રાજ્યમાં હવામાન ને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,આગામી દિવસોમાં વાતાવરણ…

0
1360

અંબાલાલ પટેલની ફરી એક વખત મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી બેથી ત્રણ દિવસમાં ગરમીમાં ઘટાડો થશે તેવી આગાહી કરી છે. ગુજરાતના અમદાવાદ સહિતના રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીમાં રાહત મળશે. તેઓએ વધુમાં જણાવ્યું કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્ર ના રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં ગરમીનો પારો નીચો આવશે.

સામાન્ય રીતે માર્ચ મહિના બાદ ઉનાળાની ગરમીમાં વધારો થતો હોય છે પરંતુ હોળી અને ધૂળેટીના તહેવાર બાદ ગરમીમાં ઘટાડો થાય છે.જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી 48 કલાકમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. તેવી સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ફરી એકવાર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ગરમીનો પારો સતત ઘટી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના રાજ્યો માં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવી સંભાવના દર્શાવી છે. અમદાવાદ શહેર માં 29.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને આગામી દિવસ હજુ પણ ગરમીમાં રાહત મળશે જેના કારણે સામાન્ય જનતાને ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાત રાજ્યમાં ભારે તાપમાનને લઈને હવામાનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાત રાજ્યના અમદાવાદ સહિતના રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીમાં રાહત મળશે તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

જ્યારે ગુજરાતમાં વાતાવરણ માં પલટો થશે તેવું જણાવવામાં આવ્યું છે અને વાતાવરણ વાદળછાયુ સર્જાવાનું મુખ્ય કારણ સમુદ્ર અને બંગાળનો ઉપસાગર માંથી ભેજ આવવાનું છે. જેના કારણે એક થી બે દિવસ ગરમીમાંથી છુટકારો મળે તેવો હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.