થઈ જાવ સાવધાન..! બંગાળની ખાડીમાં સાયક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદને લઈને કરાઈ મોટી આગાહી, જાણો વિગતે

0
305

મિત્રો હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે સારા વરસાદને લઈને શક્યતાઓ વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં સારા વરસાદને લઈને મહત્વના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઈ ચૂક્યો છે.ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદને લઈને શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ વરસાદી ઝાપટાઓ પડ્યા છે

અને હવામાન વિભાગ એ સામાન્યથી છૂટો છવાયા વરસાદને લઈને આગાહી કરી છે.મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પણ આ ગાયો વ્યક્ત કરવામાં આવી છે ત્યારે બોટાદ ખેડા મહીસાગર

અરવલ્લી અને છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે જ્યારે 17 સપ્ટેમ્બરથી વરસાદની સિઝન પૂર્ણ થવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં હળવું દબાણ હવાનું સર્જવાનું શક્યતા વ્યક્ત કરી છે અને ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદને લઈને અવનવી આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને રાજકોટ દ્વારકા જામનગર મોરબી પાટણ બનાસકાંઠા સુરત વલસાડ નવસારી ડાંગ દમણ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી જ્યારે રાજ્યના કેટલા જિલ્લાઓમાં હાલમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