અત્યારે જ કરીલો આ 12 માંથી કોઈપણ એક કામ,ચમકી જશે નશીબ આવશે એટલાં રૂપિયા કે મુકવા જગ્યા ખૂટશે…..

દરેક મનુષ્ય ને ખુશહાલ જીવન ની ઈચ્છા રહેતી હોય છે. વ્યક્તિ પોતાના જીવન ને ખુશીઓ થી ભરપુર કરવા માટે રાત-દિવસ મહેનત કરે છે. જેથી તેમનું ઘર-પરિવાર ખુશ રહી શકે અને ઘર પરિવાર માં સુખ શાંતિ બની રહે. પરંતુ હમેશા વ્યક્તિ ના જીવન માં ખુશી બની રહે તે સંભવ નથી હોતું. જીવન માં સુખ અને શાંતિ બનાવી રાખવું ખુબ જ મુશ્કેલ માનવામાં આવે છે. સમય ની સાથે સાથે જીવન માં કેટલીય મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે.જેના કારણે મનુષ્ય હમેશા હતાશ રહે છે. અમુક સમયે ગ્રહો પણ ખરાબ ચાલતા હોઈ છે જેનાથી આપણી આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે.જો એવામાં કોઈની કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો હોઈ તો શું કરવું.

આકાશ મંડળનો ચમકતો ગ્રહ એટલે કે સૂર્ય વ્યક્તિને નામ, દામ, સૌરત અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે. વ્યક્તિ રાજા સમાન સુખો ભોગવી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અશુભ હોય કે કોઈપણ રીતે નબળો પડતો હોય તો તે વ્યક્તિ માટે શુભ ફળ આપનારો નિવડતો નથી. જન્મ કુંડળીમાં સૂર્ય એ પિતા, પતિ અને આત્માનો કારક ગણવામાં આવે છે. સાથે સાથે તે સત્તાનો અને સૌભાગ્યનો કારક છે.

સાથે આપણે ત્યાં ધર્મ શાસ્ત્રોને ઘણું મહત્વ છે. ધર્મશાસ્ત્રોમાં પંચદેવ વિષે જણાવવામાં આવ્યું છે એ છે પંચદેવ ગણેશજી, વિષ્ણુજી, શિવજી, માં દુર્ગા અને સૂર્યદેવ તેમની નિયમિત દરરોજ પૂજા કરવી જોઈએ. સૂર્યદેવ એકમાત્ર પ્રત્યક્ષ જોઈ શકાય તેવા દેવતા છે એટલે કે તેમની પૂજા રોજ કરવી જોઈએ. તેમની પૂજાથી તમામ દુ:ખ દર્દ દુર થઇ શકે છે અને નસીબ સાથે જોડાયેલી તકલીફો માંથી મુક્તિ મળી શકે છે, આપણે ત્યાં લોકો સૂર્યને દેવતા કહે છે, તેને ગ્રહોના રાજા માનવામાં આવે છે.

કુંડલીમાં ૧૨ ભાવ હોય છે અને દરેક ભાવમાં સૂર્યની અલગ અસર થાય છે, કુંડલીમાં જો સૂર્યની સ્થિતિ મુજબ સૂર્યદેવને પ્રસન્ન કરવાના ઉપાય કરવામાં આવે તો નસીબનો સાથ મળવાની શક્યતા ઘણી વધી શકે છે. જ્યોતીષાચાર્યો મુજબ તમારી કુંડલીના આધારે સૂર્ય માટે ક્યા ક્યા શુભ કાર્યો કરી શકાય છે? તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમારા કુંડલીના ભાવમાં સૂર્ય અશુભ ફળ આપી રહ્યા છે, તો તમારે હંમેશા સત્ય કશઠ આપવા જોઈએ. તમે તમારી આવકનો એક ભાગ જરૂરીયાત વાળાની મદદમાં ખર્ચ કરો, તે કરવાથી તમારા જીવનના તમામ દુ:ખ ઓછા થઇ શકે છે. આમ પણ કોઈ જરૂરિયાત વાળાને મદદ કરવી તે એક પ્રકારનું પુણ્ય છે.જો જન્મ કુંડળીમાં સૂર્ય અશુભ ફળ આપી રહ્યો હોય તો સૌથી પહેલા વ્યકિતએ મીઠા નું સેવન ઓછુ કરી દેવું જોઈએ. તેનો અર્થ એ થાય છે કે જમતી વખતે ઉપરથી મીઠું નાખવું જોઈએ નહિં. સાથે જ દરેક રવિવારે મિઠાનું વગરનું ભોજન કરવું જોઈએ. આ વ્યકિતએ સ્વાદે મધુર વસ્તુ વધું ખાવી જોઈએ.

જો સૂર્ય કુંડલીના બીજા ભાવમાં અશુભ હોય તો વ્યક્તિ એ પોતાની વાણી ઉપર ધ્યાન આપવું જોઈએ. તમે ધાર્મિક સ્થળમાં દાન કરો અને સદાચારનું પાલન કરો.કુંડળીના બીજા ભાવમાં અશુભ સૂર્ય માટે કોઈ ધાર્મિક સ્થાને નારિયેળનું તેલ, સરસવનું તેલ અઠવ તો બદામનું દાન કરવું જોઈએ.જો સૂર્ય ત્રીજા ભાવમાં હોય તો વ્યક્તિ એ ભૂલથી પણ મોટા વડીલોનો અનાદર ન કરવો જોઈએ. ઘરમાં મોટા વડીલોના આશીર્વાદ મેળવીને તીર્થ યાત્રા દ્વારા કુંડલીમાં સૂર્યને અનુકુળ બનાવી શકાય છે, આપણે ત્યાં મોટા વડીલોની સેવા કરવું એક મોટું પુણ્યનું કામ ગણાય છે. એટલા માટે ક્યારે પણ તેનો અનાદર ન કરવો.

જો સૂર્ય ચોથા ભાવમાં બેઠા હોય તો સૂર્યને અનુકુળ કરવા માટે કોઈ દિવ્યાંગ વ્યક્તિને ૪૩ દિવસ સુધી સતત ભોજન કરાવો, તાંબાનો એક સિક્કો ધારણ કરો.કુંડળીના ચોથા ભાવમાં અશુભ સૂર્ય માટે રવિવારે જરૂરિયાતમંદ અને અંધ લોકોને દાન અને ભોજન કરાવવું જોઈએ.સૂર્યના પાંચમાં ભાવમાં હોય ત્યારે સૂર્યદેવને નિયમિત રીતે અર્ધ્ય આપવું જોઈએ. વાંદરાને ગોળ ખવરાવો જોઈએ. આ કામને સાવચેતી પૂર્વક કરવું જોઈએ.કુંડળીના પાંચમા ભાવમાં અશુભ સૂર્ય માટે ૪૩ દિવસ સુધી સરસિયાના તેલ ના થોડા છાંટા નિયમિત જમીન પર છાંટવા જોઈએ.

છઠ્ઠા ભાવમાં સૂર્ય હોય ત્યારે તમે તમારા ઘરમાં કોઈ પવિત્ર નદીનું જળ રાખવું જોઈએ, તમે રાત્રે સુતા પહેલા તમારા માથા પાસે જળથી ભરેલું કોઈ વાસણ મુકો, કે પછી સવારે કોઈ પણ ક્યારામાં તમે પાણી નાખી દો. તેમાં પણ લાભ મળશે.કુંડળીના છઠ્ઠા ભાવમાં અશુભ સૂર્ય માટે ઘરમાં હંમેશા ગંગાજળ રાખવું જોઈએ અને વાંદરાને ગોળ તથા ચણા ખવડાવવા જોઈએ. જો કુંડલીમાં સૂર્ય સાતમાં ભાવમાં છે તો તેને શુભ ફળ મેળવવા માટે ખાવામાં મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કાળી કે શીંગડા વગરની ગાયની સેવા કરવી જોઈએ, ખાતા પહેલા રોટલીનો એક ટુકડો રસોડામાં આગમાં નાખી દેવો જોઈએ. કુંડળીના સાતમાં ભાવમાં અશુભ સૂર્ય માટે મીઠું ઓછુ ખાવું, કોઈ શુભ કાર્ય કરતા પહેલા સ્વદે મધુર વસ્તુ ખાવી.

જો સૂર્યદેવ કુંડલીમાં તમારા આઠમાં ભાવમાં છે, તો કોઈપણ નવા કામ શરુ કરતા પહેલા ગળ્યું ખાવ અને ગળ્યું પીવો, કુંડળીના આઠમાં ભાવમાં અશુભ સૂર્ય માટે શક્ય હોય તો કોઈ સળગતી ચિતામાં તાંબાનો સિક્કો નાખવો જોઈએ અને નદીમાં ગોળ પધરાવવો જોઈએ.તમે એ વાતનું ધ્યાન રાખો કે જો સૂર્ય નવમાં ભાવમાં છે તો તમે ક્યાય પણ દાનમાં ચાંદીની વસ્તુ ન આપો, તમારે ગુસ્સાથી દુર રહેવું જોઈએ અને વાણીમાં મધુરતા લાવવી જોઈએ.દશમાં ભાવમાં સૂર્ય હોય તો તેની શુભ અસર મેળવવા માટે એકદમ કાળા કે વાદળી કપડા ન પહેરો, કોઈ વહેતી નદીમાં ૪૩ દિવસ સુધી તમે માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો, માંસ-દારુના સેવનથી દુર રહો.

જો સૂર્ય અગ્યારમાં ભાવમાં છે તો વ્યક્તિ એ માંસ અને દારૂથી દુર રહેવું જોઈએ. રાત્રે સુતી વખતે તમે તમારા માથા પાસે બદામ કે મુળી ખાઈને સુવો, સવારે ઉઠીને આવી વસ્તુનું દાન કોઈ મંદિરમાં કરી શકો છો.સૂર્યના બારમાં ભાવમાં હોવાથી ધર્મનું પાલન કરવું જોઈએ, બીજાની ભૂલોને માફ કરી દેવી જોઈએ. સૂર્યને શાંત રાખવા માટે સૂર્ય યંત્રની સ્થાપના પોતાના ઘરમાં કે ઓફીસમાં કરો, જેથી તમારે કોઈ મુશ્કેલીનો સામનો નહી કરવો પડે.

Leave a Comment