Breaking News

અંબાલાલની આગાહી : ગુજરાતમાં ભર શિયાળામાં અતિભારે વરસાદની આગાહી..

ભારત એ કૃષિપ્રધાન દેશ છે ભારત દેશના મોટા ભાગ ના વિસ્તાર માં વરસાદ આધારિત ખેતી થાય છે. આથી દર વર્ષે જગતનો તાત ખેડૂત વરસાદની આગાહી બેઠો હોય છે. પરંતુ ઘણીવાર આજ વરસાદ ખેડૂતોને ચિંતામાં મૂકી દેતો હોય છે ઘણીવાર અતિવૃષ્ટિને કારણે ખેડૂતો નો બધો જ પાક નિષ્ફળ જતો હોય છે.મિત્રો હાલમાં ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુ અનુભવ થઈ રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી તેમજ વરસાદનો માહોલ ચાલી રહ્યો હતો પરંતુ ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો ગઈકાલે રાજ્યમાં ખુબજ નહીવત પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો હતો. તેમજ બફારાનું પ્રમાણ વધ્યું હતું જેથી લોકો ભરશિયાળે ગરમીનો અનુભવ કરી રહ્યાં હતા.

ગુજરાતમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તેનું અસલ તાપમાન 21 ડિગ્રીને પાર પહોંચ્યું છે. સામાન્ય રીતે આ તાપમાન લગભગ લઘુતમ તાપમાન કરતા 5.4 ડિગ્રી જેટલું વધુ નોંધાયું છે. આ તાપમાન ઉપર ઉચકાવાને કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં ગઈકાલે લઘુતમ તાપમાન 21.5 ડીગ્રી નોંધાયું હતું.
પરંતુ થોડાક દિવસો પહેલા અમદાવાદનું તાપમાન ૧૫ ડિગ્રી સુધી ઘટી ગયું હતું. તેના પ્રમાણમાં હાલનું તાપમાન વધારે છે. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરો જેવા કે વડોદરા, દ્વારકા, પોરબંદર, સુરત, ભાવનગર, વેરાવળ, રાજકોટ તેમજ સુરેન્દ્રનગર, કેશોદ અને મહુવા સહિતના કેટલાક રાજ્યો નું તાપમાન વસ્તુ નોંધાયું છે.

આ તમામ શહેરોનું તાપમાન ગઈકાલે 21 ડિગ્રીથી વધુ નોંધાયું હતું ગુજરાત રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા છે પરંતુ ત્યાં પણ તાપમાન ગઈકાલે 19 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. જે દર્શાવે છે કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યું છે. ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આવનારા ૨૪ કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું જોવા મળી શકે છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ રહી છે. ગુજરાત ના ઘણા જિલ્લામાં હવામાન પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે.આ ઉપરાંત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. 48 કલાક બાદ ધીમે ધીમે વરસાદનું પ્રમાણ કચ્ચે તે પણ શક્યતા રહેલી છે. આ ઉપરાંત નવેમ્બર મહિનાના અંતના દિવસોમાં બંગાળની ખાડી પર હવાનું દબાણ વધવાને કારણે આ વર્ષે શિયાળામાં ખૂબ જ વધુ પ્રમાણમાં ઠંડી અનુભવ પાસે તેવી આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના લગભગ 65 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં વરસ્યો છે. વલસાડમાં લગભગ ૨૪ કલાકમાં ૩.૫ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત પાલનપુરમાં ત્રણ વડગામમાં 2.5 ઇંચ તેમજ દાંતામાં પણ ૨.૫ ઈંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત સુરત શહેરમાં દોઢ ઇંચ તેમજ કાંકરેજ દિયોદર અને ધાનેરામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવું પડયું છે માર્કેટયાર્ડમાં પડેલો ખેડૂતોના તૈયાર પાક ને પણ નુકસાન થયું છે.

મિત્રો થોડાક દિવસો પહેલા ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેથી બે દિવસ પહેલાં રાજ્યના લગભગ 106 તાલુકામાં 1 mm થી લઈ ને 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ ઉપરાંત કમોસમી માવઠા અને વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે. વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીની અસર વર્તાય છે. જેથી અનેક શહેરોનું તાપમાન ઘટયુ છે. આ ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને પણ ઘણું નુકસાન થયું છે.

મિત્રો કપાસ તેમજ જીરુનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. તેમજ લણણી માટે તૈયાર એવા મગફળી સોયાબીન તેમજ ડાંગર સહિતના અન્ય કઠોળ પાકોને પણ ઘણું નુકસાન થયું છે. તેમજ માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવેલો તમામ પાક પલળી ગયો છે. આ ઉપરાંત કેટલાક માર્કેટયાર્ડ વરસાદના કારણે ટેકાના ભાવે મગફળી તેમજ અન્ય કેટલાક ભાગો ની ખરીદી બંધ કરી છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે હજુ પણ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા કેટલાક દિવસોમાં વરસાદી માવઠા પડી શકે છે તેમજ અરબી સમુદ્રના મધ્યમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં પણ પલટો થવાની સંભાવના છે.તેના કારણે ગુજરાત તરફ ભેજવાળા પવનો આગળ વધી રહ્યા છે તેથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ ઉદ્ભવ્યો છે. હવામાનની આગાહી પરિસ્થિતિને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

About bhai bhai

Check Also

‘બાળક સાથે ઓરલ સે@ક્સ એ બહુ ગંભીર ગુનો નથી’, High Court એ આરોપીઓની સજા ઘટાડી..વિવાદિત ફેંશલા થી જાણતા માં રોષ..

બાળકોની જાતીય સતામણી સાથે જોડાયેલા એક મામલામાં સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *