અજમાના ભાવ આસમાની સપાટીએ,એકસાથે અજમાના ભાવ માં થયો મોટો ઉછાળો,અજમાના પાકને વેચતા પહેલા જાણી લેજો તેનો નવો ભાવ

0
1878

કપાસ અને અન્ય પાક ની જેમ આ વખતે અજમાના ભાવ પણ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. દરેક માર્કેટયાર્ડ માં અજમાના ભાવ ખુબ જ સારા પ્રમાણમાં જોવા મળી રહા છે.માર્કેટયાર્ડમાં વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં હજુ પણ અજમાના સારા એવા ભાવ બોલાઈ શકે તેવી સંભાવના છે. ઊંઝા માર્કેટ યાર્ડ માં અજમાના ભાવ 1636 રૂપિયાથી લઈને 2662 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

અને રાજકોટ માર્કેટયાર્ડમાં અજમાના ભાવ મા ખૂબ જ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.મિત્રો આપને જણાવી દઇએ કે અજમા નું વાવેતર ઓછું થયું હોવાના કારણે આ વખતે અજમાના ભાવ ખૂબ જ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.બોટાદ માર્કેટ યાર્ડ માં અજમાના ભાવ 1500 રૂપિયાથી લઈને 1730 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

દરેક માર્કેટયાર્ડની બહાર ખેડૂતો પોતાના પાકને લઈને આવતા હોય છે અને સારો એવો ભાવ મેળવતા હોય છે.જામનગર માર્કેટ યાર્ડ માં અજમાનો ભાવ 1746 થી 1800 રૂપિયા સુધી પહોંચતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઢસાના માર્કેટયાર્ડમાં અજમાના ભાવ 1690 થી 1700 રૂપિયા જોવા મળી રહ્યા છે.

સાથે સાથે બીજા પાકની વાત કરીએ તોઆ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કપાસનો ભાવ 1412 થી 2500 બોલાઇ રહો છે.

આ વર્ષે દરેક પાકો ના ભાવ સારા એવા પ્રમાણમાં મળી રહ્યા છે. રાજ્યની માર્કેટયાર્ડોમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે અને પાકોના ભાવ સારા મળી રહા છે જેનાથી ખેડૂતોને નુકસાની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.