રાજ્યમાં વરસાદી માવઠા ને લઈને અંબાલાલ પટેલ ની મોટી આગાહી,જાન્યુઆરી ની આ તારીખ વચ્ચે…

0
43

હાલમાં રાજ્યભરમાં શિયાળાની ઠંડી નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એક વખત અંબાલાલ પટેલ દ્વારા વરસાદી માવઠા ને લઈને આગાહી કરવામાં આવી છે. ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલ ની આ આગાહી ના કારણે ખેડૂતો વધુ ચિંતિત બની ગયા છે.

હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવશે જેના મુજબ અંબાલાલ પટેલે મહત્વની જાહેરાત કરી છે.હાલમાં જ 20 થી 22 જાન્યુઆરી ની વચ્ચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ઠંડી નો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી શક્યતા છે.

હવામાન ની વિપરીત અસર ના કારણે રાજ્યમાં માવઠું થવાની સંભાવના છે.ખાસ કરીને ખેડૂતો માં વધારે ચિંતા રહેશે કારણ કે ખાસ કરીને શાકભાજીના પાકોમાં નુકસાન થવાની વધારે ભીતિ છે.કૃષિ પાકોમાં પાક સરક્ષણ માટે ખાસ પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ ચેતવણી આપી છે. કપાસના પાકોમાં પણ નુકસાન થવાની શક્યતા છે. કેટલાક પાકો કોકડવા જવાની ભીતિ છે જ્યારે પહોળા પાન વાળા પાકમાં હિમની અસર થવાની શકયતા પણ જોવાઇ રહી છે.

આગામી 20 થી 25 જાન્યુઆરી દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ચેક રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે અને કરા પડવાની સંભાવના છે.આ જ કારણે ગુજરાત નું પણ હવામાન પલટાઈ શકે છે ત્યારે ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાનો વિષય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સૂચનોનું પાલન કરવું જરૂરી છે.