Breaking News

બે અલગ અલગ યુવકો સાથે સબંધ બાંધ્યા બાદ મહિલા ગર્ભવતી થઈ બાળક એવું આવ્યું કે જાણી તમે પણ ચોંકી જશો.

આજે અમે તમને એક સમાચાર જણાવીશું, જેના વિશે તમે જાણવાનું નિશ્ચિત નહીં હોવ. એક મહિલાએ જોડિયાને જન્મ આપ્યો હતો પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંનેના પિતા એક નહીં પણ બે પુરુષ છે. તમે આઘાત નથી? મને જણાવો કે આખો મામલો શું છે.આ અજીબોગરીબ કિસ્સો ચીનના ઝિયેમિન શહેર સાથે સંબંધિત છે. અહીં એક મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, પરંતુ બાદમાં ડોકટરોને ખબર પડી કે બંનેના પિતા એક નથી. બાળકોના જન્મ નોંધણી માટે ગર્ભાવસ્થા પરિક્ષણ કર્યા પછી આ વાત બહાર આવી. ડીએનએ પરીક્ષણમાં, બંનેના ડીએનએ અલગથી આવ્યા, મતલબ કે બંને બાળકો જુદા જુદા પિતાના હતા. ઘણા સવાલો અને જવાબો પછી આખરે મહિલાએ કબૂલ્યું કે તેણે તેના પતિ સાથે છેતરપિંડી કરી છે.

દંપતીની ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવતા ફુજિયન ઝેંગતાઇ ફોરેન્સિક આઇડેન્ટિફિકેશન સેન્ટરના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, બે પુત્રોમાંથી એકનો ડીએનએ પિતા શિઓલોંગ સાથે મેળ ખાતો નહોતો. ડિરેક્ટર ઝાંગે કહ્યું કે શિઓલોંગનો રિપોર્ટ જોઈને તે ગુસ્સે થયો અને તેણે તેની પત્ની સાથે ઝગડો શરૂ કરી દીધો. પહેલી પત્નીએ કોઈપણ બાબતને નકારી હતી અને રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો.

જ્યારે ઝિયાઓલોંગે તેની પત્નીને આ વિશે પૂછપરછ કરી, ત્યારે તેણે પહેલા તેના પતિ પર અહેવાલ સાથે ચેડાંનો આરોપ લગાવ્યો. પરંતુ, સત્ય થોડા સમય પછી બહાર આવ્યું. તે કોઈ અજાણ્યા શખ્સ સાથે રાત વિતાવવા સંમત થઇ હતી. બે બાળકોની માતાએ કબૂલાત કરી કે તેણે પતિ સાથે બેવફાઈ કરી છે. મહિલાએ કહ્યું કે તેના પતિ ઉપરાંત તેના અન્ય લોકો સાથે પણ સંબંધો હતા.

આ ખુલાસા પછી, ઝિયાઓલોંગ કહે છે કે તે ખુશીથી તેમના બાળકને ઉછેરવા માટે તૈયાર છે પરંતુ તે ક્યારેય કોઈ બીજાના બાળકને તેનું નામ આપશે નહીં. આ પહેલા પણ ચીનમાં આ પ્રકારના કિસ્સા બન્યા છે. યીવૂ સિટીમાં શ્રીમંત ઉદ્યોગપતિના જોડિયાના કિસ્સામાં 2014 માં પણ આવું જ બન્યું હતું.

જાણો અન્ય સ્ટોરી.કુદરતે બનાવેલા નિયમોનું તે પોતે જ ઉલ્લંઘન કરે ત્યારે આપણે એને ફાંટાબાજ કુદરત કહીએ છીએ. ફાંટાબાજ કુદરતની કોઈ અકળ લીલાથી, જ્યારે ફલિનીકરણ થયેલું અંડ બે ભાગમાં વિભાજિત થાય છે (જે ન થવું જોઈએ) ત્યારે, એકમાંથી બે ગર્ભ સર્જાય છે! બંને ગર્ભ સ્વતંત્ર રીતે વિકાસ પામે છે અને ફળસ્વરૂપ જોડિયાં બાળકો જન્મે છે. આવા એક અંડના વિભાજનથી ઉત્પન્ન થયેલાં જોડિયાં બાળકોને મોનોજાયગોટિક ટિવન્સ્ કહે છે. જેના રૂપરંગ અને નાક-નકશો ઉભયને અદલોઅદલ મળતાં આવે છે.

ઉપરોક્ત પ્રક્રિયાથી વિરુદ્ધ કોઈ અકળ કારણોથી, માસિક ચક્રના બે અલગ-અલગ દિવસોએ એક એક, એમ એકને બદલે કુલ બે સ્ત્રીઅંડ બહાર પડે ( જે ન બનવું જોઈએ), અને દૈવયોગે, બંને અંડનું ફલિનીકરણ થાય તો બે ગર્ભ બને! અને આ બંને ગર્ભ ગર્ભાશયમાં વિકસે તો જોડિયાં જન્મે છે. આવા અલગ-અલગ અંડમાંથી ઉત્પન્ન થયેલાં જોડિયાંને ડોક્ટર ડાયજાગોટિક ટ્વિન્સ્ કહે છે. આ પ્રકારના જોડિયાં બાળકો દેખાવમાં એકબીજાને મળતાં આવતાં નથી, તો પણ એક જ માતા-પિતાના સંતાનોમાં હોઈ એટલું સામ્ય જરૂર હોઈ શકે.

આટલી જાણકારી ઉપરથી એવું તારણ કાઢી શકાય કે, કોઈ મહિલા કે પુરુષ પોતાની ઈચ્છા પ્રમાણે જોડિયાં બાળકો પેદા કરી શકે નહીં. ખુદ સર્જનહાર દ્વારા નિયમોનું ઉલ્લંઘન થાય તો જ આવું સંભવે. વિજ્ઞાાનના આ નિયમથી સદીઓ પહેલાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત જેવા દેશોનાં કેટલાક અંધશ્રદ્ધાળુ માનવો અજ્ઞાાત હતા. તેઓનું માનવું એવું હતું કે, કોઈ એક જ પુરુષ સાથે મહિલાના સમાગમથી જોડિયાં ઉત્પન્ન થઈ શકે જ નહીં! બે અલગ-અલગ પુરુષો સાથેના મહિલાના દેહ સંબંધથી જ જોડિયાં બાળકો પેદા થઈ શકે! આવી અંધશ્રદ્ધાથી દોરવાઈ તેઓ જોડિયાંને જન્મ આપનાર માતાને, પરપુરુષ સાથે સંબંધ બાંધવા સબબ, બેવફા ગણી નાત બહાર મૂકવાનું જઘન્ય કૃત્ય કરતા હતા.

ગર્ભમાં જોડિયાં બાળકો હોવાનાં લક્ષણો,કોઈપણ મહિલાની ગર્ભવતી બનવાની ઘટના કુટુંબ માટે આનંદના સમાચાર બને છે. દિન-પ્રતિદિન વિસ્તરતા તેના પેટ સાથે આનંદમાં પણ ભરતી આવતી જાય છે. પરંતુ સગર્ભાનું પેટ જયારે નિશ્ચિત માત્ર કરતાં અધિક પ્રમાણમાં મોટું કપાળ ત્યારે આનંદના ઉમળકામાં થોડી ઓટ આવે છે, શંકા ઊભી થાય છે અને એક પ્રશ્ર જન્મે છે,

જોડિયાં તો નહીં હોય ને? ખરું પૂછો તો મોટું પેટ એટલે જોડિયાં બાળકો જ હોય, એવી ધારણા બાંધવાની ઉતાવળ ન કરવી. અન્ય કારણો પણ હોઈ શકે. ડોક્ટર જ આ રહસ્ય ઉકેલી શકે.સ્ત્રી રોગોના નિષ્ણાત ડોકટર સગર્ભાના પેટ ઉપર હાથ મૂકી તપાસ કરીને કે સોનોગ્રાફી દ્વારા નિદાન કરે છે. સોનોગ્રાફી ઘડીના છઠ્ઠા ભાગમાં જોડિયાં બાળકો હોય તો પકડી પાડે છે. આમ, પ્રસૂતિ પૂર્વે થયેલ જોડિયાં હોવાનું નિદાન, સગર્ભાને અને તેના કુટુંબીજનોને સગર્ભાવસ્થા દરમિયાન રાખવી જોઈતી તકેદારી પ્રત્યે જાગ્રત કરે છે.પૂર્વનિદાન થયેલ ન હોય તેવા કેસમાં ક્યારેક, પ્રસૂતિ વેળા એક બાળકના જન્મ બાદ અચાનક બીજું બાળક જન્મે ત્યારે જ ખ્યાલ આવતો હોય છે.

જોડિયાં ગર્ભનો સગર્ભાવસ્થા પર પ્રભાવગર્ભાશયમાં જોડિયાં બાળકોને પોષતી માતાને, ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ગર્ભાશયમાં ગર્ભજળનું અધિક માત્રામાં એકત્રિત થવું, લોહીનું ઊંચું દબાણ થઈ આવવું, પગ ઉપર સોજા આવવા, પેશાબ દ્વારા શરીરના પ્રોટીનનું બહાર વહી જવું, ગર્ભાશયમાં બંનેમાંથી એક બાળકની ગોઠવણ આડીઅવળી કે અસામાન્ય હોવી, ગર્ભાશયની ક્ષમતા ઘટવી, પ્રસૂતિ પહેલાં લોહી પડવું, ક્ષમતાં કરતાં અધિક વિસ્તરવાને કારણે ગર્ભાશયનું મુખ ખૂલી જવું, અધૂરા દિવસોએ પ્રસૂતિ થવી વગેરે.

આવી સમસ્યાઓ, એક બાળક ધરાવતી સગર્ભાની સરખામણીએ બે થી ત્રણ ગણી અધિક જોવા મળે છે. જોડિયાં બાળકો ધરાવતી સગર્ભાએ સિઝરીયન ઓપરેશન કરાવવું જ પડે એવી બીક રાખવી અસ્થાને ગણાય. જોડિયાં બાળકો ખુદ આવું ઓપરેશન કરાવવા માટે કારણભૂત હોતાં નથી પરંતુ જેનો આગળ ઉલ્લેખ કર્યો છે એવી સગર્ભાવસ્થા દરમિયાન ઊભી થતી સમસ્યાઓને કારણે ઓપરેશનની જરૂર પડે ખરી.જોડિયાં બાળકોનું ગર્ભાશયમાં જ મૃત્યુ થવાનું પ્રમાણ એક બાળકવાળા કેસ કરતાં ચારગણું વધારે હોય છે.

૪૭% કિસ્સામાં બંને બાળકો માથા વાટે જન્મે છે, તેથી પ્રસૂતિ દરમિયાન કોઈ મુશ્કેલી આવતી નથી. ૩૭% કેસમાં, એખ માથા વાટે અને બીજું પગ વાટે જન્મે છે. આવી પરિસ્થિતિથી પણ કોઈ ખાસ મુસીબત ઊભી થતી નથી, કારણ કે બંને બાળકો કદ અને વજનમાં સામાન્યતઃ નાનાં અને હલકાં હોવાથી આ પ્રક્રિયા સરળ બને છે. ૮% કિસ્સામાં બંને બાળકો પગ વાટે જન્મે છે. બાકીના ૮% કિસ્સામાં ગર્ભાશયમાં બાળક આડું હોય છે, જે ડોક્ટર અને સગર્ભા બંને માટે મુશ્કેલીઓ સર્જે છે. આવા કેસમાં સિઝરીયન ઓપરેશન કરવાની તૈયારીઓ કરવામાં આવે છે. એક મ્યાનમાં બે તલવાર ભલે ન રહી શક્તી હોય, પરંતુ જોડિયાં બાળકો માતાના ગર્ભાશયને સરખે હિસ્સે વહેંચી એક સે ભલે દો.

જોડિયાં ગર્ભ ધરાવતી સગર્ભાની આચાર સંહિતા, પોતાના ઉદરમાં એકને બદલે બે બાળકો પાંગરી રહ્યાં છે, એવું જયારે સગર્ભાને જ્ઞાાત થાય છે, ત્યારે તેને ફાળ પડે છે. એક જ વર્ષમાં બે ધોરણની પરીક્ષા આપનાર વિદ્યાર્થીની જેવી તેની માનસિક હાલત થાય છે. તેના મનમાં શંકાકુશંકા ભર્યા પ્રશ્રો ઊભા થાય છે, જે સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિમાં નાસીપાસ ન થતાં સગર્ભાએ આવી પડેલ આ બમણી મુસીબતને બેવડા આનંદમાં પલટાવી, ખાસ પ્રકારની આચરસંહિતા અમલમાં મૂકી આગળ ધપવું જોઈએ.

જોડિયાં ગર્ભ ધરાવતી સગર્ભા મહિલાએ, ૨૮ થી ૩૦ અઠવાડિયાંની સગર્ભાવસ્થા બાદ, એટલેકે સામાન્ય સગર્ભા કરતાં વહેલાં આરામ લેવાની શરૂઆત કરવી જોઈએ. તેણે ભારે કામ બંધ કરવાં જોઈએ. મુસાફરી ન કરવી જોઈએ. જમતી વખતે એકીસાથે ભરપેટ જમવાને બદલે વારંવાર પણ ઓછું જમવું. તેણે છેલ્લાં ત્રણ માસ દરમિયાન ડોક્ટર પાસે જઈ તપાસ કરાવતાં રહેવું જોઈએ. તેણે એક નહીં પણ બે બાળકોને પોષવાનાં હોવાથી, લોહતત્ત્વ અને કેલ્શિયમ જેવાં અગત્યનાં તત્ત્વો ડોકટરની સલાહ મુજબ પર્યાપ્ત માત્રામાં આહારમાં સામેલ કરવાં જોઈએ.

નવજાત જોડિયાં વિશે વિશેષ જાણકારીઃજોડિયાં બાળકોમાં ખોડખાંપણનું પ્રમાણ બેવડાય છે.બંને બાળકો હલકાં વજનનાં જન્મે છે. આમ છતાં તેઓ, એક મગની બે ફાડ હોવાને બદલે, સ્વતંત્ર રીતે વિકાસ પામેલ હોવાથી બંનેનું સંયુક્ત વજન પૂરા દિવસે જન્મેલાં એક બાળકનાં વજન કરતાં વધારે હોય છે.૩૩% કિસ્સામાં બંને બાળકો એક જ લિંગનાં હોય છે. આવાં એક જ જાતિનાં બાળકો એક સ્ત્રીઅંડનાં વિભાજનથી થયેલાં હોય છે, જેનાં રૂપરંગ અને નાક-નકશો એકબીજાને બિલકુલ મળતાં આવે છે. બંનેનું લોહી પણ એક જ ગ્રુપનું હોય છે.

૬૭% કેસમાં બંને બાળકો અલગ-અલગ જાતિનાં હોય છે. તેઓ બંને જુદા-જુદા સ્ત્રીઅંડના ફલિનીકરણથી ઉત્પન્ન થયેલાં હોય છે (ડાયજાગોટિક ટિવન્સ્) એટલે દેખાવમાં એકબીજાને સમરૂપ હોતાં નથી. તો પણ એક જ માતા-પિતાનાં સંતાનો હોય એટલી સામ્યતા જરૂર હોઈ શકે. અભ્યાસો દ્વારા એવું તારણ નીકળે છે કે, પ્રથમ જન્મેલ બાળક કરતાં બીજા ક્રમે જન્મેલું બાળક હલકાં વજનવાળું હોય છે.જોડિયાં બાળકોને જન્મ આપી માતા પોતાની ફરજનો એક તબક્કો પૂરો થયાનો સંતોષ માની રાહતનો શ્વાસ લે છે. પિતા બંને મૂછો પર (હોય તો) હાથ ફેરવી બમણો આનંદ માણે છે અને સગાસંબંધીઓ, બે ઘૂઘરા, બે H કાર કે બે ઝબલાંની ખરીદી, બમણો ખર્ચ થશે એવી ગણતરી સાથે કરે છે.

જોડિયાં નવજાત બાળકોની તત્કાળ સારવાર,બંને બાળકો જો હલકાં વજનનાં હોય અને તેઓ અધૂરાં દિવસોએ જન્મ હોય તો, આપ્યા પ્રમાણે, સધન સારવારની જરૂર ઊભી થાય, જે માટે બાળરોગ નિષ્ણાંત ડોકટરની સલાહ પ્રમાણે આયોજન કરવું. બંને જો તંદુરસ્ત હોય અને નોર્મલ ડિલિવરીથી જન્મયાં હોય તો તેઓની સારવાર પ્રકરણઃ૫ અને ૬માં આપ્યા પ્રમાણે કરવી.જોડિયાંને સ્તનપાન કઈ રીતે કરાવવુ.જોડિયાં બાળકોની માતાને શરૂઆતમાં એ પ્રશ્ર સતાવતો હોય છે કે બંને બાળકોને સ્તનપાન કઈ રીતે કરાવવું? એકી સાથે? વારા ફરતી? કે પછી એકને સ્તનપાન અને બીજાને અન્ય દૂધ.

આવી સદ્ભાગી માતાએ એવો ભરોસો રાખવો કે તે બંને બાળકોને ભરપેટ સ્તનપાન કરાવી શકે છે. બે નહીં ત્રણ બાળકો હોય તો ત્રણેને પણ તે ચાર મહિના સુધી સંતોષી શકે છે. સ્તન અભરે ભરેલાં હોય છે. તેમાંથી ખેંચવામાં આવે તેમ વધુને વધુ દૂધ ઉત્પન્ન થાય છે. પાણી પીનારા બેને બદલે બાવીસ હોય તો પણ સરોવર ખાલી થાય નહીં, બસ સ્તનનું પણ એવું જ સમજવું.
સૌથી ઉત્તમ અને સરળ રસ્તો બંને બાળકોને એકસાથે જ સ્તનપાન કરાવવાનો છે. આમ કરવાથી સમયનો બચાવ થાય છે અને માતાને બે સ્તનપાન વચ્ચેના સમયમાં ઘરકામ કરવાનો મોકો પણ મળે છે. બંને બાળકો ભૂખ્યાં થાય ત્યારે, એક સાથે જોરજોરથી રડવાનું ચાલુ કરે તો, બંનેને એકસાથે રાજી કરી શકાય છે. વળી, આમ કરવાથી પ્રથમ કોને તક આપવી? એવો પેચીદો પ્રશ્ર પણ પેદા થતો નથી અને પક્ષપાત પણ કરવો પડતો નથી.

બંને બાળકોનાં માથાં, ચિત્રઃ ૧માં દર્શાવ્યા પ્રમાણે, માતાના બંને હાથમાં રહે, મોઢા સ્તન તરફ રહે, શરીર બગલમાં રહે અને પગ માતાની પીઠ તરફ ઓશીકાના ટેકાથી રહે એ રીતે ગોઠવીને બંનેને એકસાથે સ્તનપાન કરાવી શકાય. શરૂઆતમાં માતાને આમ કરવું અજુગતું અને અગવડ ભર્યું લાગે, પરંતુ થોડાં દિવસોનાં પ્રયત્નો બાદ જરૂર સુગમ અને સગવડભર્યું લાગશે.

બંને બાળકો એકબીજાની ક્રોસમાં રહે તેમ ગોઠવીને પણ સ્તનપાન કરાવી શકાય. જેમ કે, એક બાળકને સવારે આઠ વાગ્યે અને બીજાને સાડા આઠ વાગ્યે સ્તનપાન કરાવવું. ત્યારબાદ ફરી પહેલાંને આશરે દસ વાગે (જે આ સમય થતાં જાગીને રડતું પણ હોય) અને બીજાને સાડા દસ વાગ્યે સ્તનપાન કરાવવું. આ રીતે પૂરા દિવસનું ટાઈમ ટેબલ ગોઠવી શકાય. શરૂઆતનાં દિવસોમાં માતાએ ગોઠવેલ આ સમયસારણીને બંને બાળકો અનુસરવાની આનાકાની કરે તો પણ, થોડાં દિવસોનાં પ્રયત્નો
બાદ તેઓ જરૂર સહકાર આપવા લાગશે. આ રીત અપનાવવાથી માતાએ બાળકો માટે થોડો વધુ સમય ફાળવવો પડે છે પરંતુ તેથી શું? માતા માટે એનાં સંતાનો કરતાં વિશેષ બીજું શું હોઈ શકે.

બંને બાળકોની માંગને સ્તનપાનથી સંતોષી ન શકાય તો તેઓને સરખે હિસ્સે સ્તનપાન અને સરખે હિસ્સે ઉપરનું દૂધ આપવું. કોઈપણ સંજોગોમાં એકને સંપૂર્ણ સ્તનપાન અને બીજાને માત્ર ઉપરનું દૂધ આપી, એકને ગોળ અને બીજાને ખોળ જેવો ભેદભાવ ન રાખવો. છોકરાને સ્તનપાન અને છોકરીને ઉપરનું દૂધ આપી દીકરીની અવહેલના ન કરવી. આવું ભેદભાવયુક્ત વર્તન કરવાથી, સ્તનપાનથી વંચિત રહેલ બાળક માતાની હૂંફ અને પ્રેમથી પણ વંચિત રહે છે. બાળકના મનોશારીરિક વિકાસ પર આવા વ્યવહારની દૂરગામી અસર થાય છે, જેનાં માઠાં પરિણામો આવે છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *