Breaking News

બાળકને સ્તન પાન કરાવતા માતાને સ્તનમાં કંઈક ખુચ્યું,બાળકના મોંમા જોતા નીકળી ખતરનાક વસ્તુ,જુઓ તસવીરોમાં.

કેટલીકવાર આવી વાતો સામે આવે છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! મિત્રો, આયર્લેન્ડમાં એક બાળક સાથે કંઈક એવું થયું કે વિજ્ઞાનને પણ આંચકો લાગ્યો! હકીકતમાં, 2 મહિનાના બાળકએ સવારે ઉઠતાની સાથે જ તે રડવાનું શરૂ કર્યું, તો પછી આ બાળકની માતાએ વિચાર્યું કે બાળક ભૂખ્યુ હશે, પરંતુ જ્યારે આ મહિલા આ બાળકને ખવડાવી રહી હતી, ત્યારે તેણીને તેના સ્તન પર કોઈ તીક્ષ્ણ વસ્તુ ખૂંચવાનો ખ્યાલ આવ્યો અને મહિલાએ જ્યારે બાળકનું મોં ખોલ્યું, તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઇ! તમને જણાવી દઈએ કે આ 2 મહિનાના બાળકના મોઢામાં એક જ રાત્રિમાં તીક્ષ્ણ દાંત હતા.

સ્ત્રી વિલંબ કર્યા વિના ડોક્ટર પાસે ગઈ અને તે ડોક્ટરે તે દાંત કાઢી નાખ્યા પણ એક રાતમાં દાંત કેવી રીતે બહાર આવે છે તે ડોક્ટરને પણ સમજાતું નહોતું! આયર્લેન્ડમાં, એક 2 મહિનાનું બાળક રડતું હતું અને એક દિવસ જાગતું હતું, જેના કારણે તેની માતા તારા ખૂબ અસ્વસ્થ થઈ ગઈ હતી.

મહિલાએ તે બાળકને ચૂપ કરવા માટે તેના મોંમાં સ્તનની ડીંટડી આપી, પણ તે બાળક હજી રડતો હતો! છેવટે, તેણે તેને ઓસ્કરને ચૂપ કરવા માટે ખવડાવવાનું શરૂ કર્યું, જ્યારે તે ખવડાવતી હતી ત્યારે તારાએ ઓસ્કરનું મોં ખોલાવ્યું ત્યારે આઘાત પામી.તેઓએ જોયું કે બાળકના મોઢામાં દાંત ખૂબ મોટો છે! અને તેણી તેને ડોક્ટર પાસે લઈ ગઈ. જ્યારે ડોકટરે તેને જોયો, ત્યારે તેણે કેટલાક સિનિયર ડોકટરોની સલાહ લેવાનું વિચાર્યું, છેવટે, શહેરના મોટા ડોક્ટરે તે બાળકનો દાંત કાઢી દીધો! ત્યાંના બધા લોકો દાંત સાથે સેલ્ફી લઈ રહ્યા હતા, તેઓએ કહ્યું, “અમે દાંત લઈને ઘરે આવ્યા છીએ અને ઓસ્કર જ્યારે તે મોટા થશે ત્યારે ચોક્કસપણે જણાવીશું.

જાણો અન્ય સ્ટોરી.દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મજુરી માટે આવેલી પરપ્રાંતિય મહિલાએ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ચાર હાથ અને ચાર પગવાળા વિચિત્ર મૃત બાળકને જન્મ આપ્યો હતો. ચેકઅપ કરાવ્યું ન હોવાથી રહી ગયેલી ખામીના કારણે આવું થયું હોવાનો મત તબીબી વર્તુળો વ્યકત કરી રહ્યા છે.

બાળકના જન્મથી પંથકમાં અને સ્થાનિક તબીબોમાં કૂતુહલ સર્જાયુ,ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં સાંજે એક મહિલાએ ચાર-પગ અને ચાર-હાથવાળા વિચિત્ર મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલા પરપ્રાંતીય હોય અને મજૂરી અર્થે કલ્યાણપુરના કેશુપર ગામે રહેતી હોવાથી અગાઉ ક્યારેય તબીબી ચેકઅપ કરાવ્યું ન હતું. પરિણામે અમુક પ્રકારની ખામી રહી જવાને કારણે બાળકમાં એક પ્રકારની બીમારી થઈ હોવાથી આવા બાળકનો જન્મ થયો હોવાનું તબીબી સૂત્રો કહી રહ્યા છે. ચાર હાથ અને ચાર પગ વાળા વિચિત્ર બાળકના જન્મથી ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ વિભાગમાં કૂતુહલ સર્જાયુ હતું, જોકે, તબીબ અને નર્સિંગ સ્ટાફ દ્વારા બાળકની નોર્મલ ડિલેવરી કરાવવામાં આવી હતી. જોકે, બાળક મૃત જન્મ્યું હતું. આ બાળકને જન્મ આપનાર મહિલાને અગાઉ ત્રણ બાળકો છે અને હાલ તેની તબિયત સારી હોવાનું તબીબ જણાવી રહ્યા છે.

સેલ્સમાંથી એકનાં બદલે ડબલ પગ બને ત્યારે આવું થાયઃ ડો. મેહુલ મિત્રા,રાજકોટના ચાઈલ્ડ સ્પેશિયલિસ્ટ અને ગોલ્ડ મેડલિસ્ટ ડો. મેહુલ મિત્રાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે જ્યારે માતાના પેટમાં બાળકના પગ ડેવલપ થતાં હોય ત્યારે એટલે કે પ્રથમ 3 મહિનામાં જ્યારે બાળકનો વિકાસ થતો હોય ત્યારે જે સેલ્સમાંથી એક પગ બનવાના બદલે ડબલ પગ બની ગયા હોય ત્યારે આ પ્રકારની ઘટના બને છે. આવું ખાવા-પીવાના કે પછી દવાના કારણે ન બન્યું હોય પરંતુ કુદરતી વિકાસ થતો હોય ત્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે. આવી ઘટનામાં બાળક લાંબો સમય જીવી શકે નહીં, કારણ કે, આપણને બાળકના બાહ્ય અંગો દેખાતા હોય છેકે તેને ચાર પગ અને હાથ છે, પરંતુ શરીરની અંદર પણ કિડની અને લિવરમાં ખામી હોય છે.

સગર્ભાએ 9 મહિના સુધી હિમોગ્લોબીન અને ફોલિર એસિડની દવાઓ લેવી જોઈએઃ ડો. મેહુલ મિત્રા,ડો. મેહુલ મિત્રાએ આ સાથે જ જણાવ્યું હતું કે કોઈ પણ મહિલા નાની ઉંમરમાં એટલે કે 20 વર્ષથી નાની હોય અથવા તો 40થી વધુ ઉંમરની મહિલા ગર્ભવતી બને ત્યારે આ પ્રકારની ખામીઓ જોવા મળે છે. ગર્ભવતી મહિલાએ 9 મહિના સુધી હિમોગ્લોબીન અને ફોલિર એસિડની દવાઓ લેવી જોઈએ. જેથી ખોટ-ખાપણ વાળુ બાળક જન્મે નહીં. આ પ્રકારની ઘટના ત્યારે બને કે જ્યારે 2 બાળક વચ્ચે ઓછુ અંતર હોય અથવા તો ગર્ભવતી મહિલાને જોઈએ તેટલા પ્રમાણમાં પોષણ ન મળતું હોય ત્યારે આ પ્રકારની ઘટના બને છે. માતાની ઉંમર, માતાનો ખોરાક, બે બાળકો વચ્ચે અંતર તે ખુબ મોટો ભાગ ભજવે છે.

આવા જ આશ્ચર્ય પમાડતાં ત્રણ કિસ્સાપોશીનામાં ચાર પગ અને સ્ત્રી-પુરુષ જનનાંગ સાથે બાળકનો જન્મ,દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં એક મહિલાએ ચાર હાથ-પગ ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. જોકે આ પ્રકારની ઘટના અગાઉ પણ ગુજરાત અને અન્ય રાજ્યોમાં બની ચૂકી છે. વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં સાબરકાંઠાના પોશીના તાલુકામાં એક મહિલાએ ચાર પગ અને સ્ત્રી પુરુષના જનનાંગો ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. જન્મ સમયે બાળક અને માતા બન્ને તંદુરસ્ત હતા પરંતુ એ સમયે આ ઘટનાએ સમગ્ર પથંકમાં અચરજ ઉભું કર્યું હતું.

ઉત્તર પ્રદેશમાં 4 પગ- બે લિંગ સાથે બાળકનો જન્મ,15 સપ્ટેમ્બર 2018ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક મહિલાએ ચાર પગ અને બે લિંગ ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. જેને લઇને માત્ર લોકો જ નહીં પરંતુ તબીબો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. જોકે જન્મના બે દિવસ બાદ આ બાળકનું મૃત્યુ થયું હતું.

રાજસ્થાનમાં 4 હાથ-પગ ધરાવતી બાળકીનો જન્મ,21 સપ્ટેમ્બર 2019ના રોજ રાજસ્થાનના ટોંક જિલ્લાના દડાવતા ગામમાં એક આશ્ચર્ય પમાડે તેવી બાળકીનો જન્મ થયો હતો. આ બાળકીના શરીર સાથે અન્ય એક બાળકનું શરીર ચોંટેલું હતું. બાળકીના 4 હાથ-પગ હતા અને ધડ સાથે અન્ય એક અર્ધવિકસિત ભ્રૂણ હતું. જે-તે સમયે આ ઘટનાની ખાસી એવી નોંધ લેવાઈ હતી અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ હતી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના ડોક્ટરો સમક્ષ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો. એક 18 માસની બાળકીને લઈને તેના માતા-પિતા આવ્યા હતા, જેને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. તબીબોએ જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ બાળકી રમત-રમતમાં ‘બટન સેલ’ ગળી ગઈ છે અને તે બાળકીના આંતરડામાં ફસાઈ ગયો છે.

આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. રાકેશ જોશીએ વિગતો આપતા જણાવ્યું કે, “માત્ર 18 માસની બાળકીના આંતરડામાંથી ‘બટન સેલ’ કાઢવા માટે અત્યંત જટિલ સર્જરીની જરૂર હતી અને તેમાં બાળકીના જીવને પણ જોખમ હતું. સૌ પ્રથમ તો બાળકીની સર્જરી માટે તેના માતા-પિતાને સમજાવવામાં આવ્યા અને ત્યાર બાદ અમારી ટીમે આ જોખમી સર્જરીની તૈયારી કરી. કલાકોની મહેનત પછી અમે બાળકીના આંતરડામાં ફસાયેલો ‘બટન સેલ’ કાઢવામાં સફળ રહ્યા અને સાથે જ બાળકીનો જીવ પણ બચી ગયો.”

જન્મથી જ બે ગુપ્તાંગ ધરાવતા બાળકની સફળ સર્જરી બીજા કિસ્સામાં જન્મથી જ બે લિંગ ધરાવતા ત્રણ માસના બાળકને લઈને માતા-પિતા હોસ્પિટલમાં આવ્યા હતા. જન્મથી જ બે ગુપ્તાંગ હોવાનો દેશનો બીજો અને ગુજરાતનો સૌ પ્રથમ કેસ છે. તબીબો માટે માત્ર ત્રણ માસના માસૂમ બાળકનું એક લિંગ દૂર કરવા તેમજ પુંઠના ભાગે રહેલી ગાંઠને દુર કરી સામાન્ય જીવન આપવાનો મહત્વનો પડકાર હતો.

આ કિસ્સા અંગે સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. જયશ્રી રામજીએ જણાવ્યું કે, “બે લિંગમાંથી એક લિંગ દૂર કરવું એ કપરું કામ હતું. તેમાં બાળકના આંતરિક અવયવોને પણ સાચવવાના હતા. અમારી ટીમે સંપૂર્ણ ચોકસાઈ સાથે બાળક પર સફળ સર્જરી કરી અને બાળકનું વધારાનું લિંગ દૂર કરવામાં અમને સફળતા મળી. રિપોર્ટ મુજબ વિશ્વમાં આ પ્રકારના અત્યાર સુધી 30 કિસ્સા જ નોંધાયા છે. જેમાં ભારતનો એક કિસ્સો ચેન્નાઇનો નોંધાયેલો છે. જ્યારે બીજો કિસ્સો ગુજરાતનો આ છે. સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારે પહેલીવાર ઓપરેશન કરવામાં આવ્યું છે.”

બન્ને ઓપરેશન માં ખુબ તકેદારી રાખી સિવિલ હોસ્પિટલનાં બાળરોગ વિભાગ દ્વારા સફળ સર્જરીને પાર પાડીને બન્ને બાળકોને નવજીવન આપવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલનાં બાળરોગ વિભાગની સફળ સર્જરીનાં લીધે આ બન્ને જીવનમાં સામાન્ય સ્વસ્થ નાગરિક બનીને પોતાનું જીવન જીવી શકશે અને પોતાના પરિવારની આકાંશા – અપેક્ષાઓ પણ પૂરી કરશે.

About bhai bhai

Check Also

ક્યારેય બાળકનું નામ આવું ન રાખવું નહીં તો આવે છે મોટી મુશ્કેલીઓ.

જ્યારે વિશ્વના દરેક વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેનું નામ આવે છે, આ નામો બાળકના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *