Breaking News

અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે વડ,એના ફાયદા વાંચીને ચોકી જશો,જાણી લો કામ ની માહિતી, વાંચીને શેર જરૂર કરજો….

આ વૃક્ષ ના પાન ના ગુણધર્મો જાણી ને તમે પણ હેરાન થઈ જશો તેના અનેક રામબાણ ઈલાજ છે…નમસ્કાર દર્શક મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ની પોસ્ટ માં આપણે જેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે જાણી ને તમે પણ દંગ રહી જશો તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ. દોસ્તો અતિ વિશાળ, વિસ્તૃત અને સ્થિર. આટલા શબ્દો વડનાં વર્ણન માટે પૂરતા છે. ગુજરાતમાં નર્મદાનાં મૂખ પાસે કબીરવડ નામનું અતિશય મોટું એક વડનું વૃક્ષ છે.આ વૃક્ષ જેમણે જોયું હશે તેમને ઉપર્યુક્ત શબ્દો પણ કદાચ નાના લાગશે. આ કબીરવડને સાડા ત્રણસો થી પણ અધિક વડવાઈઓ છે અને હજું પણ નવી ફૂટતી જાય છે. દૂરથી તેને જોઈએ તો એક મોટું અરણ્ય હોય તેવો ભાસ થાય છે. હિંદુ ધર્મમાં પીપળાની જેમ વડનાં વૃક્ષને પણ બહુ પૂજનિય અને પવિત્ર માનવામાં આવે છે. આ વખતે આયર્વેદ ની દ્દષ્ટિએ તેનાં ગુણકર્મો અને ઉપયોગી વિષે જાણીએ.

આપણે ત્યાં વડનાં વૃક્ષો બધે જ થાય છે. દર વર્ષે તેને નવી વડવાઈઓ ફૂટી તે જમીનમાં જઈ તેને મૂળ ફૂટે છે અને એ રીતે તેનો વિસ્તાર વધતો જાય છે. વડની કોમળ વડવાઈઓ, કોમળ પાન, છાલ, દૂધ,મૂળ, શુંગ વગેરે અંગો ઔષધ તરીકે ઉપયોગી છે.આયુર્વેદ પ્રમાણે વડ તૂરો,મધુર, શીતળ, પચવામાં ભારે, રંગને સુધારનાર, કફ-પિત્તશામક, આંતરડાને સંકોચનાર, રક્ત શુદ્ધિકર, પીડાશામક, ગર્ભસ્થાપન, આંખો માટે હિતકારી અને બળતરા મટાડનાર છે.

આ વૃક્ષ ના પાન કફ,પિત્ત અને રક્તનાં રોગો, ઝાડા, ઊલટી, જખમ, સોજો, તાવ, રક્તસ્રાવ વગેરેને મટાડનાર છે. વડની છાલ તૂરી, ઠંડી, પૌષ્ટિક, બળતરા અને કફનો નાશ કરનાર, ફ્રેક્ચરને જોડનાર અને પ્રદર રોગને મટાડનાર છે. વડનાં ફળ મધુર, તૂરા, શીતળ અને સ્તંભક છે.રસાયણિક દ્દષ્ટિએ વડની છાલ અને શુંગમાં ૧૦% સુધી ટેનિન રહેલું હોય છે.

વડની છાલ તથા કોમળ વડવાઈઓમાં શરીરનાં આંતરીક ભાગમાંથી થતાં રક્તસ્રાવને અટકાવવાનો ગુણ છે. જેમને ઝાડા કે મૂત્રમાં લોહી આવતું હોય તેમનાં માટે વડ આશીર્વાદ સમાન વૃક્ષ છે. વડની થોડી કોમળ વડવાઈઓને ચોખાનાં ધોવાણમાં વાટી, સાકર મેળવીને પીવાથી રક્તતિસાર-ઝાડામાં લોહી પડતું હોય તે મટે છે. મૂત્રમાં લોહી આવતું હોય તો પણ આ ઉપચાર સારું પરિણામ આપે છે. વડ અને કડાની છાલ રક્તાતિસાર- અલ્સરેટિવ કોલાઈટીસનાં બે ઉત્તમ ઔષધો છે.

આયુર્વેદ પ્રમાણે વડનાં શુંગ ગર્ભસ્થાપક છે.વડનાં પાન શરૂઆતમાં કળીની જેમ વીંટળાઈને રહેલા હોય છે. જેને સંસ્કૃતમાં ‘શુંગ કહે છે.) વડનાં શુંગ વાટીને રોજ ગાયનાં દૂધ સાથે લેવાથી ગર્ભ રહે છે.પુષ્ય નક્ષત્ર સમયે આ ઉપચાર કરવો વધારે હિતકારી છે. અથવા તો પુષ્ય નક્ષત્રમાં શુંગને તોડી લાવવા. શુંગને વાટીને તેનું ચૂર્ણ કરી શકાય. અડદી ચમચી જેટલું આ ચૂર્ણ માસિકનાં પ્રથમ દિવસથી દૂધ સાથે લેવું. વડનાં શુંગ ખૂબ જ શક્તિશાળી ઔષધ છે. ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાડ થતી હોય તેમણે આ શુંગનું સેવન કરવું. જરૂર લાભ થશે.

ગાંઠ રસોલી વગેરેને આયુર્વેદમાં અધ્યબુર્દ તથા હાડકું વધ્યું હોય તેને અધ્યસ્થિ કહે છે. આ બંને રોગમાં વડનું દૂધ ઉત્તમ પરિણામ આપે છે. હાડકું વધતું હોય અથવા રસોળી વધતી હોય તો તેનાં પર વડનું દૂધ, કઠ ઉપલેટ અને સિંધવનો લેપ કરી, ઉપર વડની છાલનો ટૂકડો મૂકી પાટો બાંધી દેવો. સાત દિવસમાં જ ફરક જણાશે. આ ઉપચાર આયુર્વેદનાં વિદ્ધાન બંગસેને સૂચવ્યો છે.

ચહેરા પર કાળા ડાઘ પડી જાય તેને આયુર્વેદમાં ‘વ્યંગ’ રોગ કહે છે. આ રોગમાં વડનાં શુંગ ઉત્તમ પરિણામ આપે છે. વડનાં શુંગ અને મસૂરની દાળ બંનેને વાટીને તેનો રોજ રાત્રે ચહેરા પર લેપ કરવો. પંદર મિનિટ લેપ રહેવા દઈ પછી ચહેરો ધોઈ લેવો. આ પ્રમાણે એક પખવાડીયું ઉપચાર કરવાથી ચહેરાનાં કાળા ડાઘ દૂર થાય છે અને ચહેરાની કાંતિ વધે છે.

વડની કૂંપળો ચેહરાની ક્રાંતિ વધારવાનું કામ કરે છે.વડ ના જડ માં એંટીઓક્સીડેંટ જોવા મળે છે.તેની તાજી જડને કચડીને ચેહરા પર લગાવો. કરચલીઓ ઓછી થઈ જશે.તેના પાનને તવા પર સેકીને સહન કરી શકો એટલા ગરમ પાન ફોલ્લીઓ પર બાંધવાથી લાભ થાય છે.તેના પાનનો લેપ બનાવીને મધ અને ખાંડ સાથે લેવાથી નકસીર નાકની ફોલ્લી ની સમસ્યામાં આરામ મળે છે.વડના બીજને વાટીને પીવાથી ઉલ્ટી થવાની સમસ્યા દૂર થાય છે.

જે દાંતમાં સડન લાગી ગઈ હોય ત્યા તેના દૂધમાં પલાળેલુ રૂનો ફુવો મુકવાથી લાભ થાય છે. લગભગ 10 ગ્રામ વડની છાલ, કાથો અને 2 ગ્રામ કાળા મરી ઝીણા વાટીને પાવડર બનાવી લો. આ મંજન કરવાથ્જી દાંત હલવા, દાંતની સડન, દુર્ગંધ દૂર થાય છે. વડનુ દૂધ, ખાંડની સાથે લેવાથી બવાસીરમાં લાભ થાય છે. વડના તાજા કોમળ પાનનો પાવડર બનાવીને ખાવાથી માનસિક ક્ષમતા મજબૂત થાય છે. કહેવાય છે કે વડ વૃક્ષ મતલબ વડના પાનને પાણીમાં વાટીને તેનો રસ કાઢીને વાળમાં લગાવવાથી જતા રહેલા વાળ પરત આવી શકે છે. વાળને મુલાયમ બનાવવા હોય તો આ રસમાં દહી મિક્સ કરીને વાળમાં લગાવો.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *