આમા કેમ પીવું લીંબુ શરબત! ઉનાળાની ફૂલ ગરમી વચ્ચે લીંબુના ભાવ માં થયો મોટો વધારો,જાણો 1 કિલો લીંબુનો ભાવ

0
937

રાજ્યમાં ગરમીનો કહેર વધી રહ્યો છે અને દિવસે ને દિવસે તાપમાન વધી રહ્યું છે તો બીજી બાજુ મોંઘવારી પણ દિવસે ને દિવસે વધી રહી છે. પેટ્રોલ ડીઝલ અને સીએનજી સહિત શાકભાજી અને ફળ, કઠોળ અને તેલ સહિતના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ગરમી મા ફરી ઍકવાર ગૃહિણીઓનું ટેન્શન વધારી દે તેવા સમાચાર આવ્યા છે.

ઉનાળામાં રોજિંદી જરૂરિયાત જણાતા લીંબુના ભાવ મા ફરી ઍકવાર મોટો વધારો થઈ રહ્યો છે તો તેની સાથે સાથે મરચાના ભાવમાં પણ મોટો વધારો થયો છે. મોંઘવારીથી પીડાથી જનતા પર મોંઘવારીનો વધુ માર પડ્યો છે અને ઉનાળાની શરૂઆત થતાં શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

ઉનાળાની શરૂઆત પહેલા લીંબુના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે અને હવે તો 300 રૂપિયા કિલો લીંબુ ના ભાવ નોંધાયા છે અને અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ વધતા મોંઘવારીની મોટી અસર જનતા પર પડી છે.

મોટાભાગના શાકભાજી પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે જ્યારે મરચાં પણ 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છીએ અને આપણને લાગી રહ્યું છે કે જાણે લીંબુ અને મરચાં એ કોને જાણે કોની નજર લાગી છે કે દિવસે ને દિવસે ભાવમાં વધારો થઈ રહ્યો છે.

લોકો ગરમીથી રાહત મેળવવા વિટામિન સીથી ભરપૂર એવા લીંબુનો ઉપયોગ કરે છે અને લીંબુ શરબત ઉપરાંત હાલમાં શેરડીના રસમાં પણ લીંબુનો ઉપયોગ થાય છે. લોકો ડિહાઇડ્રેશન નો ભોગ ન બને તેના માટે લીંબુનું શરબત પીતા હોય છે ત્યારે આ વખતે તો લીંબુનાં સામાન્ય જનતાને પોસાય તેમ નથી.હવે આટલો બધો ભાવ થતા તમે જ કહો આમાં લીંબુ શરબત કેમ પીવું અને બજાર માં 1 નંગ લીંબુ ના 15 રૂપિયા પણ લઇ રહા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.