2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આવ્યા માઠા સમાચાર,નગરપાલિકા ના આ 5 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામા

0
29

સાબરકાંઠાની તલોદ નગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરોએ બળવો કરતા નેતાઓમાં દોડધામ મચી ગઇ હતી. તલોદ નગરપાલિકા ના 5 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે. રાજીનામા આપતા ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા છે.

વિધાનસભા ચૂંટણી પૂર્વે કોર્પોરેટરના રાજીનામા પડતાં ભાજપમાં હડકંપ મચ્યો છે.રાજીનામું આપનારા કોર્પોરેટરોએ નગરપાલિકાની વહીવટદારો દ્વારા ઉપેક્ષા કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે.

આ ઉપરાંત પાલિકા દ્વારા મનસ્વી રીતે વહીવટ ચલાવવામાં આવતો હોવાનું પણ તેમનું કહેવું છે. રાજીનામું આપનારા કોર્પોરેટરોમાં શહેર ભાજપના પ્રમુખ ના પત્ની નો પણ સમાવેશ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે નગર પાલિકામાં કુલ 24 બેઠકો છે તેમાંથી 13 બેઠકો ભાજપ પાસે છે. બાકીના નગરસેવકો કોંગ્રેસના છે. નોંધનીય છે કે અહી અઢી વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. જોકે કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપને ટેકો આપ્યો હતો

અને સત્તા મેળવી હતી. ભાજપે અહી કોંગ્રેસના સભ્યને જ નગરપાલિકામાં પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જોકે હાલ પાંચ કોર્પોરેટરોએ રાજીનામા ધરી દેતા હોદ્દેદારો દોડતા થઈ ગયા છે.2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.