Breaking News

બંધ કિસ્મતનાં તાળા ખોલી નાખશે આ સરળ ઉપાય, અત્યારેજ કરીલો થઈ જશો ધનવાન……..

આ સંસારમાં દરેક વ્યક્તિને વધુ ધન લાભની કામના રહે છે, વ્યક્તિ દિવસ રાત મહેનત કરીને વધુમાં વધુ ધન કમાવાની ઈચ્છા રાખે છે પરંતુ વ્યક્તિની ઈચ્છા એટલી સરળતાથી પૂરી થઇ શકતી નથી, ઘણી વખત જોવામાં આવે છે કે આકરી મહેનત કરવા છતાં પણ વ્યક્તિને ધન પ્રાપ્તિના રસ્તામાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે, એવી સ્થિતિમાં તમે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા થોડા ઉપાયો અપનાવી શકો છો.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે, સખત મહેનત અને સમર્પણ સાથે મજબૂત નસીબ હોવું પણ જરૂરી છે. નસીબના અભાવે ઘણી વખત નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવેલ છે કે આ કરવાથી તમે ઘર, ધંધા અને પૈસાથી સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. આ ઉપાયોથી તમારું ભાગ્યોદય થશે. જેના દ્વારા કાર્યોની સફળતા નો યોગ બને છે, ચાલો જાણીએ તે ઉપાયો વિષે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આપણી હથેળી ના અગ્ર ભાગ મા માં લક્ષ્મી, મધ્યમાં સરસ્વતી અને નીચલા ભાગમાં શ્રી હરિ વિષ્ણુ સ્થાન હોય છે. તેથી, જ્યારે તમે સવારે ઉઠો છો, સૌ પ્રથમ, તમારી હથેળી જોવી જોઈએ, પછી ત્રણ કે ચાર વખત, તે તમારા ચહેરા પર ફેરવવી જોઈએ. આ તમારું નસીબ ખોલે છે.

નોકરીથી સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે શનિવારે શનિદેવના મંદિરે જાવ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો અને શનિદેવના જાપ કરો. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.જો તમારા વ્યવસાયમાં કોઈ સમસ્યા છે અથવા તમે વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગતા હો, તો તમારે તમારા વ્યવસાયના સ્થળે વૃદ્ધિ યંત્ર સ્થાપિત કરવું જોઈએ. તેનાથી તમારો ધંધો વધે છે. ધન આવાગમન સુગમ થાય છે.

અચાનક ધન લાભ પ્રાપ્ત કરવા માટે તમે કાળી હળદર અને સિંદુરના ઉપાય કરી શકો છો, તેના માટે તમારે કાળી હળદર અને સિંદુર લેવાનું રહેશે, ત્યાર પછી તમે ધૂપ દેખાડીને એક લાલ કપડાની અંદર આ બધી વસ્તુ લપેટીને તમારી તિજોરીમાં રાખી દો, તેનાથી ધન લાભ પ્રાપ્ત થવાની શક્યતા વધે છે.જેમ કે મોટાભાગે લોકો જાણતા હશે માતા લક્ષ્મીજીને કોડીયા ઘણા પસંદ છે, કોડીયા માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે, તમે ૧૧ કોડીયાને શુદ્ધ કેસરમાં રંગીને પીળા કપડામાં બાંધીને ધન રાખવાના સ્થાન ઉપર રાખો, તેનાથી ધન લાભ પ્રાપ્તિના યોગ ઉભા થાય છે.

જ્યારે ઘરમાં નકારાત્મકતા વધે છે, ત્યારે તેનાથી લડાઈ અને કલેશ નું કારણ બને છે. ઘરમાં સકારાત્મકતા લાવવા માટે વ્યક્તિએ દરરોજ મીઠાના પાણીથી પોતું લગાવવું જોઈએ. જો તમે રોજ ન કરી શકો તો શુક્રવાર અને શનિવારે આ ઉપાય કરો. આનાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમની લાગણી જળવાઈ રહે છે.

સંતાન સુખ મેળવવા માટે, માતાપિતા દરેક રીતે સારવાર પ્રદાન કરાવે છે, અને ડોકટરો અને હકીમોના ચક્કર કાપે છે. ધાર્મિક સ્થળોએ પ્રાર્થના પણ કરે છે. સંતાનની પ્રપ્તિ થતી નથી તેનું કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે. જે યુગલો સંતાન પ્રાપ્તિ ની કામના છે, તેને રામેશ્વરમની યાત્રા કરવી લાભકારક હોય છે, તેમજ સર્પ દેવતાની પૂજા કરવી લાભકારક છે.

લગ્નમાં આવતાં વિધ્ન ટાળવા માટે દર સોમવારે કોઇ શિવ મંદિરમાં જવું. ત્યાં ભગવાન શિવનો અભિષેક કાળા તલ ઉમેરેલા દૂધથી કરવો. ગુરૂવારના દિવસે વ્રત કરવું તેમજ પીળી વસ્તુઓનું દાન કરવું. આ ઉપાય કરવાથી બૃહસ્પતિ પ્રસન્ન થશે. રોજ સવારે સૂર્યદેવને ત્રાંબાના કળશથી અર્ધ્ય આપવો અને ऊं सूर्याय नम: મંત્રનો જાપ કરવો.

લગ્ન જીવનમાં પ્રેમ પ્રાપ્ત કરવા અને પ્રેમમાં આવતી બાધાઓ દૂર કરવા બુધવારે કેળના પાન પર પોતાના પતિનું નામ લખી તે પાન ભગવાન વિષ્ણુને ચડાવવું.- બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ લાભ થાય છે. દર સોમવારે શિવજીનો અભિષેક કરવો. અભિષેક કરવા માટે ત્રાંબાના કળશમાં પાણી ઉપરાંત આખી હળદર, ચોખા તેમજ ગોલોચન પધરાવવું.

એક લાલ કપડું લેવું, તેમાં ચંદનથી ત્રિકોણ બનાવવું અને તેમાં પતિનું નામ લખવું. આ લાલ કપડું કોઈ સ્થળે સાચવીને રાખી દેવું. શુક્રનો રત્ન ધારણ કરવાથી ફાયદો થાય છે.ભાગ્યોદય કરવા માટે, ખાંડ અને લોટ મેળવીને કાળી કીડીઓ ને નાખવો જોઈએ સાથે જ માછલીઓ ને લોટ ની ગોળીઓ બનાવીને ખવડાવવી જોઈએ. તેનાથી તમારું ભાગ્ય સાથે આપે છે અને ધન લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે.
જો તમે માતા લક્ષ્મીજીનું ધ્યાન કરતા રોજ માથા ઉપર કેસરનું તિલક લગાવો છો, તો તેનાથી ધન લાભ મળે છે.

તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માગો છો, તો તમે મોટી શંખનું ચૂર્ણ પાણીમાં ભેળવીને રોજ નિયમિત રીતે લક્ષ્મીજીને સ્નાન કરાવો, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી ઘણું જલ્દી ધન સંબંધિત તકલીફો માંથી છુટકારો મળે છે.ધન લાભ પ્રાપ્ત કરવા માટે તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર રોજ સરસીયાના તેલનો દીવડો પ્રગટાવો, જયારે આ દીવડો બુજાઈ જાય, તો તેમાં વધેલા તેલને પીપળાના ઝાડ ઉપર અર્પણ કરો.

જો તમે તમારી મનોકામના પૂરી કરવા માગો છો, તો તેવી સ્થિતિમાં આ જ્યોતિષના ઉપાય જરૂર કરો, અચાનક ધન પ્રાપ્તિ માટે તમે તમારી મનોકામના કહીને વડના ઝાડની ઝટામાં ગાંઠ લગાવી દો, જયારે તમને ધન પ્રાપ્તિ થઇ જાય તો તમે આ ગાંઠને ખોલી દો.માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે જો તેમની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ ઉપર થઇ જાય તો તે વ્યક્તિનું ભાગ્ય જ બદલાઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં ક્યારે પણ ધન સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભી થતી નથી. ઉપર થોડા જ્યોતિષના ઉપાય જણાવવામાં આવ્યા છે, તમે આ ઉપાયો કરીને અચાનક ધન લાભ પ્રાપ્ત કરી શકો છો, આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે અને ધન લાભના રસ્તા ખુલશે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *