અંબાણી પરિવારની પુત્રવધુ શ્લોકા મહેતાંનાં પર્સની કિંમત જાણી આંખો ચાર થઈ જશે.

આપણે બધા દેશના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને તો જાણીએ છીએ. જેમણે તેમના ધંધાને કારણે વિશ્વભરમાં ભારતની ખ્યાતિ મેળવી છે.તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર છે. દરેક વ્યક્તિ જાણવા માંગતો હોઈ છે કે તેમની જીવનશૈલી,તેમના શોખ કેવા છે.જોકેમોટા માણસોના શોખ પણ એવા જ વિચિત્ર હોય છે કે આપણને જોઈને વિચાર આવે કે આવી બેતૂકી વસ્તુઓનો સીધો અર્થ શું હોય, પણ એ લોકો મોટા માણસો છે અને તેમની પાસે પૈસા છે, એ કઈ પણ કરી શકે. ત્યારે તાજેતરમાં શ્લોકા મહેતાનું પર્સ ખૂબ જ ચર્ચાઓમાં ચાલી રહ્યું છે.

દેશના સૌથી ટોંચના બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશાંથી જ લાઇમલાઇટમાં રહે છે. ખાસ કરીને વાઇફ નીતા અંબાણી પોતાના સ્ટાઇલિશ અંદાજને કારણે હંમેશાંથી ચર્ચામાં રહે છે. આમ તો નીતા અંબાણી પોતાના સ્ટાઇલિશ અંદાજને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. આમ તો નીતા અંબાણી સાથે હવે અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા મેહતાના લૂક્સની પણ ઘણી ચર્ચા થતી હોય છે. દેશના સૌથી ધનાઢ્ય કુટુંબની પુત્રવધૂ હોવા છતાં શ્લોકા મેહતા ખૂબ જ સામાન્ય જીવન જીવે છે. આની ઝલક તેમની લાઇફસ્ટાઇલમાં દેખાય છે. શ્લોકા મેહતા સિંપલ સોબર હોવા છતાં ખૂબ જ સ્ટાઇલિશ અને બ્યૂટિફુલ દેખાય છે.

થોડાક દિવસો પહેલા ઈશા અંબાણીએ પોતાના મુંબઈમા આવેલ ઘરે એક ઓક્શન ઇવેન્ટ રાખી હતી, જેમાં અંબાણી ફેમિલીની સાથે જ મોટી સંખ્યામાં બોલિવૂડ જગતની હસ્તીઓ પણ આવી હતી. આ દરમ્યાન અંબાણી પરિવારની વહુ શ્લોકા અંબાણી બ્લેક રંગના શિમરી ડ્રેસમાં જોવા મળી હતી, અને તેની સાથે સાથે એક સુંદર મીની પર્સ કેરી કર્યું હતું. સાથે શ્લોકાએ પીપ ટો હિલ્સ અને ડાયમંડના ઈયરરિંગ્સ પહેર્યા હતા.

શ્લોકા અંબાણીનો ડ્રેસ ફેમસ ડિઝાઈનર Elie saab એ ડિઝાઇન કર્યો હતો. પરંતુ તેના દરેક કરતા તેના પર્સે લોકોનું ધ્યાન વધુ મનમોહક કરી નાખતું હતું. શ્લોકાએ એક કલરફુલ બૂમબોક્સ શેપ્ડ પર્સ કેરી કર્યું હતું, જેની કિંમત 4.50 લાખ રૂપિયા હતી, આ ફેમસ અમેરિકન ફેશન ડિઝાઈનર Judith Leiber એ ડિઝાઇન કર્યું છે.જાણવા મળ્યું છે કે આ ઇવેન્ટમાં અનિલ કપૂર, સોનમ કપૂર, શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, કરિશ્મા કપૂર, નેહા ધૂપિયા, ભૂમિ પેડનેકર જેવા સિતારાઓએ હાજરી આપી હતી.

આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા દેશની સૌથી મોટી ડાયમંડ કંપની બ્લુ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રસેલ મહેતાની પુત્રી છે. જ્યારે આકાશ અંબાણી રિલાયન્સ જિઓની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે, ત્યારે તેમની પત્ની પણ વ્યવસાય સંભાળવામાં કોઈ કરતાં ઓછી નથી. શ્લોકા તેના પિતાની કંપનીમાં 2014 માં રોઝી બ્લુ ફાઉન્ડેશનના ડિરેક્ટર બની હતી, જે તેના પિતાની કંપનીનો એક ભાગ છે.

આટલું જ નહીં, અંબાણી પરિવારની જેમ શ્લોકા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ છે, તેણી પોતાના ધંધાની સાથે કનેક્ટ ફોર ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાની સહ-સ્થાપક પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્લોકા મહેતાની નેટવર્થ 180 મિલિયન યુએસ ડોલર છે … એટલે કે, તે મહિનામાં લગભગ 80 લાખ રૂપિયા કમાય છે..

શ્લોકા મેહતા તાજેતરમાં જ અરમાન જૈનના લગ્નમાં દેખાઇ હતી.આ અવસરે તેમને ફેશન ડિઝાઇનર સાબ્યાસાચીનો ડિઝાઇન કરેલો ગ્રીન, યેલો અને પિન્ક લહેંગો પહેર્યો હતો. તેનો લહેંગો તો સુંદર છે જ સાથે જ શ્લોકાએ ખૂબ જ સટલ મેકઅપ કર્યું હતું, આ મેકઅપમાં કેની સુંદરતા ઓર નિખરીને આવતી હતી. શ્લોકાના લૂક પર તેમના ચાહકોની ખૂબ જ સારી કોમેન્ટ્સ આવી હતી. ખાસ કરીને યુવા મહિલાઓ જાણવા માગે છે કે શ્લોકા મેહતા કેવું મેકઅપ કરે છે કે તે આટલી સુંદર દેખાય છે. જણાવીએ કે શ્લોકા મેહતાની મેકઅપ આર્ટિસ્ટ આરતી નાયરે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શ્લોકા મેહતાનું મેકઅપ સીક્રેટ રિવીલ કર્યું છે અને સ્ટેપ બાય સ્ટેપ જણાવ્યું છે.

આરતી નાયરે જણાવ્યું, “શ્લોકાની સ્કિન પર સૌથી પહેલા Indulgeo Essentials face oil યૂઝ કરવામાં આવ્યું છે. આ તેની ત્વચાને મેકઅપ માટે તૈયાર કરશે. તેના પછી બૉબીબ્રાઉન ઇન્ડિયાની એક્સ્ટ્રા રિપેયર અંડર આઇ ક્રીમ લગાડવામાં આવી છે. આ તેમની આંખોને એક્સ્ટ્રા હાઇડ્રેશન આપવા માટે લગાડી છે. શ્લોકાના ચહેરા પર બૉબી બ્રાઉન ઇન્ડિયાનું પીચ કરેક્ટર અને નર્સનું કન્સીલર યૂઝ કરવામાં આવ્યું છે. આને ybpcosmeticsના સ્પંજથી સારી રીતે બ્લેન્ડ કર્યું છે.”

આરતીએ આગળ જણાવ્યું, “મેકઅપ બેઝ માટે temptuનું ઍરબ્રશ યૂઝ કર્યો છે જેથી સ્મૂથ ફિનિશ આવી શકે. તેના પછી coverfxનો લૂઝ પાઉડર યૂઝ કર્યો છે. આઇબ્રોઝને ગ્રૂમ કરવા માટે anastasiabeverlyhillsની આઇબ્રો પેન્સિલ યૂઝ કરી છે. ગાલોને હાઇલાઇટ કરવા માટે narsissistના હાઇલાઇટરનો ઉપયોગ કર્યો છે. તો ટ્રેડિશનલ લૂક આપવા માટે narsissistનું જ કાજલ યૂઝ કર્યું છે. આથી તેની આંખોના શેપને ડિફાઇન કરવામાં આવી છે.”

સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ આરતી નાયરે આગળ જણાવ્યું, “શ્લોકાની આંખો પર સૉફ્ટ પિન્ક આઇશેડો વાપરવામાં આવ્યું છે. આ આઇશેડો થોડોક શાઇની અને મેટ ફિનિશમાં છે. lorealmakeupના જેલ આઇલાઇનરથી શ્લોકાની આંખોને વિંગ્ડ લૂક આપવામાં આવ્યો છે. મેકઅપને કમ્પલીટ કરવા માટે maybellineનું મસ્કારા અને ફૉલ્સ આઇલેશેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્લોકાના હોઠ પર બૉબી બ્રાઉન ઇન્ડિયાની ન્યૂડ પિન્ક શેડનો ગ્લૉસ યૂઝ કરવામાં આવ્યો છે.”

જો તમને પણ શ્લોકા મેહતાનો આ મેકઅપ લૂક પસંદ આવ્યો હોય તો તમે પણ સ્ટેપ બાય સ્ટેપ ફૉલો કરી શકો છો. નોંધનીય છે, શ્લોકા મેહતાને મોટાભાગે મેકઅપ વગર જ સ્પૉટ કરવામાં આવી છે. શ્લોકા જ્યારે કોઇ વેડિંગ ફંક્શનમાં પણ દેખાઇ છે ત્યારે તે મિનિમલ મેકઅપમાં જ દેખાઇ છે. તે મેકઅપ વગર પણ સુંદર દેખાય છે અને મિનિમલ મેકઅપ સાથે પણ સુંદર દેખાય છે.

Leave a Comment