વાવાઝોડા ના સમાચાર વચ્ચે શું મોદી સરકારે 27 માર્ચે ભારત બંધની કરી જાહેરાત? જાણો વિગતે

0
280

શું ખરેખર મોદી સરકારે 27 માર્ચ સુધી ભારત બંધની જાહેરાત કરી છે? જો હા, તો શા માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે? શું ફરી એકવાર શાળા કોલેજોને તાળા બંધી કરવામાં આવશે?હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે કે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે એકવાર ફરીથી ભારત બંધ થશે. તમામ શાળા-કોલેજો અને ધંધા વ્યવસાય બંધ થશે.

હવે આ ન્યૂઝ ફેક છે કે રીઅલ તે ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારની ફેક ન્યુઝ લોકોનો વિશ્વાસ ઘટાડે છે. લોકોને માનવું મુશ્કેલ બની જાય છે કે કયા સમાચાર પર વિશ્વાસ કરવો અને કયા સમાચાર પાર ના કરવો… આ દરમ્યાન આ જે ભારત બંધનો મેસેજ વાયરલ થયો છે તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 21 માર્ચ થી 28 માર્ચ સુધી એમ 7 દિવસ માટે દેશભરમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

ત્યારે આ મેસેજ વાયરલ થતાં ની સાથે જ PIB ફેક્ટ ચેક ટીમ એ તપાસ હાથ ધરી છે અને સાચી માહિતી શેર કરી છે. આ ટીમે પોતાની ઓફિસિયલ એકાઉન્ટ પેટ ટ્વીટ કર્યું છે કે આ જે નકલી તસવીરો સોશિયલ મીડિયામાં શેર થઇ રહી છે તે તદ્દન ખોટી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 21 માર્ચથી આગામી 7 દિવસ માટે દેશભરમાં બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે તે હકીકતમાં ખોટો છે.

સરકાર દ્વારા કોઈ પણ એવો નિર્ણય લેવામાં આવ્યો નથી. તમામ શાળા કોલેજો અને ધંધા-વ્યવસાય રાબેતા મુજબ જ ચાલુ છે. ત્યારે જોવાનું હવે એ રહ્યું કે ક્યાં સુધી આ પ્રકારના ફેક ન્યુઝ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે… શું આ ન્યૂઝ ફેલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે.

જાણો! કઈ રીતે તમે આ પ્રકારની ફેક ન્યુઝ ની તપાસ કરાવી શકો છો. PIB ફેક્ટ ચેક ટીમ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફેક મેસેજ તેમજ તમામ ફેક માહિતી બહાર લાવવાનું કાર્ય કરે છે અને તેમનું ખંડન કરે છે. જો તમે પણ આ પ્રકારની ફેક ન્યુઝથી માહીતગાર છો અને તમારે તેને સત્ય કરાવવું હોય તો તમે પણ આ ટીમનો સંપર્ક કરી શકો છો.તેમનો સંપર્ક કરવા માટે તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in પર mail કરી શકો છો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.