Breaking News

અનેક દીકરીઓનાં પાલક પિતા એવા મહેશ સવાણીએ વધુ એકવાર માનવતાં ની મિશાલ પાડી, એસિડ એટેક પીડિતાના પુનઃલગ્ન કરાવ્યા, જુઓ તસવીરો……

નમસ્કાર મિત્રો આપણે સૌ મહેશ સવાણી ને તો જાણીએ જ છીએ અનેક દીકરીઓ ના પાલક પિતા એટલે મહેશ સાવાણી વધુ એકવાર મહેશ ભાઈએ માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ સમગ્ર કિસ્સો હિંમતનગર નો હતો.હિંમતનગરના સાસરિયાના એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાના મહેશ સવાણીએ પુનઃલગ્ન કરાવ્યા હતા.સવાણી પરિવાર દ્વારા એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને પુનઃ સાસરે વળાવવામાં આવી હતી. મહિલા પર તેના પતિ અને સાસરિયાએ એસિડ હુમલો કર્યો હતો. તેની આંખ અને ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. ઈજાને કારણે આંખ અને ચહેરા પર ગંભીર ક્ષતિ થઈ હતી.

જયશ્રીબેનના પિતા વોચમેન તરીકે નોકરી કરતા હતા. પિતાએ પુત્રી જયશ્રીબેન અને પુત્રના લગ્ન સામસામે કરાવ્યા હતા. લગ્ન બાગ તેને સંતાનમાં એક પુત્ર હતો. જયશ્રીના પતિએ લગ્નના થોડા સમય બાદ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હતી. વિધવા બનેલી જયશ્રીબેન પર પરિવારની તમામ જવાબદારી આવી પડી હતી.તેના ભાઈ અને ભાભીના લગ્નજીવનમાં પણ ભંગાણ સર્જાયું હતું. તેથી ભાઈ અને પિતાએ તેને તરછોડી દીધી હતી.તેણે પુત્રના અને પોતાના જીવનનિર્વાહ માટે મજબૂરીમાં બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નજીવનમાં તેને બીજો પુત્ર અવતર્યો હતો. પતિને દારૂ પીવાની કૂટેવ હતી. તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

તેથી માનસિક રીતે પડી ભાંગી હતી. તે પિતાનો પ્રેમ ઝંખતી હોવાથી પીપી સવાણી પરિવારના મોભી અને અનેક દીકરીઓનાં પાલક પિતા મહેશ સવાણીનો વોટ્સએપ મારફતે સંપર્ક કર્યોહતો. બે વર્ષ સુધી મહેશભાઈ સાથે સંપર્કમાં રહીને પિતાની છત્રછાયા મેળવી હતી.ત્યારે અચાનક એકવાર રાત્રે મહેશભાઈને કોલ કર્યો હતો.તેણે જણાવ્યું હતું કે, સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવે છે. પતિ અને સાસુએ એસિડ એટેક કર્યો છે. તેના આંખ અને ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. તેના પ્રથમ પુત્રને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યોહતો. તેણે મહેશભાઈ પાસે પિતા તરીકેની મદદ માગી હતી. મહેશે અંગત મિત્ર રાજુ પંચાલનો હિંમતનગરમાં સંપર્ક કરીને તાત્કાલિક જયશ્રીબેન તથા તેના પુત્રને છૂટકારો અપાવ્યો હતો.

અને 17 ઓક્ટોબર 2020ના રોજ વરાછામાં મંદિરમાં જયશ્રીબેન અને દીપકનાં લગ્ન કરાવ્યા હતા.ત્યારે અચાનક એકવાર રાત્રે મહેશભાઈને કોલ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવે છે. પતિ અને સાસુએ એસિડ એટેક કર્યો છે.તેના આંખ અને ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. તેના પ્રથમ પુત્રને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યોહતો. તેણે મહેશભાઈ પાસે પિતા તરીકેની મદદ માગી હતી. મહેશે અંગત મિત્ર રાજુ પંચાલનો હિંમતનગરમાં સંપર્ક કરીને તાત્કાલિક જયશ્રીબેન તથા તેના પુત્રને છૂટકારો અપાવ્યો હતો.અને 17 ઓક્ટોબર 2020ના રોજ વરાછામાં મંદિરમાં જયશ્રીબેન અને દીપકનાં લગ્ન કરાવ્યા હતા.

મહેશભાઈ વિશે આપણે વિસ્તારમાં જાણીએ તો મહેશભાઇભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં આવ્યા હતા. સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી.

આજે ડાયમંડ, એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી પી સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે.આશરે 2500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ ગ્રુપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે.મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે. એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા.

આ ઉપરાંત મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.પી.પી. સવાણી ગ્રુપ રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે શહેરમાં ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ મીડિયમની શાળાઓ ચલાવે છે.આ ઉપરાંત પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગરીબ દર્દીઓ માટે નજીવા દરે હાર્ટ સર્જરીની સુવિધા વિકસાવી છે.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *