Breaking News

બહુચરા જી માં આવેલ આ ગણેશજી નું મંદિર દર્શન કરવાથી જ દૂર થાય છે બધા દુઃખો જાણો રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, યાત્રાધામ બહુચરાજીમાં બિરાજમાન છે દેવાધિદેવ ગણેશજી. શક્તિપીઠ બહુચરાજી માતજી મંદિર પરિસરમાં બિરાજમાન છે ગણેશજી. અહીં આ મંદિરમાં બિરાજમાન ગણેશજીના દર્શન માત્રથી સિદ્ધિવિનાયક ગણપતિ અનુભૂતિના દર્શન થાય છે. આ ગણેશજી દર્શન માત્રથી સઘળા દુઃખો દૂર થવાંની માન્યતા છે.

શક્તિપીઠ બહુચરાજી માતાજી મંદિર પરિસરમાં વિઘ્નહર્તા ગણેશજી બિરાજમાન છે. બહુચરાજી મંદિરની પૂર્વ દિશામાં જર્જરિત મંદિરમાંથી આ પ્રાચીન ગણેશજીની પ્રતિમાને મંદિરમાં પુનઃ સ્થાપિત કરી હોવાની માન્યતા છે. આ મંદિરમાં બિરાજમાન ગણેશજીની સ્થાપના વડોદરાના રાજવી માનાજી રાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. આ ગણેશજીને સિંદૂરીયા ગણેશજી તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહીં દર પુનમ તેમજ દર ચોથ અને રવિવારના દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. અહીં વિઘ્નહર્તા ગણેશજીના દર્શન માત્રથી આધિ, વ્યાધિ અને ઉપાધિ તમામ દૂર થતી હોવાની માન્યતા છે. સાચા મનથી જે કોઈ મનોકામના ભક્તો દ્વારા રાખવામાં આવે તે તમામ પૂર્ણ થાય છે.

શક્તિપીઠ બહુચરાજી દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારે છે. અહીં આવતા તમામ ભક્તો વિઘ્નહર્તા ગણેશજીના દર્શનનો અવશ્ય લાભ લે છે. અહીં દાદાને લાડુનો પ્રસાદનો વિશેષ મહિમા છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતાં ધરોની માળા તેમજ લાડુનો ભોગ અચૂક દાદાને અર્પણ કરે છે. ગુજરાતભરમાંથી આવતા તમામ શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર આ સ્થાનક છે.

અહીં આવતા શ્રધ્ધાળુ અનેક પ્રકારની માનતા રાખતા હોય છે એ તમામ ભક્તોના દુઃખનું નિવારણ વિઘ્નહર્તા ગણેશજી ચોક્કસથી કરે છે આથી અહીં માઇ ભક્તોનો મોટા પ્રમાણમાં જમાવડો પણ જોવા મળે છે. આ ગાયકવાડ સરકાર દ્વારા સ્થાપિત પ્રાચીન ગણેશજી મંદિરના દર્શનાર્થે આવતા તમામ ભકતોની અનોખી આસ્થા આ સ્થાનક સાથે જોવા મળે છે. અહીં દાદાના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બહુચરાજી અથવા બેચરાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં મૂડી તાલુકામાં આવેલું નગર છે. અહીં આવેલુ શ્રી બહુચરમાંતાજીનું મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે.તે ગુજરાતના ત્રણ શક્તિપીઠોમાનું એક છે.

બહુચર માતાનું મંદિર બેચરાજી શહેરના મધ્યમાં આવેલું છે. આ મંદિર કિલ્લા અને દ્વારનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા સંવત ૧૭૮૩ અથવા ૧૮૩૯ માં કરવામાં આવ્યું હતું. તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે ૩ ગામો આપ્યા, આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જી.બી.આર. રેલવે વિસ્તરણ કર્યું હતું. જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠણ બેચરાજી સુધી હતું.

કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું. તેનોે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સંત કપિલદેવ વરખડીએ મંદિરનું નિર્માણ કર્યું હતું, અને ત્યાર બાદ કલરી રાજા તેજપાલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.એ સમયે માનાજીરાવ ગાયકવાડ કડી પ્રાંતના સૂબા તરીકે ફરજ બજાવતા હતા, અને જેના કારણે તેઓ કડીમાં જ વસવાટ કરતા, ચૂંવાળામાં એ સમયે ચોર અને લૂંટારુંઓનો ત્રાસ વધુ હતો, જેના કારણે માનાજીરાવ ચોર-લૂંટારુઓની શોધમાં ઠેર ઠેર ભટકતા હતા.

તેઓ તેમની શોધમાં શ્રી બહુચરાજી માતાજીના વરખડીવાળા સ્થાને આવી પહોંચ્યા, પરંતુ એ સમયે આ સ્થળ વિશે કોઈને એટલી જાણકારી નહોતી, આ ગુપ્ત સ્થાન જેવું જ હતું, મણાજીરાવને પાઠાનું દર્દ હતું તેનાથી તે ખુબ જ પીડાઈ રહ્યા હતા, તેમને ઘણી દવાઓ કરી છતાં પણ તેમનો આ રોગ મટતો નહોતો, પોતાના દર્દ વિશે તેમને મંદિરના પુજારીને વાત કરી અને પુજારીએ માતાજીની બધા રાખવા માટેની સલાહ આપી, મંદિર પાસે આવેલી ચમત્કારિક તલાવડીની માટી માતાજીનું સ્મરણ કરીને લગાવવાની પણ વાત કરી.

માનાજીરાવે પુજારીના કહ્યા અનુસાર એ માટીનો લેપ લાગાવ્યો અને માત્ર 8 જ દિવસમાં તેમનું દુઃખ જડમૂળથી દૂર થઇ ગયું. માતાજીના આ પરચાના કારણે માનાજીરાવને માતાજીમાં શ્રદ્ધા બેઠી અને તેમને સાચા માંથી માતાજીની આરાધના કરી અને માતાજીને કહ્યું કે જો તેમને વડોદરાનું રાજ મળી જશે તો તેમનું ભવ્ય મંદિર બંધાવશે.

માતાજીની સ્તુતિ કર્યા બાદ થોડા જ સમયમાં માનાજીરાવને વડોદરાનું રાજ્ય મળી ગયું, માતાજીને કહ્યા અનુસાર તેઓ માતાજીના દર્શને પધાર્યા અને માતાજીનું ભવ્ય મંદિર બનાવવા માટેની માતાજી પાસે આજ્ઞા માંગી, માતાજીની આજ્ઞા માલ્ટા જ તેમને ભવ્ય મંદિર બનાવવાની શરૂઆત કરી તેમને મંદિરની ફરતા ચાર બુરજ અને ત્રણ દરવાજા વાળો કિલ્લો તેમજ દીપમાળ, માં સરોવર અને ધર્મશાળા પણ બનાવ્યા.

માનાજીરાવ સિવાય પણ આ મંદિરમાં ઘણા લોકોને માતાજીના પરચાઓ મળી ગયા છે. આ મંદિરમાં કૂકડો ચઢાવવાની માનતા માનવામાં આવે છે. અને ઘણા લોકોની આ માનતાઓ ફળે પણ છે. મૂંગા લોકોને વાચા મળે છે, જઈને જીભ તોટટળાતી હોય તેવા બાળકો પણ માનતા રાખતા કડકડાટ બોલવા લાગે છે.

ઘન જ ભક્તોને આ મંદિરમાં શ્રદ્ધા છે અને માતાજી તેમની શ્રદ્ધાને પૂર્ણ પણ કરે છે.લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, આજે પણ ભક્તોનું ઘોડાપુર બહુચરાજી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ કળિયુગમાં પણ માતાજીના પરચાઓ અને તેમના હોવાના પુરાવાઓ ભક્તોને મળતા રહે છે.વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિનાના ૧૫ દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રિએ અને આસો સુદ આઠમના દિવસે તથા ચૈત્રી સુદના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે. તેઓ માટે આ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે.

ધાર્મિક મહત્ત્વ.બહુચર માતા એક ચારણની પુત્રી હતાં, બાપલ અને દેઠા તેમની બહેનો સાથે તે મુસાફરી કરી રહ્યાં હતાં. ત્યારે બાપીયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો, ત્યાં પ્રથા હતી કે જો શત્રુઓ વધારે હોય તો શરણાગતિ ન સ્વીકારીને મૃત્યુનો સ્વીકાર કરવો. કોઇ ચારણનું લોહી વહાવવું તે ગંભીર પાપ માનવામાં આવે છે. જ્યારે બાપીયાએ હુમલો કરીને બહુચરાજી અને તેમની બહેનોના સ્તન કાપી નાંખ્યા. દંતકથા પ્રમાણે, બાપીયા શાપિત હતા, અને શ્રાપના કારણે તે નપુંસક બન્યા હતા. તેમના પરથી શ્રાપ ઉઠાવી લીધા બાદ તે બહ્યખરા માતા બની એટલે કે મહિલાનો શણગાર કરતી હતી.

ભારતના હિજગ્રામ સમુદાય આજે બહુચર માતાની ભક્તિ અને પૂજા કરે છે. તેમના અનુયાયીઓ અહિંસામાં માને છે.શ્રી બહુચર માતાજીનું મંદિર ૫૧ શક્તિપીઠો પૈકીનું એક છે, જ્યાં દક્ષ પ્રજાપતિની દીકરી સતીનો હાથ પડયો હતો.મંદિર વિશે.બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે, તેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે, જેમાં અધ્ય સ્થાન, મધ્ય સ્થાન અને મુખ્ય મંદિર. મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા યંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે, શ્રી બહુચરી એક સિદ્ધ શક્તિ છે.

ધાર્મિક માન્યતાઓ.શ્રી બહુચર માતા કૂકડાની સવારી કરે છે. ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કૂકડાં રાજ્યના ધ્વજ પ્રતીક હતાં. માતાજીના પાદરી સાથે સંકળાયેલા ઘણા ચમત્કારો અને દંતકથા છે, માતાજીના ભક્તો તેને પવિત્ર માને છે, અને હૃદયપૂર્વક આસ્થા સાથે તેની પૂજા કરે છે.હિન્દુ ધર્મમાં માતાજીની પૂજા માટે અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે. મા સતીના શરીરના ટુકડા કરીને પૃથ્વી પર વિસર્જિત કરાયા ત્યારે બેચરાજી ખાતે મંદિરના સ્થળે માં સતીના હાથ (કર) પડ્યા હોવાનું મનાય છે.

હિન્દુ ધર્મ મુજબ ચૌલ ક્રિયા એટલે કે બાબરી, માનસરોવર તળાવ નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે. માનવામાં આવે છે, કે આ તળાવે શ્રી કૃષ્ણની પણ બાબરી ઉતાવવામાં આવી હતી.મંદિર સંકુલમાં શ્રી ગણેશ, શ્રી નારસંગવીર મંદિર, શ્રી નીલંકઠ મહાદેવ, શ્રી સાહેરી મહાદેવ, શ્રી સિદ્ધાર્થ મહાદેવ, શ્રી ગુંટેશ્વર મહાદેવ, શ્રી ભુલેશ્વર મહાદેવ, શ્રી કાચોલિયા હનુમાન, શ્રી ચાચર વગેરેનું મંદિર છે, તથા શ્રી ચાચર મંદિરના ની સામે હનુમાન મંદિર, હવનનું સ્થાન, માતાજીની બેઠક અને આધારસ્તંભો સાથે મહેમાનને રહેવા માટેની સુવિધા છે.

ઐતિહાસિક માહાત્મ્યઃ ભગવાન મહાદેવજીનાં પત્ની જ્યારે દક્ષ પ્રજાપતિના કુંડમાં કૂદી પડ્યાં અને તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તાંડવ કરી રહેલા શિવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે સતી માતાના પાર્થિવ દેહના 55 ટુકડા કર્યા અને પૃથ્વી પર તેને વિસર્જિત કર્યા.

આમાંથી સતી માતાના કર (હાથ) બેચરાજીમાં પડ્યા અને અહીં બહુચર માતાજીનું મંદિર બન્યું. વ્યંડળોના આરાધ્ય દેવી ગણાતા બહુચર માતાનું મૂળ મંદિર ઈ.સ. 1783માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાયું હતું. જેમાં માનાજીરાવ ગાયકવાડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમુક લોકોની માન્યતા છે કે તેમણે ઈ.સ. 1839માં આ મંદિર બંધાવ્યું હતું.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *