રશિયા અને યુક્રેનના યુદ્ધમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ,આ નવયુવાને યુક્રેન ની હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ

0
43

રશિયા યૂક્રેન ના યુદ્ધ વચ્ચે બુધવારના રોજ એક માઠા સમાચાર સામે આવ્યા હતા. યુક્રેનમાં વધુ એક વિદ્યાર્થીનું મોત થયું છે. મળતી માહિતી મુજબ પંજાબ નો રહેવાસી આ વિદ્યાર્થી હતો અને હજી સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વિદ્યાર્થીનું મોત કેવી રીતે થયું. વિદ્યાર્થીને થોડો સમય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

યુક્રેન ના યુદ્ધ વખતે પંજાબના બરનાલા ના વિદ્યાર્થી ચંદન જિંદાલ નું મોત થયું હતું.2 ફેબ્રુઆરીની રાત્રે ચંદનને બ્રેઈન હેમરાજ અને હાર્ટ એટેક આવ્યા બાદ કોમામાં જતો રહ્યો હતો. અને તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પરિવાર ભારત સરકાર પાસે તેમના મૃતદેહને ભારત લાવવાની માંગ કરી છે.

બરનાલા ની સરકારી હોસ્પિટલના ફાર્માસિસ્ટ શીશન જિંદાલ નો પુત્ર ચંદન 2018 માં એમબીબીએસનો અભ્યાસ કરવા યુક્રેન ગયો હતો. ચંદન ત્યાં વિનિસ્તિયા શહેર માં આવેલી નેશનલ પાયરોગોવ મેમેરિયલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો.2 ફેબ્રુઆરીની રાત્રે અચાનક હાર્ટ-એટેક અને બ્રેન એટેક આવતા તેમણે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

ડોક્ટર 4 ફેબ્રુઆરી ને રોજ ઓપરેશન કર્યું હતું પરંતુ તે કોમામાં ચાલ્યા ગયા અને બુધવારે હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.થોડાક દિવસ પહેલા જ તેના પિતા શિશન અને તાયા કૃષ્ણકુમાર પુત્ર ચંદન ની સંભાળ લેવા ગયા હતા. બે દિવસ પછી આ યુદ્ધ શરૂ થયું તેનું કારણ કે ત્યાં જ અટકી ગયા.

તાયા કૃષ્ણકુમાર બે દિવસ પહેલા તેમના વતન બરનાલા પરત ફર્યા હતા. ચંદન ના પિતા ત્યાં ફસાયેલા છે અને પુત્રના મૃત્યુ બાદ પિતાની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. આ સમાચાર સાંભળીને માતા કિરણ અને પરિવારના અન્ય સભ્યો ની હાલત ખરાબ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.