Breaking News

અત્યારે જ કાંડા પર બાંધીલો આ દોરો,ખુલી જશે બંધ કિસ્મત ના દરવાજા …….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે પૂજામાં બાંધવા માં આવતી નાડાછડી વિશે જાણીશું, નાડાછડીનો શાબ્દિક અર્થ સૌથી ઉપર છે. નાડાછડીનો અર્થ માથા સાથે પણ જોડાયેલો છે. નાડાછડીને કાંડા પર બાંધવાને કારણે તેને કલાવા પણ કહેવામાં આવે છે. થોડાં ગ્રંથોમાં તેનું વૈદિક નામ ઉપર મણિબંધ પણ જણાવવામાં આવે છે. નાડાછડીના પ્રકાર પણ છે.હિંદુ ધર્મમાં પૂજા અને અનુષ્ઠાન શરૂ કરતાં પહેલાં તિલક લગાવીને નાડાછડી બાંધવાની પરંપરા છે. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. નાડાછડી એટલે કે સૂતરનો લાલ દોરો જેને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. તેને મંત્રો સાથે કાંડા ઉપર બાંધવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. વારાણસીના આયુર્વેદ હોસ્પિટલના અધિકારી વૈદ્ય પ્રશાંત મિશ્રાના જણાવ્યાં પ્રમાણે નાડાછડી બાંધવાથી શરીરના દોષ ઉપર નિયંત્રણ રહે છે.

ધર્મ શાસ્ત્રોના જાણકાર કાશીના પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે નાડાછડી બાંધવાની પ્રથા ત્યારથી ચાલી રહી છે, જ્યારે સૌથી પહેલાં ઇન્દ્રાણીએ ઇન્દ્રને પછી દાનવીર રાજા બલિના અમરત્વ માટે વામન ભગવાને તેમના કાંડા ઉપર રક્ષા સૂત્ર બાંધ્યું હતું. એટલે જ કાંડા ઉપર દોરો બાંધતી વખતે તેની સાથે જોડાયેલો રાજા બલિનો મંત્ર પણ બોલવામાં આપે છે. વેદોમાં પણ રક્ષાસૂત્ર બાંધવાનું વિધાન છે.

શંકર ભગવાનના માથા ઉપર ચંદ્ર વિરાજમાન છે એટલે તેને ચંદ્રમૌલી પણ કહેવામાં આવે છે. નાડાછડી કાચા દોરા એટલે સૂતરમાંથી બનાવવામાં આવે છે. જેમાં ત્રણ રંગના દોરા હોય છે. લાલ, પીળો અને લીલો. પરંતુ ક્યારેક આ 5 દોરાની પણ બને છે. જેમાં વાદળી અને સફેદ પણ હોય છે. નાડાછડીના 3 દોરા ત્રિદેવો માટે અને 5 દોરા પંચદેવોનું પ્રતિક છે.કોઈપણ પૂજા હોય કે પછી કોઈ ધાર્મિક કાર્ય હોય પણ ભૂદેવ દ્વારા આપણા કાંડા પર એક લાલ-પીળો દોરો વીટવામાં આવે છે. જેને આપળે નાડાછડી તરીકે ઓળખીએ છીએ. આ લાલ દોરો કેવળ ધાર્મિક આસ્થા સાથેજ નહિ પણ આપડા સ્વાસ્થય માટે પણ લાભકારી છે. તો આજે જાણો કે આ લાલ-પીળા દોરા બાંધવાના પાછળ નુ કારણ

ડોક્ટર આપડા હાથ પર જ્યાં તપાસે છે એજ જગ્યા પર બાંધવામાં આવે છે નાડાછડી, અને તે પણ રગ જોઈ ને બીમારીનુ તપાસ ત્યાજ કરે છે. નાડાછડી બંધાતા સમયે આપણા હાથનાં કાંડામાં જ્યા દબાણ થાય છે ત્યાજ લાલ દોરો બાંધવામાં આવે છે. તેનાથી વાત, પિત્ત અને કફ નિયંત્રણ માં રહે છે.ધાર્મિક માન્યતાયો મુજબ નાડાછડીનો સીધો સંબંધ ત્રીદેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને ત્રણેય મહાશક્તીયો એટલે કે માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં પાર્વતી સાથે જોડવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે એમની કૃપાદ્રષ્ટિ સદાય માટે રહે છે.

ભગવાન બ્રહ્મા ના આશીર્વાદ થી કીર્તિ, ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ થી બળ અને ભગવાન શંકર ના આશીર્વાદ થી સદગુણો નો સંચાર થાય છે. એજ પ્રમાણે માં સરસ્વતી ના આશીર્વાદ થી સદબુદ્ધી, માં લક્ષ્મી ના આશીર્વાદ થી ધન-ધાન્ય એશ્વર્ય અને માં દુર્ગે સ્વરૂપ પાર્વતી ના આશીર્વાદ થી બળ શક્તિ મળે છે.આપણા શરીર ની તમામ રુધિર વાહીનીયો હસ્ત થી થઇ ને કાંડા પાસે થી પસાર થાય છે જેથી કેરીને બાંધવા માં આવેલ નાડાછડી તે બધી રુધિર વહીનીયો ને નિયત્રણ માં રાખે છે તેમજ તેનાથી ગરમી, પિત્ત અને કફ જેવાં હાની પોચાવનાર પ્રશ્નો ને નિયંત્રણ કરી શકાય છે. બી.પી, હૃદયરોગ થી લગતી બીમારીઓ , મધુ-પ્રમેહ અને લકવા જેવી જોખમી બીમારીઓનું જોખમ પણ ટળે છે.

