આ 5 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,જાણો

0
4089

પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે! હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ચોમાસાની શરૂઆત થશે. ગુજરાત રાજ્યમાં 20 થી લઈને 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત આગામી ચાર થી પાંચ દિવસ માટે સમગ્ર રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેથી કાળઝાળ ગરમીમાંથી પણ રાહત મળશે. આ સમાચાર સાંભળતા લોકોએ રાહતનો શ્વાસ લીધા છે.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, છેલ્લા ઘણા સમયથી તાપમાનનો પારો ખૂબ જ ઊંચે ચડ્યો હતો. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ બંધાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ આગામી ચાર દિવસ આવું જ વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. હાલ તો, પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ત્યારે વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

આગામી ચાર દિવસ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસું બેસી જશે. વાતાવરણમાં પલટો આવતા ગરમીનો પારો નીચે પણ ઉતાર્યો છે. ગુજરાતમાં ઘણા એવા શહેરો છે કે જ્યાં વરસાદી ઝાપટાએ આગમન કરી દીધો છે. ત્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને સુરત માં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત વાત કરીએ તો અમદાવાદ અને બનાસકાંઠાની તો અહી આજુબાજુના વિસ્તારમાં તો વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે અને વરસાદ પડવાનો માહોલ ઉભો થયો છે. હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. આ ઉપરાંત જણાવવામાં આવી રહ્યું છે કે, 25 તારીખ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આ દરમિયાન ઝડપી પવન ફૂંકાશે.

અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાણી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, 25 મે થી લઈને આગામી દિવસોમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ આજુબાજુના વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત થશે. ત્યારે બીજૂ બાજૂ કહેવામાં આવી રહ્યું છે કે, 15 જૂન થી 30 જૂન વચ્ચે ગુજરાત રાજ્યના મોટાભાગના તમામ વિસ્તારોમાં ચોમાસા એ પ્રવેશ કરી લીધો હશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.