બાપા સીતારામની આ રસપ્રદ કહાની વાંચ્યા બાદ તમારું દિલ ખુશ થઈ જશે….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાતની ધરતી એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે અને જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થઇ જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે મિત્રો એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા માં આવેલ છે.

મિત્રો જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે અને બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે મિત્રો તમને જણાવી દઈએ કે લોકો બાપા સીતારામ નાં હુલામણા નામથી ઓળખે છે.

અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. પૂ.બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી છ કિ.મી.દૂર અધેવાડા ગામ પાસે એક કિ.મી. અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલું. પૂ.બાપાશ્રીના માતાનું નામ શિવકુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું. પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા.

તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું. તેમના માતાશ્રી લાખણકાથી પિયર માલપર આવી રહ્યાં હતાં.તે સમયે કાચા રસ્તાઓ હતા, વાહનોની સગવડ નહોતી ત્યારે અધેવાડ ગામ પાસે સ્મશાનની છાપરી પાસે વિસામો ખાવા બેઠા. એ સમયે નદીની આસપાસ બે ત્રણ બહેનો કપડાં ધોતી હતી. તેઓ માતાની પાસે આવ્યાં. જે એક બહેનને (દૂધીબહેન) બોલાવી લાવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું. એ સમયે માતાજીએ ગામમાં આવવાની ના પાડી.

માતાજીએ ઝાંઝરિયા હનુમાન તરફ લઇ જવા માટે કહ્યું. માતાએ હનુમાનને પ્રણામ કર્યા અને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો ખાવા બેઠા. ત્યાં બાપાનું પ્રાગટ્ય થયું.બહેનોએ માતાજીની સેવા કરી. થોડા જ દિવસોમાં માતાજી માલપર પિયર જવા રવાના થઇ ગયાં. બાપાશ્રીના પ્રાગટ્ય અગાઉ થોડાક દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી ત્યાંથી વિદાય લીધી જેથી ગામલોકોને એવું લાગ્યું કે થોડા જ દિવસોમાં આમ ચાલ્યા જનાર આ બાળ કોણ હશે ?

હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે !બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું. તેમનું કુળ રામાનંદ હતું. આ ભક્તિરામ માલપરથી લાખણકા આવ્યા ત્યારે બાલ્યાવસ્થા હતી. આ બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતાં બાપા વિચરતા-વિચરતા વલસાડ બાજુ આવ્યા. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખ ચોકવાળાની જમાત સાથે તેઓ જોડાઇ ગયા.

આ જમાત નાસિકના કુંભમેળામાં જઇ રહી હતી. જંગલમાંથી પસાર થતા બાપાશ્રી એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામ-સીતારામનો જપ કરવા લાગ્યા. આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી. તે જમાતની સામે આઠ-દસ વાઘોનું ટોળું આવ્યું. આ ટોળાને જોઇ હાથી પણ અટકી ગયો. આ સમયે સીતારામદાસ બાપુએ બજરંગદાસને બોલાવવા કહ્યું.

બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંહ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંત ચિત્તે ચાલ્યું ગયું.આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બચાવી લીધી. ત્યારબાદ બાપાશ્રી કુંભમેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત પધાર્યા. સુરતમાં તેઓ રોજ અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. બાપાશ્રી રેલ્વે સ્ટેશનની બાજુમાં એક માળીની દુકાનેથી ગુલાબનું ફૂલ ખરીદતાં.

બાપાશ્રી આ ફૂલ લઇ ઘોડાગાડીમાં બેસી અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. ત્યાં હોડીમાં બેસી ગુલાબનું ફૂલ લઇ લગભગ કલાક-દોઢ કલાક તાપી નદીમાં નૌકાવિહાર કરતા. નૌકાવિહાર દરમિયાન ગુલાબનું ફૂલ આકાશમાં ઉડાડતા. આ રીતે એ ગુલાબનું ફૂલ અશ્વિનીકુમારને ચઢાવતા. આ અશ્વિનીકુમાર એ દેવોના વૈદ્ય ગણાય છે.સુરતથી બાપા ફરતાં-ફરતાં વલ્લભીપુર આવ્યા.

ત્યાંથી ઢસા આવ્યા.ત્યાંથી બાપા પાલિતાણા પધાર્યા અને પાલિતાણાથી બગદાણા પધાર્યા.બગદાણામાં જૂની પોલીસ લાઇન સામે ચોરામાં પોતાનું આસન જમાવ્યું. આ વખતે બાપાશ્રી ધોયા વિનાની માદરપાટની બંડી પહેરતા. બાપાશ્રીને નાહવા-ધોવા કે દાતણ-પાણી માટે, પૂજા-પાઠ માટેના કોઇ નિયમ કે વ્રત ન હતા. બાપાશ્રી બાંકડા પર પોતાનું આસન જમાવીને પાણીનું એક માટલું અને ગ્લાસ લઇને બેસતા. બાજુમાં ધૂણી ધખાવતા.

આ રીતે બાપા લહેર કરતા. બાપા ઘણીવાર બગદાણાથી ભાવનગર પણ પધારતા. પૂ.બજરંગદાસબાપાએ મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી.આ આશ્રમે દર વરસે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે. દર માસની પૂનમે લોકો પૂનમ ભરવા અહીં દર્શને પધારે છે. બાપાને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા હતી તેથી તો તેઓ સીતારામ-સીતારામનો જાપ જપ્યા કરતા હતા.

મિત્રો ઈ.સ. ૧૯૦૬ જે મિત્રો ચોક્કસ તારીખ ની માહિતી નથી નું વર્ષ હતું ત્યારે ભાવનગરનાં અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું અને જ્યારે શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતાં અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી અને ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજી નું મન્દીર હતું અને તેની આજુબાજુ ની બહેનો તેમને લઇને મંદિરની ઝુંપડીમાં લઈ ગયાં અને મંદીરમાં હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભ દીપકે એક બાળકનો જનમ થયો હતો.

રામાનન્દી સાધુ હોવાના કારણે તે બાળકનુ નામ ભક્તિરામ રાખ્યું હતુ અને નાનપણથી જ ભક્તીરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં અને ખરેખર તેમનામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતાં મિત્રો એક સવારે ભક્તીરામ મોડે સુધી સુઈ રહ્યાં હતા તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ સુતો હતો અને આ પછી એમને થયું કે જરુર ભક્તીરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ અને ભક્તીરામને ભક્તી ની એવી તો માયા લાગી ગઈ તી કે તેઓ ૨ ધોરણ સુધી જ ભણ્યા હતાં અને ૧૧ વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાં હતા.

જ્યારે ગુરુ શ્રી સીતારામ ભક્તીરામને ઓળખી ગયાં અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય અને ત્યારે ભક્તીરામ બોલ્યાં કે ખરેખર જો તમે મને કઈંક આપવા જ ઈચ્છતા હોય તો એવું કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું જ રે અને ત્યારથી સીતારામજી એ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાવ બજરંગી હવે તમે દુનીયામાં ભ્રમણ કરો અને દીન દુખીયાં ની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો.

ભક્તીરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામ ના નામથી ઓળખાવા લાગ્યાં અને એક વાર ભ્રમણ કરતાં-કરતાં બાપા મુંબઈ આવી પહોચ્યાં અને ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો અને બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નિકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગુ કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો અને બાપા એ જ વખતે જ્યાં ઉભા તાં ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યાં અને જોત જોતાંમાં ત્યાં લોકોનું ટોળું આ કુત્તુહલ જોવા ભેગુ થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઇને ગોરો અમલદાર પણ બાપાના પગમા પડી ગયો હતો.

Leave a Comment