમાં સ્નાન કરીને વ્રત લેવું પડશે કે તે ફરી ક્યારેય આ પ્રકારનું પાપ નહીં કરે જેના માટે તે ક્ષમા માંગવા આવ્યો છે. આ વ્રત કર્યા પછી ગણેશજીના દર્શન કરવાથી બધા પાપ દૂર થાય છે.

About Admin

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *