બજારમાં મળતી એનર્જી ડ્રીંક પિતા પહેલા એકવાર જરૂર, જાણી લેજો આ નહીં તો થઈ જશે આવું હાલ…

જોકે દુનિયાભરના ઘણા લોકો એનર્જી ડ્રિંક્સ પીવે છે, પરંતુ વ્યવસાયે શિક્ષક એવા ડેન રોયલ્સ માટે આ ખૂબ જોખમી સાબિત થયું. આ વ્યક્તિનો ફોટો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ફોટામાં ડેન રોયલ્સની જીભ ખરાબ રીતે નબળી પડેલી જોવા મળી રહી છે. ડેન જાતે જ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી છે.

ડેને દાવો કર્યો છે કે તે છેલ્લા એક વર્ષથી દરરોજ લગભગ 6 કેન એનર્જી ડ્રિંક પી રહ્યો છે. જેના કારણે તેની જીભ ગંભીર છાલવાળી છે. જેનો એક ફોટો ડેન રોયલે ફેસબુક પર શેર કર્યો છે અને લોકોને એનર્જી ડ્રિંકના નુકસાન અંગે ચેતવણી પણ આપી છે. એક રિપોર્ટ અનુસાર ડેન દરરોજ 5 થી 6 એનર્જી ડ્રિંક પીતો હતો. ડોક્ટરોએ પછીથી તેને ચેતવણી આપી કે તે તેની જીભને નુકસાન પહોંચાડે છે. એનર્જી ડ્રિંક્સમાં એમિનો એસિડ, બિટ્યુમિન બી, હર્બલ પદાર્થો અને એક કેનમાં 58 ગ્રામ ખાંડ હોય છે.

ડેન, તેની છાલવાળી જીભની તસવીર શેર કરતા સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે એનર્જી ડ્રિંક્સ કોણ પીવે છે? તેઓ પીવાના વ્યસની છે? તમારે ફરીથી તેના વિશે વિચારવું જોઈએ નઈ. આ ચિત્રને કાળજીપૂર્વક જુઓ … તે તમારી જીભને આ રીતે બનાવે છે. કલ્પના કરો કે તે તમારા આંતરિક અવયવોનું શું કરશે. ડેને તેની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે હું દરરોજ લગભગ 5 થી 6 પીણું પીતો હતો ત્યારબાદ મારે ડોક્ટર પાસે જવું પડ્યું. ડોક્ટર પાસે જતાં, મને ખબર પડી કે પીણામાં રસાયણો છે જે મારી જીભને નુકસાન પહોંચાડે છે.

જો કે, દરરોજ પીણા પીવાથી કેટલી શક્તિ આવે છે તે ડોકટરો દ્વારા સ્પષ્ટ નથી. પરંતુ દંત ચિકિત્સકો લોકોને જાગૃત રાખે છે કે ખાંડ અને અતિશય એસિડ પીવું મોંના આરોગ્ય માટે સારું નથી.આજકાલ થાક દૂર કરવા – કોલેજ સ્ટુડન્ટ્સ તેમજ યુવાનોમાં કસરત કરતા પહેલાં કે સ્પોર્ટ્સ રમતા પહેલા જુદા જુદાં એનર્જી ડ્રીંક વાપરવાની ફેશન ચાલી છે. શું આ બધા એનર્જી ડ્રીંક સેફ છે ? શું તે લેવાથી શરીર તાકાતથી ભરાઈ જાય છે ? અને તે ફાયદો કેટલો સમય રહે છે આવા પ્રશ્નો પેદા થતા હોય છે.

વધતા ઓછા પ્રમાણમાં પરંતુ આ એનર્જીડ્રીંકમાં વધુ પડતું કેફીન આવેલું હોય છે, આ ઉપરાંત વિટામીન બી કોમ્પ્લેક્સ અને ટોરિન નામનું એમીનોએસીડ જે પ્રાણીઓમા જોવા મળે છે તે આવેલું હોય છે, ઉપરાંત તેમાં આર્ટીફીશીયલ સ્વીટનર્સ આવેલા હોય છે.લગભગ બધા જ માર્કેટમાં મળતા એર્જી ડ્રીન્ક્સમાં કેલેરી ઓછી આવેલી હોય છે.5 કલાક જોરદાર એનર્જી આપતા જુદા જુદા ડ્રીંકમાં કેલેરી તો 4 જ આવેલી છે પરંતુ રેડ બુલમાં 100 કેલેરી આવેલી છે. શુગર ફ્રી રેડબુલમાં 10 કેલેરી આવેલી છે.

શું એનર્જી ડ્રીંકથી ખરેખર એનર્જી વધે છે ?એવા ખાસ કિસ્સા જોવા મળતા નથી કે એનર્જી ડ્રીંક લેવાથી માનસીક અને શારીરીક એર્જી વધી જ જાય અને વ્યક્તિ ખૂબ સ્પીડમાં કામ કરવા લાગે કે વધુ પડતો થાક લાગેલો હોય અને ગાડી ચલાવવામાં એનર્જી વધી જાય અથવા લાંબુ કામ કરવામાં વધુ એર્જી લાગે એવું કોઈ કિસ્સામાં સાબીત થયું નથી પરંતુ એનર્જી ડ્રીંક લેવાથી એનર્જી વધી જ જશે એવા વિચારથી એનર્જેટીક લાગવા લાગતું હોય છે.

શું એનર્જી ડ્રીંક લેવાથી નુકસાન થાય છે ? બહાર તૈયાર મળતાં એનર્જી ડ્રીંકમાં 100mlમાં 294mg કેફીન આવેલું હોય છે. જુદી જુદી બ્રાન્ડમાં તેનું પ્રમાણ જુદુ જુદુ હોય છે. જે કોફીમાં 134થી 240mg, ચામાં 48થી 175mg અને કોલામાં 22થી 46mg આવેલું હોય છે.રીસર્ચ પ્રમાણે દિવસ દરમિયાન 400 mg સુધી કેફીન લેવામાં આવે તો તે વધુ પડતું નુકસાન કરતું નથી.

પરંતુ ગર્ભવતી સ્ત્રીઓ ઉપરાંત બાળકોએ દિવસ દરમિયાન આટલું બધું કેફીન લેવું જોઈ નહીં. વળી એક સામટુ આટલુ બધુ કેફીન લેવાથી નુકસાન થઈ શકે છે પરંતુ તેને દિવસમાં 2થી 3 વખત અમુક સમયના અંતરે લેવામાં આવે તો તે નુકસાનકારક થતું નથી, ઉપરાંત વધુ પડતું કેફીન લેવાથી માનસીક અસંતુલન, વારંવાર ગુસ્સો આવવો, ઉંઘ ન આવવી, વારંવાર પેશાબ થવો, ઇરેગ્યુલર હાર્ટબીટ થવા, હાડકા ગળવા, પેટ અપસેટ થવું, ડિપ્રેશન આવવું વિગેરે થઈ શકે છે.

આમ આપણે ટુંકા સમયનો લાભ લેવા માટે લાંબાગાળાનું નુકસાન કરી લેતા હોઈએ છીએ. ઉપરાંત ચા-કોફી છોડવાની વાતો કરીને એનર્જી ડ્રીંકના ગુલામ થઈ જતા હોઈએ છીએ. વધુ પડતી કસરત કરવા, કામ કરવા, અથવા અમુક પ્રકારની કોમ્પીટીશન કરવા માટે થોડા સમય માટે એનર્જી ડ્રીંક લેવું પડે તો તે ઠીક છે પરંતુ તેની ટેવ પડી જવાથી તેનાથી લાંબા ગાળાનું નુકસાન થતું જોવા મળે છે.

ઠંડા પીણા વિષે જાણવા જેવુઃ- આપણ ત્યાં ઠંડા પીણા પીવા એ ફેશન થઈ ગઈ છે. જેમ કે બહાર જમવા જાવ તો પીઝા, પાસ્તા સાથે ઠંડા પીણા તો લેવા જ પડે. આવી ટેવ આપણે આપણા બાળકોને પાડી દીધી છે, પરંતુ ઠંડા પીણા રેગ્યુલરલી પીવાથી વધુ પડતું વજન જ નથી વધતું પણ અન્ય ઘણા બધાં નુકસાન થાય છે જેમ કેઃઅસ્થમાઃ ઠંડા પીણામાં સોડીયમ બેન્ઝોઇટનો ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે શરીરમાં પોટેશિયમ ઓછું થાય છે તેના કારણે અસ્થમા, ચામડીના રોગો, રેશીષ વિગેરે થઈ શકે છે.

દાંતના એનેમલને નુકસાન કરે છેઃઠંડા પીણામાં આવતાં રીએક્ટીવ તત્ત્વો મોઢામાં લાળ જોડે મળીને પેટમાં એસીડનો વધારો કરે છે. ઠંડા પીણા લેવાની સાથે જ દાંતના ઇનેમલને નુકસાન થાય છે. ઠંડાપીણાના દરેક ઘુંટડા સાથે દાંતના ઇનેમલને 2% નુકસાન થાય છે.હાર્ટના રોગોઃતેમાં આવેલી ખાંડને કારણે ડાયાબીટીસ, બ્લડપ્રેશર, વજન વગેરેમાં વધારો થાય છે અને હાર્ટના રોગો ઉદ્ભવી શકે છે. શુગર ઓવરલોડીંગઃ- તેમાં આવેલી વધુ પડતી ખાંડ શરીરમાં શુગરનું પ્રમાણ વધારી દે છે અને તેનું ફેટમાં રુપાંતર કરે છે.કીડની પ્રોબ્લેમ્સઃ- તેમાં આવેલા ફોસ્ફટીક એસીડના કારણે કીડનીમાં સ્ટોન ફોર્મેશન થઈ શકે છે.ઓસ્ટીઓ પોરેસીસઃ- વધુ પડતાં ઠંડાપીણાં લેવાથી ઓસ્ટીઓ પોરેસીસ થઈને હાડકાં નબળા પડી જાય છે.

આજકાલ ચા અને કોફી જેવા પીણાઓના ગુણગાન ગાતા સંશોધનો પણ બહુ છપાય છે. પરંતુ આ બંને પીણાનો વૈદિક ગ્રંથોમાં કોઈ ઉલ્લેખ નથી. અંગ્રેજોએ તેમની સ્વાદેન્દ્રિય સંતોષવા માટે આપણા દેશમાં ઠેકઠેકાણે ચા અને કોફીના વાવેતર કર્યા હતા. પણ પછી થયું એવું કે એક વાર પાશ્ચાત્ય દેશોની જરૃરિયાત સંતોષાઈ ગઈ પછી અંગ્રેજોએ ભારતીયોને આ પીણાના ગુલામ બનાવીને પોતાનો ધંધો ચાલુ રાખ્યો. આજે કેટલીય ભારતીય કંપનીઓ પણ દેશના લોકોને ચા કોફીની આદત પાડવા માટે જાતજાતના ગતકડાં કરતી રહે છે.

એક અંદાજ પ્રમાણે આપણે ત્યાં રોજ ૪૦ કરોડ લોકો બે થી ત્રણ કપ ચા પીએ છે. એક કપ ચા પાછળ પાંચ રૃપિયાનો ખર્ચ ગણો તો પણ આપણે રોજ ચા પાછળ જ ફક્ત ૬૦૦ કરોડ રૃપિયાનું આંધણ કરી દઈએ છીએ. કોફીના તો જૂદા. જો ફક્ત એક અઠવાડિયા માટે પણ ચા અને કોફી પીવાનું સદંતર બંધ થઈ જાય તો બચેલા પૈસામાંથી આખું કચ્છ ફરીથી ઊભું કરી શકાય. ચામાંનું નિકોટીન અને કોફીમાંનુ કેફેન નામનું તત્ત્વ નશો ચઢાવે છે એ વાત તો સાબિત થઈ જ ગઈ છે.

વળી ચા અને કોફીના બગીચાઓએ જે જગા રોકી છે એ સ્થાને શાકભાજી, ફળફળાદિ તેમજ અનાજ ઉગાડીને ભારતના કરોડો ભૂખ્યાઓને બે ટંક જમવાનું આપી શકાય છે. આ સિવાય તાલ (તાડી)ના વૃક્ષમાંથી મળતો નીરો, નાળિયેર પાણી અને ખસખસ અને આમળાનું શરબત પણ ગુણવર્ધી ગણાય છે. કુદરતે છૂટે હાથે આ પીણા આપણને આપ્યા છે તો હાનિકારક બજારુ પીણામાં સ્વાસ્થ્ય તેમજ પૈસા બગાડવામાં ક્યાંની અક્કલમંદી છે? ડિસ્કોથેક અને પબમાં આજકાલ જુદા પ્રકારના ડ્રીંક મળતા થયા છે. કુદરતી જડીબુટ્ટીઓ અને બીજા તત્ત્વોમાંથી બનાવેલા મનાતા આ પીણાંઓ હેલ્થડ્રીંક અથવા એનર્જી ડ્રીંકના નામે શોખીનોના માથે ઠપકારાય છે.

પાણીમાં અમુક તમુક જાતના કૃત્રિમ એસેન્સ અને રસાયણ ભેળવીને બનાવાયેલા કોલા ઓછા હતા તે આવા એનર્જી ડ્રીંક્સ બજારમાં મૂકી દેવામાં આવ્યા છે. પરંતુ તેના વેચાણ માટે આક્રમક પ્રચાર ન કરવામાં આવતો હોઈ તેને વિશે સામાન્ય જનતાને બહુ ખબર નથી. બે વર્ષ પૂર્વે હૈદ્રાબાદ ખાતે ઓસ્ટ્રીયન બનાવટનું એક પીણું લોંચ કરાયું હતુ. આ પીણા બનાવતી કંપનીનો દાવો છે કે તે પીવાથી શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે અને બધા અવયવો વધુ સક્ષમ બને છે. તે સિવાય પીણું કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી આપતું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. ૨૫૦ મિલીની બાટલી માટે ૮૦ રૃપિયા વસૂલાય છે.

છ મહિના પહેલાં અન્ય એક ઓસ્ટ્રીયન કંપનીએ બહાર પાડેલું હેલ્થ ડ્રીંક્સ પણ એટલા જ ભાવે વેચાય છે. જો કે તેને બહુ સફળતા મળી નથી. આ ઉદ્યોગના જાણકારો કહે છે કે ભારતમાં હેલ્થ ડ્રીંકનો કોન્સેપ્ટ હજુ લોકો પચાવી શક્યા નથી. અગાઉ જણાવ્યા પ્રમાણે પબ અને ડિસ્કોથેકમાં નિયમિત જનારાઓ આ પીણાંઓ વિશે જાણે છે અને ઘણા નિયમિત પીએ પણ છે. કેટલાક વળી વધારાની ’કીક’ મેળવવા માટે આવા પીણામાં વોડકા અને લીંબુ ભેળવીને પીએ છે. રાત્રે પાર્ટી દરમિયાન આવા ડ્રીંક પીવાથી બીજા દિવસે સવારે હેંગ ઓવર થતો નથી એવું તે પીનારાઓ કહે છે. ઉપરાંત આવા પીણાંઓ શરીરમાં ઉત્સાહનો સંચાર કરતા હોવાનું પણ કહેવાય છે. તેમાં જીનસેંગ નામની જડીબુટ્ટી પણ હોવાથી જાતિય શક્તિ વધતી હોવાનું ઘણા માને છે.

સાચું ખોટું ભગવાન જાણે પણ આ એનર્જી ડ્રીંક્સના સંચાલકોનો દાવો છે કે જાહેરખબર કર્યા વિના પણ તેમના પીણાએ સારું એવું માર્કેટ કબજે કરી લીધું છે. જો કે આહારશાસ્ત્રીઓએ અને કસરતવીરો આવા ડ્રીંકને આવશ્યક ગણતા નથી. કેટલાક તો એવું પણ માને છે કે આવા મોંઘાદાટ પીણાં પીવા કરતાં તો ગ્લુકોન ડીનો ગ્લાસ ગટગટાવી જવો સારો. અમેરિકાની ગેરોરેડ સ્પોટ્‌ર્સ સાયન્સ ઈન્સ્ટ્ટિયૂટના મુખ્ય પત્રમાં લેસ્લી બોન્સાઈ નામના નિષ્ણાતે એક લેખમાં લખ્યું છે કે, એનર્જી ડ્રીંક્સ એ શરીર માટે બહુ જરૃરી નથી. તે કઈ રીતે શરીરને ઊર્જાશીલ રાખે છે એ જાણી શકાયું નથી કે નથી એવું સાબિત થયું. આ તરફ બ્રિટિશ જર્નલ ઓફ કેન્સરના અંકમાં કેર્નેટાઈન નામના હેલ્થ ડ્રીંક માટે એવું લખવામાં આવ્યું છે કે આ ડ્રીંક પીવાથી કેન્સરના દરદીઓ ઊર્જાનો અનુભવ કરી શકે છે. દિલ્હીની એક સંસ્થાએ એકપ્રયોગ કર્યો હતો.

આ પ્રયોગ હેઠળ ૨૭ વર્ષના એક યુવાનને તે કસરત શાળામાં ગયો એ પહેલાં આ પીણાનું એક કેન પીવડાવવામાં આવ્યું હતું. એ યુવકે પોતાના અનુભવમાં લખ્યું, ’’પેલુ જાદુઈ પીણું હાલમાં મારા પેટમાં છે. મેં તે ૨૦ મિનિટ અગાઉ પીધું હતું. હાલ હું કસરત શાળામાં છું અને ખૂબ જોમ સાથે કસરત કરી રહ્યો છું. મારી સામે ૪૦ વર્ષથી સહેજ ઓછી એવી એક સ્ત્રી કસરત કરી રહી છે. મને એ સ્ત્રી જોડે પ્રેમાલાપ કરવાનું બહુ મન થઈ રહ્યું છે. … હવે મારો ’નશો’ ઉતરી ગયો છે. એ પીણું પીધાને એક કલાક થઈ ગયો છે, હું હવે શાંતિ અનુભવ છું. મારી કામેચ્છા મંદ પડી ગઈ છે. એ જુસ્સો અને કામેચ્છા, પીણુ પીવાને કારણે જાગ્યા હતા કે પછી તેની પાછળ કોઈ મનોવિજ્ઞાની પરિબળ કામ કરી રહ્યું હતું એ હું ખાતરીપૂર્વક કહી શકતો નથી.

Leave a Comment