Breaking News

એલોવેરાનો વધારે ઉપયોગ કરવાથી થાય છે આટલાં નુકશાન,એકવાર જાણી લેશો તો નહીં કરો ઉપાય.

ગુજરાતી માં કુવારપાઠું(એલોવેરા) ઘણા ઔષધીય ગુણોનો ખજાનો છે. તેનાથી ઘણા રોગોનો ઈલાજ કરી શકાય છે. તેનું જ્યુસ પણ ખુબ જ લાભદાયક છે, તેના સેવનથી આપણે એક એવા રોગો ને દુર કરી શકીએ છીએ જે ખુબ જ ઘાતક હોય છે. ઔષધિની દુનિયામાં કુવારપાઠું એટલા માટે સંજીવની પણ કહેવામાં આવે છે. તેને સાયલેન્ટ હિલર તથા ચમત્કારી ઔષધી પણ કહેવામાં આવે છે. એલોવેરા ના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં થતી પોષક તત્વોની ઉણપને પૂરી પાડી શકાય છે. કુવારપાઠુંમાં એક જ્ડ્ડી બુટ્ટી જેવા ઘણા ગુણ હોય છે. ચહેરા માટે અમૃત અને ઔષધીય ગુણોનો ભંડાર છે કુવારપાઠું.

તેની ૨૦૦ થી વધુ જાતો છે પણ તેમાંથી પાંચ જાતી જ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રામાયણ, બાઈબલ અને વેદોમાં પણ આ છોડ વિષે જણાવવામાં આવેલ છે. એલોવેરા નું જ્યુસ પીવાથી ઘણી બીમારીઓનું નિદાન થઇ જાય છે. આયુર્વેદિક પદ્ધતિ મુજબ તેના સેવનથી વાયુજનક રોગો, પેટના રોગો, સાંધાના દુઃખાવા, અલ્સર, અલ્પપીત્ત વગેરે બીમારીઓ દુર થાય છે. તે સિવાય કુવારપાઠું(એલોવેરા)માં લોહી શોધક, પાચનક્રિયા માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે.

એલોવેરા એ એક સૌથી લોકપ્રિય ઘરેલુ દવા છે. આજે એલોવેરાનો ઉપયોગ વાળ તથા ચહેરાને સુંદર બનાવવા અને વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. એલોવેરાને રામબાણ દવા માનવામા આવે છે જેના ફક્ત ફાયદાઓ જ છે. ઘણી સ્ત્રીઓ પોતાના દિવસની શરૂઆત એલોવેરાના રસથી કરે છે. જો તમે પણ એવી મહિલાઓમાની એક છો કે જેઓ આખો દિવસ એલોવેરાથી શરૂ કરે છે તો આ લેખ ફક્ત તમારા માટે જ છે કારણ કે જો એલોવેરાનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામા આવે તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. હા એલોવેરામાંથી નીકળવા વાળા એલો-લેટેક્સ માથાનો દુખાવો, એલર્જી અને કેન્સર જેવા જીવલેણ રોગોનુ કારણ બને છે.

જો તમે એલોવેરાનો ઉપયોગ કરો છો તો તમે જોયુ જ હશે કે જ્યારે આપણે તેને તોડીએ છીએ ત્યારે તેમાથી પીળા રંગનો પ્રદાર્થ બહાર નીકળે છે. પીળા રંગના આ પદાર્થને એલો-લેટેક્સ કહેવામા આવે છે. આ પદાર્થ ઘણા રોગોનુ કારણ બને છે. કેન્સર જેવા જીવલેણ રોગો પણ આના કારણે થાય છે.નિયમીત આ એલોવેરા ના રસ નો એક ગ્લાસ પણ પીવા મા આવે તો સંપૂર્ણ દિવસ સ્ફુર્તિમયી રહે છે. એલોવેરા નો ઉપયોગ એક પૌષ્ટિક આહાર ના સ્વરૂપ મા પણ થાય છે જેમા થી મિનરલ્સ તથા વિટામિન્સ પણ પ્રાપ્ત થાય છે. શરીર મા રહેલી રક્ત ની ઊણપ ને દૂર કરે છે.

પેટ ને લગતા રોગો તથા સાંધા ના દુઃખાવા મા પણ એલોવેરા ઉપયોગી છે. આ ઉપરાંત ગર્ભધારણ કરેલી સ્ત્રીઓ માટે પણ આ એલોવેરા નો રસ હિતકારી છે. આ ઉપરાંત સ્કીન ની સમસ્યા જેમ કે ખીલ , કરચલીઓ , ડાર્ક સર્કલ્સ , ફાટેલી એડી વગેરે મા એલોવેરા લાભદાયી છે.

નિયમિત રીતે કુવારપાઠુંનું જ્યુસ પીવાથી શક્તિ વધારે છે. એલોવેરા ના જ્યુસમાં ઘણી જાતના પોષક તત્વો, વિટામીન અને મિનરલ હોય છે જેનાથી શરીરની કાર્ય પદ્ધતિમાં સુધારો થાય છે અને શક્તિ આપે છે. તે પીવાથી શરીરની પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે. કુવારપાઠુંના કાંટાવાળા પાંદડાને છોલીને રસ કાઢી શકાય છે. ત્રણ થી ચાર ચમચી રોજ સવારે ખાલી પેટ લેવાથી દિવસ દરમિયાન શરીરમાં સુસ્તી અને સ્ફૂર્તિ જળવાય રહે છે.

આ કુવારપાઠું નો વપરાશ જેલ , બોડીલોશન , શેમ્પુ , સાબુ , ફેશિયલ વગેરે તરીકે કરી શકાય છે. આ ઉપરાંત કુવારપાઠું ના રસ ને મહેંદી મા ઉમેરી માથા પર લગાડવા મા આવે તો વાળ ચમકીલા બને છે. તેમજ તમે શરીર ના કોઈ ભાગ દાઝી ગયા હોય તથા ઘા લાગ્યો હોય તો તેના પર રૂઝ લાવવા માટે ઉપયોગી છે.

આપણા શરીરમાં જે ઘણી જાતના ઝેરીલા તત્વો ત્વચાને ખરાબ અને શરીરની કાર્ય પ્રણાલી ઉપર ખરાબ અસર કરે છે. એટલે શરીરને ડીટોક્સ કરવાની જરૂર રહે છે. કુવારપાઠુંના જ્યુસ એક સારું ડીટોકસીફીકેશન કરનારું પીણું છે.આ એલોવેરા ના રસ નુ નિયમીત સેવન કરવા થી કબજીયાત ની સમસ્યા મા રાહત થાય છે. જો તમારી સ્કીન કાળાશ પડતી હોય તો એલોવેરા ના રસ મા કોકોનેટ ઓઈલ મિક્સ કરી તે ભાગ પર લગાવવુ જેથી તે ભાગ ની કાળાશ દૂર થઈ જાય છે. આ ઉપરાંત એલોવેરા એ પાચનક્રિયા માટે ખૂબ જ લાભદાયી છે.

આ ઉપરાંત જે લોકો માથા ના ખોડા ની સમસ્યા થી પીડાતા હોય તેના માટે એલોવેરા લાભદાયી છે, આ એલોવેરા ના જ્યુસ નુ સેવન કરવા થી સ્કીન ની ચમક વધે છે તથા શરીર મા નવી સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે. આ ઉપરાંત જો વ્યક્તિ મોટાપા ની સમસ્યા થી પીડાતો હોય તો તેમના શરીર ની વધારા ની ચરબી દૂર કરવા એલોવેરા ઉપયોગી છે.

આ ઉપરાંત કમળા થી પીડીત દર્દી ને એલોવેરા નુ જ્યુસ આપવા મા આવે તો તેને રાહત મળે છે. જો તમને વારંવાર માથા નો દુઃખાવો થતો હોય તો એલોવેરાના રસ મા હળદર મિક્સ કરી લગાવવી જેથી તેમા રાહત મળે. એલોવેરા ના નિયમીત સેવન થી શરીર મા રક્તકણિકાઓ ની સંખ્યા મા વૃધ્ધિ થાય છે.

