ઘરે માતાજી રાંદલ ના લોટા ટેડવાથી થાય છે આવા બધા ફેરફાર,જાણો શા માટે તેડવામાં આવે છે માતાજી રાંદલ ના લોટા

0
307

ગુજરાત માં રાંદલ માની પૂજા પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે .કહેવામાં આવે છે કે રાંદલમાં વાંઝિયા ના મેણા ભાગે છે.તેમના દુઃખ હરે છે ખાસ કરીને સ્ત્રીઓને રાંદલમાં પર અતૂટ વિશ્વાસ હોય છે. હિન્દુ ધર્મ પ્રમાણે રાંદલ માતા ના લોટા તેડવાની પ્રથા ખૂબ જ પ્રખ્યાત છે. દીકરા ના લગ્ન હોય કે ઘરે દીકરાનો જન્મ થાય તો તેવા શુભ પ્રસંગે રાંદલ માતા ના લોટા તેડવા માં આવે છે.

ગુજરાતીઓ ઉત્સાહ થી અને હોંશે હોંશે રાંદલ માં ના લોટા કરતા હોય છે. જેમાં કુવારીકાઓ એટલે કે નાની છોકરીઓને જમાડે છે .તેમજ લોટામાં રાંદલમાં નો શણગાર કરીને બાજોઠ પર સ્થાપના કરી તેમને અખંડ દીવો પ્રગટાવીને પૂજા કરે છે .પૂજા અર્ચના કરીને માતાજીને ગરબા ગાવામાં આવે છે .અને ઘોડો ખુદવાના માં આવે છે.

રાંદલ માતા સૂર્ય ભગવાનના પત્ની છે .અને રાજા યમ અને નદી યમિનના માતા પણ છે .જ્યારે શનિદેવ અને તાપી નદી એ માતા રાંદલ ના છાયા ના સંતાનો છે.સૂર્યદેવે અદિતિ માતાની ઈચ્છાને માન આપીને રાંદલ માતા સાથે લગ્ન કર્યા હતા.માતા અદિતિ સૂર્ય ભગવાનને લગ્ન કરવા માટે મનાવે છે અને સૂર્ય ભગવાન માની જાય છે.

ત્યારે માતા અદિતિ દેવી કંચના પાસે જાય છે અને તેમની દીકરી નો હાથ તેમના દીકરા માટે માગે છે .માતા કંચના તો ના પાડે છે કે તમારો દીકરો આખો દિવસ ઘરની બહાર રહે છે મારી દીકરી તો ભૂખે મરી જાય. એક સમયે કંચના દેવી માતા અદિતીના ઘરે તાવડી માગવા આવે છે અને ત્યારે માતા અદિતી કહે છે કે હું તાવડી તો આપો પણ તૂટી જશે તો હું ઠીકરાં બદલે તમારી દીકરીનો હાથ માંગીશ.

અને કંચના દેવી લઈને રવાના થાય છે અને રસ્તામાં જાય છે ત્યારે બે આખલા ની લડાઈ કરતા કરતા તેમને અથડાઇ છે .અને કંચના દેવી ના હાથમાં રહેલી તાવડી તૂટી જાય છે અને શરત મુજબ રન્નાદે ના લગ્ન ભગવાન સૂર્ય સાથે થાય છે.લગ્ન પછી રાંદલ માતા સૂર્ય ભગવાનના ત જ સામે રહી શકતા ન હતા.

તેઓ તેમની તરફ નજર પણ માંડી શકતા ન હતા .તેથી તેમણે બીજું રૂપ છાયા નુ પ્રગટ કરીને પિયર જતા રહે છે .અને જ્યારે તેઓ પિયર જાય છે ત્યારે તેમના પિતા તેમને સમજાવે છે કે દિકરીતો સાસરે જ શોભે .આવા કડવા શબ્દોથી માતાના અને દુઃખ થાય છે અને તેઓ પૃથ્વી પર ઘોડી નું સ્વરૂપ લઈને આવે છે .અને એક પગે ઉભા રહીને તપ કરે છે.

જે બાજુ ભગવાન સૂર્યદેવ છાયાને રન્નાદે સમજે છે .તે દરમિયાન માતા છાયા પુત્ર શનિદેવ અને તાપી ને જન્મ આપે છે .એક સમયે શનિ અને યમ વચ્ચે ખૂબ લડાઈ થાય છે. અને એ સમયે નાયા યમને શ્રાપ આપે છે.આ સાંભળી ભગવાન સૂર્યનારાયણ વિચારે છે કે છાયાએ યમની માતા છે અને માતા કોઈ દિવસ દીકરાને શ્રાપ આપે નહીં.નક્કી આ વાતમાં કંઈક રહસ્ય છે.

એ સમયે સાચું શું છે ?એ જાણવા માટે ભગવાન સૂર્યનારાયણ છાયા ને પૂછે ત્યારે છાયા કહે છે કે, હું તો રાંદલ ની છાયા છું.માતા રાંદલ તો પૃથ્વી પર ધોડી સ્વરૂપે તપ કરી રહ્યા છે .આ જાણી ભગવાન સૂર્ય પણ ઘોડા નું સ્વરૂપ લઈ પૃથ્વી પર આવે છે .અને માતા રાંદલ નું તપ ભંગ કરે છે. ત્યારે ઘોડો અશ્વ અને ઘોડી અશ્વિની ના નસકોરામાંથી અશ્વિનીકુમારી નું સર્જન થાય છે.

દેવી રાંદલ ના કહેવાથી સૂર્યનારાયણ દેવ તેમનું તેજ ઓછું કરે છે .અને પૃથ્વીને તેના આકરા તાપથી બચાવવા નું વચન આપે છે .સાથે જ દેવી રાંદલના તપથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્ય વરદાન આપ્યું કે, જે કોઈ દેવી રાંદલ ના બે લોટા તેડસૅ તેમના ઘરમાં સુખ-શાંતિ અને પ્રગતિ થશે.એક લોટો દેવી રાંદલનો અને એક લોટો દેવી છાયાનો આમ રાંદલ છાયા ના બે લોટા તેડવાની પરંપરા બની.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.