એવી પણ એક ધાર્મિક માન્યતા હોવાનું સુચન છે કે નાડાછડીને રક્ષા સૂત્ર સિવાય મૌલી પણ કહેવામાં આવે છે અને તેમાં ભગવાન અદૃશ્ય રીતે બિરાજતા હોય છે.પુરુષો અને અપરણિત યુવતીઓને જમણા હાથમાં અને પરણિત મહિલાઓને ડાબા હાથમાં નાડાછડી બાંધવામાં આવે છે. નાડાછડી બંધાવતી વખતે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઇએ તેમજ બીજો હાથ માથા પર હોવો જોઇએ. નાડાછડીને પાંચ અથવા સાત રાઉન્ડ ઘુમાવીને બાંધવું જોઇએ. મતલબ કે એકી સંખ્યાના તારથી નાડાછડી બાંધવી જોઈએ.

મંગળવારે અને શનિવારે જૂની નાડાછડી ઉતારીને નવી નાડાછડી બાંધવી જોઇએ. એક પૂજા કાર્ય કે સંકલ્પ કર્યા પછી તેને તરત જ ઉતારી દેવી જોઈએ કેટલાક લોકો નાડાછડી જુની થઈ જાય ઘસાઈ જાય ત્યાં સુધી પહેરી રાખે છે આવું કરવું ન જોઈએ. જૂની નાડાછડીને ફેંકવી ન જોઇએ, તેને પીપળના વૃક્ષ નીચે મુકી દેવી જોઇએ.આર્થિક સમસ્યાઓ દૂર થાય એવું માનવામાં આવે છે કે નાડાછડીમાં દેવી-દેવતાનું રૂપ હોય છે. નાડાછડીનો દોરો કાચા સૂતરમાંથી તૈયાર કરવામાં આવે છે. તે પીળા, સફેદ, લાલ અને નારંગી રંગનું હોય છે. તેને કાંડા પર બાંધવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

પવિત્ર દોરો શાસ્ત્રોના જણાવ્યા અનુસાર, નાડાછડીનો રંગ અને તેનો એક એક દોરો મનુષ્યને શક્તિ પ્રદાન કરે છે. ન માત્ર તેને બાંધવાથી, પરંતુ તેને સજાવટની વસ્તુઓની વચ્ચે ઘરમાં રાખવીથી બરકત પણ આવે છે અને પોઝિટીવિટી પણ આવે છે.નાડાછડી બાંધવાના નિયમ:- શાસ્ત્રો પ્રમાણે પુરૂષો અને મહિલાઓના જમણાં હાથમાં જ રક્ષાસૂત્ર બાંધવું જોઇએ. નાડાછડી બાંધતી વખતે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઇએ. આ સૂત્રને માત્ર 3 વાર લપેટવું જોઇએ. વૈદિક વિધિથી જ તેને બાંધવું જોઇએ. દર વર્ષે સંક્રાંતિના દિવસે, યજ્ઞની શરૂઆતમાં, કોઇ વિચારેલું કામ કરતાં પહેલાં, માંગલિક કામ, લગ્ન અને હિંદુ સંસ્કારો દરમિયાન નાડાછડી બાંધવામાં આવે છે.

આયુર્વેદમાં કાંડા ઉપર નાડાછડી બાંધવાનું મહત્ત્વ:- સુશ્રુત સંહિતામાં જણાવવામાં આવ્યું છે કે, માથાની વચ્ચેનો ભાગ અને ગુપ્ત સ્થાનનો અલગ ભાગ મણિ કહેવાય છે. ત્યાં જ કાંડાને મણિબંધ કહેવામાં આવે છે. આ અંગે વેદ્ય પ્રશાંત મિશ્રના જણાવ્યા પ્રમાણે માનસિક વિકૃતિ અને યૂરિનને લગતી બીમારીઓથી બચવા માટે મણિબંધ એટલે કાંડાના ભાગને બાંધવામાં આવે છે. આચાર્ય સુશ્રુતે પોતાના ગ્રંથમાં મર્મ ચિકિત્સામાં કાંડાને શરીરનું મર્મ સ્થાન જણાવ્યું છે. એટલે કાંડાથી શરૂરની ક્રિયાઓને નિયંત્રિત કરવામાં આવી શકે છે. તેના અંગે વૈદ્ય મિશ્રના જણાવ્યા પ્રમાણે ગભરામણ થાય ત્યારે એક હાથના કાંડા ઉપર બીજા હાથની હથેળીને ગોળ-ગોળ ફેરવવી જોઇએ. તેનાથી રાહત મળે છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *