Breaking News

અત્યારેજ કરીલો આ ઉપાય માં લક્ષ્મીજી થઈ જશે પ્રસન્ન,આપશે અઢળક ધન……..

વ્યક્તિના જીવનમાં સુખ દુઃખનો એક અજીબ સંગમ હોય છે, એવું કોઈ પણ વ્યક્તિ નથી કે જેના જીવન માં હંમેશા ખુશીઓ જ આવે ના ઈચ્છવા છતાં પણ વ્યક્તિએ પોતાના જીવન માં દુખો નો સામનો કરવો પડે છે. વર્તમાન સમય માં લોકોની સૌથી મોટી પરેશાની પૈસા છે, અને જો ધન પ્રાપ્ત કરવું હોય તો એ માટે માતા લક્ષ્મીજી ની કૃપા હોવી ખુબજ જરૂરી છે. જો માતા લક્ષ્મીજીના આશીર્વાદ આપણા પર બનેલા રહે તો આપણને ઓછી મહેનતે પણ ધનની પ્રાપ્તિ થઇ શકે છે. અને જીવનમાં હંમેશા સફળતા મળતી રહે છે.

જીવન જીવવા અને જરૂરિયાત પૂરી કરવા માટે પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૈસાના અભાવને લીધે વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે, જે માનસિક મુશ્કેલીઓનું કારણ બને છે. તેથી, ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની કૃપાથી કોઈ પણ પ્રકારની સુખ-સુવિધાની કમી નથી રહેતી. તેથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મા લક્ષ્મી તેમને ત્યાં સ્થાઈ રૂપ થી નિવાસ કરે. પરંતુ કેટલાક કારણોને લીધે પૈસા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. તેથી, તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારી સાથે રહે. ચાલો જાણીએ ક્યાં કર્યો કરવાથી માતા લક્ષ્મી આવશે તમારા દ્વાર.

તમને બધા ને એ વાત ની તો ખબર જ હશે કે આપણા દરેક વાર છે તે કોઈ ને કોઈ દેવતાને સમર્પિત છે. શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મી ને સમર્પિત હોય છે. જેઓ માતા લક્ષ્મી ને પ્રસ્સ્ન્ન કરવા માંગતા હોય તેઓ માટે શુક્રવાર નો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે માતા લક્ષ્મી ની પૂજા કરી અને એમની કૃપા મેળવી શકો છો. એવું કહેવાય છે કે શુક્રવાર ના દિવસે જેઓ પુરા મન થી આ ઉપાય કરશે. તેઓ ઉપર માતા લક્ષ્મી ની વિશેષ કૃપા થશે. આ ઉપાય કરવાથી તમને ધન નું વરદાન મળશે.

તમારે સૌથી પહેલા એ કરવાનું રહેશે કે શુક્રવાર ના દિવસે ઇશાન ખૂણા માં ગાયના ઘી નો દીવો કરો. આ દીવામાં તમારે રૂ ના બદલે લાલ દોરા ની વાટ બનાવવાની રહેશે. માતા લક્ષ્મી ને લાલ રંગ ખુબ જ પ્રિય છે. આ શિવાય તમારે આ દિવસે માતા લક્ષ્મી ને ખુશ કરવા માટે નિર્ધન લોકો ને દાન કરવાનું રહેશે. સફેદ રંગ ની કોઈ ખાવાની વસ્તુ આપવી ખુબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર થશે. તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહિ આવે.

શુક્રવાર નો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે માતાની ઉપાસનાથી તે પ્રસન્ન થાય છે. તેથી જો તમને પૈસા સંબંધિત સમસ્યાઓ છે. તો શુક્રવારે તમારે ઉપવાસ કરવો જોઈએ. દેવી લક્ષ્મીને કેસરની ખીર નો ભોગ લગાવવો અને વિધિ-વિધાન દ્વારા તેમને પ્રાર્થના કરો. માતા લક્ષ્મી તેનાથી પ્રસન્ન થાય છે.

સનાતન ધર્મમાં મહિલાઓને મા લક્ષ્મી અને અન્નપૂર્ણા માનવામાં આવે છે. તેથી, જે ઘરોમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મી તેની કૃપા દ્રષ્ટિ કરે છે. પરંતુ જે ઘરોમાં મહિલાઓનું અપમાન કરવામાં આવે છે. ગુસ્સે થઈને માતા લક્ષ્મી ત્યાંથી ચાલી જાય છે. તેથી, મહિલાઓનું સન્માન કરવું જોઈએ.જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શુક્ર ગ્રહ ભૌતિક સુખ-સુવિધાનો કારક છે. તેથી કુંડળીમાં શુક્ર મજબૂત હોવો જરૂરી છે. શુક્રની નબળી સ્થિતિને કારણે તમને પૈસાથી સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. શુક્રને મજબુત બનાવવા માટે ઘરમાં મોરનાં પીંછા રાખવા જોઈએ.

જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો પણ ઘરમાં ધનનો સંચય થતો નથી અથવા પૈસાથી સંબંધિત સમસ્યા શરૂ થાય છે. તેથી વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમારા ઘરમાં વાસ્તુ ખામી હોય તો તેને સુધારવા માટે કોઈપણ વાસ્તુ શાસ્ત્રી પાસેથી સલાહ લેવી જોઈએ. ઘરની છત પર કચરો પણ એકત્રિત ન થવા દો.

જો તમે માતા લક્ષ્મી ને ખુશ કરવા માગો છો તો શુક્રવારે માતા લક્ષ્મીનું પ્રિય યંત્ર શ્રી યંત્ર લઇ આવો. અને જો આ યંત્ર તમારી પહે પહેલે થી જ પડ્યુ હોય તો. શુક્રવાર ના દિવસે ગાય ના દૂધ દ્વારા તેનો અભિષેક કરો. અભિષેક કર્યા પછી વધેલા દૂધ ને આખા ઘર માં છાટી દો. આ બાદ આ યંત્ર ને ઘરની તિજોરી માં રાખી દો. આ ઉપાય કરવાથી તમારી તિજોરી હમેશા ભરેલી જ રહેશે.

શુક્રવારે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરી અને ભગવાન વિષ્ણુ ને અર્પણ કરો. જેના દ્વારા ભગવાન વિષ્ણુ નો અભિષેક કરો. જો આ ઉપાય તમે કરશો તો માતા લક્ષ્મી તમારા ઉપર પ્રસ્સન થશે. તમને ધન સબંધિત કોઈ પણ સમસ્યા હશે તો અ ઉપાય કરવાથી તે દુર થશે. તમને ક્યારેય આર્થિક સમસ્યા નહિ આવે. તમારા પાર માતા લક્ષ્મી ની કૃપા થશે.

માતા લક્ષ્મીજી ની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે સૌથી પહેલા આ ઉપાય કરવો જોઈએ સવારે ઉઠીને તરત માતા લક્ષ્મીજી ને નમન કરવા જોઈએ. અને સફેદ વસ્ત્ર ધારણ કરી ધનની દેવી લક્ષ્મીજી ના શ્રી સ્વરૂપ અને ચિત્ર ની સામે ઉભા રહી શ્રી સૂક્ત નો પથ કરવો અને કમળના ફૂલ અર્પિત કરવા.

શુક્રવાર ના દિવસે ત્રણ કુવારી છોકરીઓ ને ઘરે બોલાવી ખીર ખવડાવવી અને તેણે દક્ષિણા ના રૂપ  માં પૈસા અથવા પીળા વસ્ત્રો ને આપવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી ની કૃપા આપણા પર હંમેશા બની રહે છે.માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે જો તમે શુક્રવાર ના દિવસે કોઈ જરૂરી કામ માટે ઘરેથી બહાર જાવ છો તો તો બહાર નીકળતા પહેલા થોડું મીઠું દહીં ખાઈ ને જ નીકળવું, આવું કરવાથી માતા લક્ષ્મી ની કૃપા થી જે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય છે.

હંમેશા એવું બનતું હોય છે કે પતિ પત્ની ની વચ્ચે કોઈ ને કોઈ કારણ થી જગડો થતો હોય છે અને તેનાથી તણાવ ઉત્પન્ન થાય છે, જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો આવી પરિસ્થિતિમાં શુક્રવાર ના દિવસે પોતાના બેડરૂમમાં પ્રેમી પક્ષી ના જોડા ની તસ્વીર લગાવવી, તેનાથી પતિ પત્ની વચ્ચે આપસી સબંધ સારા બની રહે છે અને પ્રેમ વધે છે.જો કોઈ પણ કારણસર તમારા કામકાજ માં રુકાવટ આવી રહી છે તો એવી સ્થિતિ માં તમે શુક્રવારે કાળી કીડીઓ ને સાકર ખવડાવવી, તેનાથી તમારું કાર્ય સફળ થશે અને કામકાજ માં આવનારી બધાઓ દુર થઇ જશે.

About bhai bhai

Check Also

અઠવાડિયામાં ફક્ત એકજ વખત આ જગ્યાએ મુકીદો રોટલી દરેક દુઃખ થઈ જશે દૂર.

ધન મેળવવાની ઈચ્છા દરેક માણસને હોય છે, મનુષ્ય પૈસા કમાવા માટે દરેક શક્ય એટલા પ્રયાસ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *