રાજ્યની માર્કેટયાર્ડમાં જીરુંના ભાવ આસમાની સપાટીએ,એકસાથે જીરુંના ભાવમાં થયો જંગી ઉછાળો,જાણો નવા ભાવ

0
143

જીરુંનું વાવેતર ખૂબ જ સારા એવા પ્રમાણમાં થયું હતું પરંતુ કમોસમી માવઠાને કારણે જીરું ના પાક ને ઘણું મોટું નુકસાન થયું હતું. જેથી ખેડૂતોને તેની ભરપાઈ કરવા માટે યોગ્ય પોષણ ભાવ ની જરૂર હતી પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પાક ની ખરીદીના કારણે ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રની અમરેલી માર્કેટ યાર્ડ માં જણસીના ભાવ ખેડૂતોને ખૂબ જ સારા એવા મળી રહ્યા હતા. એમાં ચણાના મગફળીના અને મેથી ના ભાવ લગભગ સરખા હતા પરંતુ ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે અને વાવેતર 45 ટકા વધુ છે. તેમાં ધાણા ના ભાવ ગયા વર્ષ કરતા 64 ટકા અને જીરુંના ભાવ 60 ટકા ઉંચા બોલાયા હતા.

સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં જીરુંના ભાવ ઊંચા બોલાયા હતા.જીરુ ના ઉંઝા માર્કેટ યાર્ડ માં ભાવ 2600 થી 4700 ભાવ મળ્યા હતા. આ વર્ષે જીરૂ ના ભાવ 1520 થી 4970 સીઝનની શરૂઆતમાં ચૂકવતા હતા પરંતુ અત્યારે ભાવ 60 ટકા વધુ જોવા મળી રહ્યો છે. જીરુંના પાકને માવઠાથી માઠી અસરને કારણે જીરૂ ના ભાવ

સરેરાશ 2300 ગયા વર્ષે જોવા મળતા હતા પરંતુ આજે જીરુંના ભાવ 3250 થી લઈને 4150 એટલે કે સરેરાશ 3700 ના ભાવે વેચાઇ રહ્યા છે.ગયા વર્ષે ભાવ ખૂબ જ ઓછા બોલાયા હતા પરંતુ આ વર્ષે ભાવ ખૂબ જ સારા એવા જોવા મળી રહ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આપણે જણાવી દઈએ કે ઉપરોક્ત જણાવેલ ભાવ કવીન્ટલ દીઠ પ્રમાણે છે.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કપાસનો ભાવ 1412 થી 2500 બોલાઇ રહો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.