કુવારપાઠું નો ઉપયોગ આપણે સન સ્કિન લોશન ક્રીમ તથા મોઈશ્ચરાઈઝર તરીકે પણ ઉપયોગ કરી શકાય.આ આપણી ત્વચા માટે શ્રેષ્ઠ છે. આ ઉપરાંત વર્તમાન સમય મા ખૂબ જ નાની વય ધરાવતા બાળકો ને ચશ્મા આવી જાય છે ત્યારે આંબળા અને જામુન ની સાથે કુવારપાઠું મિક્સ કરી ને ગ્રહણ કરવા મા આવે તો આંખો ની નબળાઈ દૂર થાય છે.

એલોવેરા લેટેક્સના ગેરફાયદા :- નિષ્ણાતના જણાવ્યા મુજબ એલોવેરામાંથી નીકળતા પીળો પદાર્થ લેટેક્ષ અર્ક કહેવામા આવે છે. જો તેમા ઓછી માત્રામા ઝેરી પદાર્થ હોય તો તેને અવગણી શકાય છે. પરંતુ શુ તમે જાણો છો કે તે ઝેર કેટલુ જોખમી છે. તેનાથી કેન્સર જેવા જીવલેણ રોગ થાય છે. આ સિવાય ૨૦૧૧ મા અમેરિકા એનટીપીમા કરવામા આવેલા એક અધ્યયનમા યુએસ સરકારે લેબમા એલોવેરાનુ પરીક્ષણ કર્યું હતુ.

આ પરીક્ષણમા પરિણામો બહાર આવ્યા છે કે જો તમે તેને રસ દ્વારા પીવો છો અથવા ચટણી, જામ અથવા શાકભાજીમા એલોવેરા લેટેક્સનો ઉપયોગ કરો છો તો પછી કેન્સરના પરિબળો શરીરમા વિકસિત થવા લાગે છે. આ સિવાય જો તે ત્વચા પર જેલના રૂપમા લગાવવામા આવે તો તે ખરજવુ, ફોલ્લીઓ અને ત્વચાની અન્ય સમસ્યાઓનુ કારણ બની શકે છે.

ગર્ભાવસ્થામા એલોવેરા લેટેક્સનો ઉપયોગ ભૂલથી પણ નહિ કરતા. મેરીલેન્ડ મેડિકલ સેન્ટર યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ તે ગર્ભાશયને સંકોચન બનાવે છે જેને કારણે ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે.એલોવેરામાં રેચક, એન્થ્રાક્વિનોન વગેરે હોય છે, તેનું સેવન કરવાથી ઝાડા થઈ શકે છે.તો ધ્યાન રાખો કે જો તમને આંતરડા સિંડ્રોમ અથવા ગેસની સમસ્યા છે તો એલોવેરાનુ સેવન ન કરો.એલોવેરા લેટેક્સ જન્મજાત ખામીનુ કારણ બને છે. શિશુને એલોવેરાના ફાયદા વિશે કોઈ માહિતી અથવા સંશોધન જાણી શકાયુ નથી. તેથી સ્તનપાન દરમિયાન કુંવારપાઠાનો ઉપયોગ બિલકુલ કરશો નહી.

જો એલોવેરા વધારે પ્રમાણમા કે ખોટી રીતે પીવામા આવે તો શરીરમા પોટેશિયમની ઉણપ રહે છે. આ અનિયમિત ધબકારા અને નબળાઇ તરફ દોરી શકે છે.એલોવેરામા હાજર તત્વ કેટલીક દવાઓને શરીરમા અધોગતિ થવાથી પણ રોકી શકે છે. જો તમે દવાઓ લઈ રહ્યા છો તો તમારે કોઈપણ સ્વરૂપમા એલોવેરા લેતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

About bhai bhai

Check Also

આજેજ કરીલો આ બીજનું સેવન થશે હૃદય અને આંતરડા ઉપરાંત શરીરને ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણા બધા આરોગ્યપ્રદ ફળો છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *