વરસાદની મજા માણવા થઈ જાવ તૈયાર,ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એકવાર કરી મોટી આગાહી

0
6495

ગુજરાત રાજ્યમાં ભારે ગરમી વચ્ચે હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને પવન ફૂંકાતો હોવાના કારણે હાલ ગરમીથી લોકોને થોડી ઘણી રાહત મળી છે ત્યારે છેલ્લા અઠવાડિયાના અંત થી અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક શહેરોમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાથે વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં થોડી રાહત મળતા લોકોએ થોડો હાશકારો અનુભવ્યો છે.

આપને જણાવી દઇએ કે આ વર્ષે 27 ની આસપાસ નૈઋત્ય ચોમાસાનું આગમન કેરળમાં થઈ શકે છે અને આમ તો સામાન્ય રીતે કેરળમાં વરસાદ અને પછી મુંબઈમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગ દ્વારા સારું ચોમાસું રહેશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ચોમાસાને લઈને આગાહી કરી છે અને તેમને જણાવ્યું છે કે રોહિણી નક્ષત્ર પરથી વરસાદ ની ખબર પડશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને 10 જૂન સુધીમાં મુંબઈમાં પણ ચોમાસાનું આગમન થઇ જશે. સુરત ની આસપાસ 15 જૂન સુધી ચોમાસાનું આગમન થશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો 20 જૂન સુધીમાં પડી શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદનું આગમન કેરળમાં વરસાદ આગમન ના પંદર વીસ દિવસ બાદ થતું હોય છે.

આ વર્ષે દેશમાં સારો વરસાદ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણમાં વરસાદના આગમનના ચાર પાંચ દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડશે અને ગુજરાતમાં જૂન મહિનાના પ્રારંભ પહેલાં જ આ વર્ષે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. હવામાન નિષ્ણાતો નું માનવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસાનું આગમન થોડું મોડું થઈ શકે છે.

ગરમી ની વાત કરવામાં આવે તો આજ રોજ તાપમાન 42-43 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે અને દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો પવન ફૂંકાવાની સાથે સાથે છાંટા પણ પડી શકે છે. જોકે તેમ છતાં પણ ઉકળાટ એટલો જ છે અને દિલ્હી અને એનસીઆરમાં સોમવારે સવારે અચાનક કાળા વાદળો છવાયા અને વરસાદી માહોલ બન્યો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.