રાજ્યમાં વાવાઝોડાએ મચાવી તબાહી,હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં એલર્ટ કરાયું જારી,જાણો

0
552

મેઘાલયના રિ ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી વાવાઝોડાએ સમગ્ર જિલ્લામાં કહેર મચાવ્યો છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં આ વાવાઝોડાએ 47 ગામમાં એક હજારથી વધુ મકાન ને નુકસાન પહોંચાડયું છે અને તેના કારણે લોકો બેઘર બન્યા છે.

મળતી માહિતી અનુસાર મેઘાલયમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન સાથે વાવાઝોડું ના કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો છે.જોકે હજુ સુધી આ વાવાઝોડામાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. આ સાથે પશ્ચિમ ગારો પર્વત દક્ષિણ-પશ્ચિમી પર્વત અને પૂર્વ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેઘાલયના મુખ્યમંત્રીના સંપર્કમાં છે અને અધિકારીઓ પાસેથી સતત અપડેટ મેળવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે કેન્દ્ર તરફથી રાજ્યોને શક્ય તેટલી તમામ મદદ આપવાની ખાત્રી આપવામાં આવી છે.અને જરૂરી તમામ મદદ કરવામાં આવશે.

વાવાઝોડામાં પશુચિકિત્સક સહિત અન્ય સરકારી મિલ્કતોને શાળાઓને નુકસાન થયું હતું અને જિલ્લા ડેપ્યુટી કમિશનર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તાકીદની બેઠક બોલાવી હતી. ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દેશના પૂર્વોત્તર રાજ્ય સહિત પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઉષ્ણકટિબંધીય સ્તરો પર બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વ સુધીના દક્ષિણ-પશ્ચિમમાં ભારે પવન ની અસર છે અને નીચલા ઉષ્ણકટિબંધીય દબાણને કારણે ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમી આસામ અને પાડોશી રાજ્ય માં આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર જાણવા મળ્યુ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.