Breaking News

અત્યારે જ કરીલો દેશી ઘરેલું ઉપાય ક્યારેય ઘરમાં નહીં આવે ગરોળી,જાણીલો ફટાફટ…….

તમે જોયું જ હશે એવા ઘણા જીવજંતુઓ ઘર માં ફરતા  રહે છે. અને ઘર માં ગંદકી ફેલાવતા રહે છે. જેના લીધે બીમારીઓ પણ ફેલાય છે. આ જીવજંતુઓ માં એક છે ગરોળી. ગરોળી ઘર ના ચારે બાજુ ફરતી રહે છે. તે ઘર માં હોય તો જરા પણ મજા નથી આવતી અને તેને કાઢવા માટે લોકો સતત પ્રયાસ કરતા હોય છે.

વરસાદી માહોલમાં ઉડતા જીવજંતુને ખાવા માટે ઘરની એક દિવાલથી બીજી દિવાલમાં ગરોળીને દોડતી જોઇ હશે. ઘરની દિવાલ પર ગરોળી અહીંથી ત્યા ફરતી રહે છે અને તમને પરેશાન કરે છે. ગરોળી એક એક એવુ જંતુ છે જે સામાન્ય રીતે દરેક ઘરોમાં દેખાય છે અને આ વિસર્પી પ્રાણીઓની શ્રેણીમાં આવે છે અને તેઓ મોટે ભાગે ખાલી અને અંધારાવાળી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે અને આપણે સામાન્ય રીતે આપણા ઘરની દિવાલો પર ગરોળી રખડતા જોયા છે. ઘરમાં જોવા મળતી ગરોળીને ગૈકો ગરોળી કહેવામાં આવે છે અનેઆ ગરોળી નાના જંતુઓ ખાય છે.તેમ છતાં ગરોળીનો ડંખ અને તેના કરડવાથી કોઈ ગંભીર નુકસાન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને ઘણા લોકો ઘણીવાર તેનાથી ડરતા હોય છે પરંતુ ગરોળી સામાન્ય રીતે માણસોને કરડતી નથી પરંતુ તેઓ પોતાને બચાવવા મોટે ભાગે ડંખ લગાવી શકે છે તેમજ મિત્રો ઘરમાં રહેલી ગરોળીમાં ઝેર હોતું નથી અથવા તેના કરડવાથી કોઈ ગંભીર સમસ્યા અથવા લક્ષણો નથી જો કે તેમના દાંતોના દબાવના કારણે ઘા પેદા કરી શકે છે.

આવી સ્થિતિમાં આ ઘરેલું ઉપાય તમારા દુશ્મનને બેઘર બનાવવામાં તમને મદદ કરી શકે છે ચાલો જાણીએ કે તે ઘરેલું ઉપાય શું છે.શું તમે જાણો છો કે ગરોળી તમારા ઘરમાં કેમ રહે છે? તે જાણો વિસ્તારથી :(૧) તમારા ઘરમાં નાના નાના પતંગીયા, જીવાણુ અને મકોડા ગરોળીને પોતાની તરફ આકર્ષિત કરે છે. તે નાના જીવજંતુઓ ગરોળી માટે સરળ ભોજન છે.

(૨) ઘરમાં સાફ સફાઈ ન હોવાને કારણે પણ ગરોળીના રહેવાનું કારણ મળે છે. કેમ કે જ્યાં સાફ સફાઈ નહી હોય ત્યાં કીડા, મકોડા તો આવશે જ. પ્રયત્ન કરો કે ઘરમાં ખૂણે ખૂણામાં સફાઈ કરો, જેમ કે અભરાઈની પાછળ, એસીની પાછળ, દરવાજાની પાછળ કે બીજી જગ્યાઓમાં જ્યાં અંધારું રહેતું હોય.

આ એક સૌથી સરળ રીત છે ગરોળીને ઘરમાંથી ભગાડવાની. ૫-૬ મોરના પીછા ને લઇને દીવાલ ઉપર ચોટાડી દો અને ગરોળી થોડા દિવસોમાં ગાયબ થઇ જશે. ગરોળીમાં સહજ જ્ઞાન હોય છે કે કેવી રીતે પોતાના દુશ્મન/ શિકારીઓથી બચવું. મોર ગરોળીને ખાય છે, તેથી ગરોળી મોરના પીછા જોઇને જ ભાગી જશે. જો તમને મોરના પીછા ન મળે તો કોઈ બીજા પીછાનો ઉપયોગ કરી શકો છો.

જ્યાં મોટાભાગે ગરોળી આવે છે ત્યાં ડુંગળી લટકાવી દો. ડુંગળીની ગંધથી ગરોળી ભાગશે.
ડુંગળી પણ એક અચૂક દવા જે કામ કરે છે ગરોળીને ભગાડવાનું. તમે બસ ડુંગળી લઇને ઘરના દરવાજા કે પછી જ્યાં ગરોળી વારંવાર જોવા મળે છે તે જગ્યાએ ટીંગાડી દો. ડુંગળીની તીખી સુગંધથી ગરોળી પોતે જ તેની રીતે જ ઘર છોડીને જતી રહેશે.

ભલે જ આપણને લસણ સારું લાગતું હોય પણ ગરોળી તેની ગંધથી દુર ભાગે છે. એક લસણ લઇ લો તેને ૫-૬ ભાગમાં વહેચી લો અને જ્યાં જ્યાં તમને હમેશા ગરોળી જોવા મળે છે તે જગ્યા ઉપર લટકાવી દો. થોડા દિવસોમાં ગરોળી પોતાની મેળે ભાગી જશે.આ સિવાય તમે ખાલી ઇંડાના શેલને થોડી ઉચાઇ પર રાખીને ગરોળીથી છૂટકારો મેળવી શકો છો તમને જણાવી દઈએ કે ગરોળી ઇંડાની ગંધથી દૂર ભાગી જાય છે.

ઘરના ખૂણા પર લાલ મરચું પાવડર છાંટવાથી ગરોળી ભાગી જાય છે. આ ગરોળીને દૂર કરવાની ખૂબ જ સારી રીત છે.લાલ મરચાની ગંધ ખુબ તીખી હોય છે અને તેને ગરોળી સહન કરી શકતી નથી. તમે મરચા સ્પ્રે બનાવીને જે જે જગ્યાએ ગરોળી જોવા મળે છે ત્યાં તેનો સ્પ્રે કરી લો. ૨ થી ૪ દિવસોમાં જ તે ભાગી જાય છે. પણ તેના માટે તમારે રોજ સ્પ્રે કરવો પડશે.મરીનો પાઉડર મિક્સ કરીને ઘરની દિવાલો પર છાંટવાથી ઘરમાં દેખાશે નહીં.

કોફી અને તમાકુ નો પાઉડર કરી લો અને પછી તેની ગોટીઓ બનાવી લો. પછી આ ગોટીઓ ને બાકસ ની સળી અથવા ટુથપીક પર લગાવી અને એવી જગ્યાઓ એ રાખી દો જ્યાં તમને ગરોળી આવવાની સંભાવના લાગે. આ મિશ્રણ ગરોળી માટે જાનલેવા હોય છે. માટે જયારે ગરોળી આ ખાઈ લેશે પછી તે મારી જશે અને પછી તમારે ગરોળી ના મૃત શરીર ને બહાર ફેકવાનું રહેશે.

તમે કપડાંને કીડાથી બચાવવા માટે ફિનાઇલ ગોળીઓનો ઉપયોગ કરો છો. તેને Naphthalene Bells પણ કહેવામાં આવે છે. તે હમેશા આપણે બધા આપણા કપડા વચ્ચે રાખીએ છીએ, જેથી જીવાત ન લાગે. તમે આ ફિનાઈલની ગોળીને દરવાજા, પલંગ, કબાટ અને જે જે જગ્યાએ ગરોળી હમેશા જોવા મળે છે ત્યાં ૨ થી ૩ ગોળી મૂકી દો. તે તેવી સુગંધને સહન નહી કરી શકે અને ભાગી જશે.જ્યાં તમે ગરોળી જુઓ ત્યાં જ, ત્યાં ફિનાઇલની બે ગોળીઓ મૂકો. ગરોળી તેની ગંધને કારણે ઘરથી દૂર જશે.

ગરોળી ભગાડવા માટે સ્પ્રે બોટલમાં કેરોસીન ભરો અને ગરોળી પર છાંટો.આ કરવાથી ગરોળી ગભરાઈ જાય છે અને તે તમારા ઘરથી ભાગી જાય છે ગરોળીને કેરોસીનની સુગંધ પસંદ નથી.તેથી તે સુગંધ સહન કરી શકશે નહીં અને તે તમારા ઘરથી ભાગી જશે.

About bhai bhai

Check Also

શુ તમે પણ કરવા માંગો છો કોઈ છોકરીને ઈમ્પ્રેસ ? દરેક વ્યક્તિ થશે તમારાથી ઈમ્પ્રેસ, જાણી લો પેહલા આ વાત

મિત્રો તમે બધા જ છોકરીઓને ખુશ કરવા માંગતા હશો પણ વાત જ્યારે જીવનસાથી પસંદ કરવાની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *