રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી,જાણો ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ

0
301

હાલમાં આખા રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં શનિવાર અને રવિવારે યેલો એલર્ટ જાહેર કર્યું છે અને આ વચ્ચે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે.

ચોમાસાની શરૂઆતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે.ગરમીના અંત અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો જોવા મળશે અને 17 મે સુધી તે અનુભવાશે અને આ પછી પ્રી મોનસુન વહેલા શરૂ થતું અનુભવાશે અને 25 મે થી 8 જૂન વરસાદ સારો રહેશે.

20 એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જશે અને 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 46-47 ડિગ્રી સુધી પહોંચે છે જે બાદ ભારે વરસાદ અને આંધી સાથે તોફાનો જોવા મળશે. સ્કાયમેટ અનુસાર કહેવામાં આવ્યું છે કે 2022 નું ચોમાસુ સામાન્ય રહેશે અને ચાર મહિનામાં જ વરસાદ 98 ટકા ખાબકશે.

જૂન થી સપ્ટેમ્બર વચ્ચે ભારત ના 880.60 મીમી વરસાદ ખાબકશે અને દેશમાં સંપૂર્ણપણે 98 ટકા વરસાદ નોંધાવાની શક્યતા છે.આ અગાઉ અંબાલાલ પટેલે હોલિકાની જ્વાલા અને પવનની દિશાના આધારે ગરમી અને ચોમાસાની આગાહી કરી હતી જેમાં ચોમાસાની શરૂઆતમાં આંધીઓનું પ્રમાણે રહેશે અને વર્ષ દરમિયાન સમુદ્રમાં ભારે ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે તો બીજી તરફ આ વખતે ઉનાળો કાળઝાળ રહે તેવા એંધાણ છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસા અંગે IMD અનુસાર નેઋત્ય દિશા તરફથી આવતું ચોમાસુ સામાન્ય રહેશે અને પેસિફિક પ્રદેશમાં લા નીના ની ચિત્તી પ્રવર્તી રહી છે અને ચોમાસા દરમ્યાન લા નીના ની સ્થિતિ ચાલુ રહે તેવી સંભાવના છે. આપને જણાવી દઇએ કે લા નીના નો મતલબ ભારતમાં વધુ ઠંડી અને વરસાદ ની સંભાવના છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.