અજમાવી લો આ ઘરેલૂ ઉપાયો, અને ફક્ત 1 મિનિટમાં માથાના દુઃખાવાથી મળી જશે રાહત…..

દોડધામ ભરેલું જીવન અને અનિયમિત ખાણીપીણીની આદતોના કારણે માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેમને 9થી 10 કલાકની જોબ કરનારા વર્ગમાં તો માઈગ્રેન પણ જોવા મળે છે. આ માથાના દુખાવાનો ઈલાજ સમયસર ન કરવામાં તો તેના કારણે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. માથાના દુખાવામાં વારંવાર દવા ખાવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે. તેથી જરૂરી છે કે દવા લીધા વિના જ માથાના દુખાવાનો કાયમી ઈલાજ કરવામાં આવે. કેવી રીતે દૂર કરી શકાય માથાનો દુખાવો એ પ્રશ્ન તમારા મનમાં થતો હોય તો આ રહ્યો તેનો જવાબ. આ સામાન્ય કસરત અને ઘરેલું ઈલાજ કરવાથી માથાનો દુખાવો દુર થઈ શકે છે.

આપણને દરેકને ખ્યાલ છે કે જો એકવાર આપણને માથું દુઃખવાનું શરૂ થાય એટલે ગયા કામથી. અન્ય કોઈ પણ કામમાં મન લાગતું નથી. આવા સમયે આપણે ખાસ કરીને પેનકિલર લઈને તેનાથી છૂટકારો મેળવવાનું વિચારીએ છીએ. પરંતુ તે લાંબા ગાળે નુકસાન કરે છે. આ માટે અમે આપને માટે કેટલાક ઘરેલૂ ઉપાયો લાવ્યા છીએ જેનાથી તમને તરત જ માથાના દુઃખાવામાંથી રાહત મળશે.જો તમને દવાઓની આદત પડી જાય, તો તમે દવા લીધા વિના માથાના દુખાવાથી ક્યારેય છુટકારો મેળવી શકશો નહીં, અને જો તમને ટેવ પડી જાય તો તે છોડવું ખૂબ જ મુશ્કેલ છે. દવાઓના સેવનને કારણે, અન્ય રોગો અને વજનમાં પણ ઘણો વધારો થાય છે. આજે, અમે તમને ઘર બેઠા ઘરેલું ઉપચાર વિશે કહીશું જે તમને માથાના દુખાવા માં આરામદાયક આરામ આપશે, તે પણ કોઈ વધારે અને કઠીન મહેનત વગર.

માથાના દુઃખે ત્યારે અપનાવો આ ઉપાયદવા નહીં ઘરેલૂ ઉપાયો પણ આપશે ઝડપથી રાહતજાણો કઈ ચીજોથી દૂર થશે માથાનો દુઃખાવોસ્ટ્રેચિંગ.સામાન્ય રીતે તણાવના કારણે માથામાં દુખાવો રહ્યા કરે છે. હકીકતમાં આ માંસપેશિઓમાં થતા તણાવ અને થાકના કારણે થાય છે. તેથી જો તમને માથામાં દુખાવાના કારણે વધુ તણાવનો અનુભવ થતો હોય તો રોજ ઓછામાં ઓછું ૧૫ મિનિટ સુધી નેક સ્ટ્રેચ અને શોલ્ડર સ્ટ્રેચ એક્સરસાઇઝ કરો.નેક સ્ટ્રેચપહેલા તમારી ગરદનને ડાબી તરફ સ્ટ્રેચ કરો પાંચ સેકન્ડ તે પરિસ્થિતિમાં રહો ત્યાર બાદ ફરી ૫ સેકન્ડ બાદ પોઝિશન બદલો. આ રીતે ડાબી અને જમણી બાજુ સ્ટ્રેચ કર્યા પછી આ ક્રિયા 10 વખત કરો.

શોલ્ડર સ્ટ્રેચ.તમારા ખભાને ઊંચા ઉઠાવીને ૫ સેકન્ડ સુધી તે જ પરિસ્થિતિમાં રહો, ત્યાર બાદ રિલેક્સ થાઓ અને ખભાને ધીમેથી નીચેની તરફ સ્ટ્રેચ કરીને આ પ્રક્રિયા ફરીથી કરો. આ એક્સરસાઇઝ કર્યા બાદ થોડીવાર આરામ કરો અને પ્રત્યેક સ્ટ્રેચની વચ્ચે ૨ થી ૫ મિનિટનો સમય રાખીને આરામ કરો.આઇસ પેકસામાન્ય રીતે માઇગ્રેઇન તમારા માથામાં ફેલાયેલી રક્ત વાહિનીઓના કારણે થાય છે. આનાથી રાહત મેળવવા માટે તમે આઇસ પેકનો ઉપયોગ કરો અને તેને કાનપટ્ટી પર લગાવો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.

આદુ અને લીંબુ પાણી.આદુ માથાના દુખાવાથી છુટકારો અપાવવા માટે શ્રેષ્ઠ છે, એક વાસણમાં પાણી લો, તેમાં આદુ અને લીંબુનો રસ મિક્સ કરીને ગરમ કરો. તે હૂંફાળું થાય એટલે તે પાણી પીઓ. તેનાથી તમારા માથાના દુખાવામાં રાહત થશે. જો તમે પી ન શક્તા હોવ તો ગરમ પાણી કરીને તેમાં આદુ નાંખો, ત્યાર બાદ તે પાણીનો નાસ લો.ફુદીનાના પાન.ફુદીનામાં મેન્થોલ અને મેથોન હોય છે, જ્યારે આ તમારી ત્વચાને સ્પર્શ કરે છે તો ત્યારે કુલિંગ ઇફેક્ટનો અનુભવ થાય છે. ફુદીનાના પાનને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો, અને તેને માથા પર લગાવો, તેનાથી કુલિંગનો અનુભવ થશે સાથે માથાના દુખાવામાં ઝડપથી રાહત મળશે.તુલસીના પાનતુલસીના પાનને ગરમ પાણીમાં નાંખીને તેનો નાસ લો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.

લવિંગ.જ્યારે માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને લસોટીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લપેટો. આ ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિંગનો ભૂકો બાંધીને તેને સૂંઘો, આમ કરવાથી માથાના દુખાવામાં રાહત રહેશે.ગ્રીન ટીમાથાનો દુખાવો થવા પર સૌથી પહેલાં ચા યાદ આવે છે, પણ ચાની જગ્યાએ જો ગ્રીન ટી પીવામાં આવે તો તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. વધુ પ્રમાણમાં ચા પીવાથી શરીરને નુકસાન થાય છે. જેથી હેલ્ધી ઓપ્શન પસંદ કરી શકો છો.

એક્યુપ્રેશર ટેકનિક.આ ટેકનિકથી તમે ફક્ત ગણતરીની મિનિટમાં માથાનો દુઃખાવો દૂર કરી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા અંગૂઠા અને વચ્ચેની પહેલી આંગળીની જગ્યા પર હળવેથી મસાજ કરવાનું છે. આ પ્રક્રિયા બન્ને હથેળી પર કરવી. આંગળીઓના વચ્ચેની જગ્યાને ગોળ દિશામાં થોડા પ્રેશર સાથે મસાજ કરો. આ રીતે તમે એક મિનિટમાં તમારા માથાના દુઃખાવાથી છૂટકારો મેળવશો.

સૂંઠની પેસ્ટ.સૂકા આદુના પાઉડરને સૂઠ તરીકે ઓળખવામાં આવે છે. તેની તાસીર ગરમ હોય છે. જ્યારે પણ તમને માથુ દુઃખે ત્યારે એક ચમચી સૂંઠ પાવડરને થોડા પાણીમાં મિક્સ કરો. હવે તેને એક વાસણમાં થોડું ગરમ કરીને રૂમ ટેમ્પ્રેચર પર લાવો. તેને કપાળ પર લગાવો. તમારા માથાનું દર્દ દૂર થઈ જશે. એક પણ ગોળી લેવાની જરૂર પડશે નહીં.તજ પેસ્ટઘણી વાર ઠંડીમાં હવા લાગી જવાથી માથાનો દુઃખાવો થઈ જાય છે. આવી સ્થિતિમાં તજમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને માથા પર તેનો લેપને લગાવી મૂકી દો. થોડી વાર પછી ગરમ પાણીથી તેને સાફ કરો. તમારા માથાનો દુખાવાથી તરત રાહત મળશે.

Leave a Comment