થઈ જજો સાવધાન! આગામી 24 કલાકમાં જ દરિયાઇ કાંઠે ટકરાઈ શકે છે વાવાઝોડુ,125 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન,જાણો

0
3017

ભારત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી કી ઉદભવેલા આસની નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં ઓડિશાના કાંઠે પહોંચી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહેલી છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

વર્ષ નું પ્રથમ ચક્રવાતી તોફાન આસની મંગળવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળ અને ઓડિશાના દરિયાઇ વિસ્તારોમાં 90 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ દરમિયાન ઘણી જગ્યાએ વરસાદ પડશે અને તોફાનની અસર બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ રહેશે.11 થી 13 મે સુધી અહીં વરસાદ વરસશે અને સાથે સાથે જોરદાર પવન ફૂંકાશે.હવામાન વિભાગ કેન્દ્ર ભુવનેશ્વર જણાવ્યું હતું કે

ચક્રવાતી તોફાન છેલ્લા કે છ કલાક દરમિયાન 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તે હાલમાં પુરી થી લગભગ 590 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ અને ગોપાલપુર ઓરિસ્સા થી લગભગ 510 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે.

ઓડિશાના રાહત કમિશનર પીકે જેનાએ જણાવ્યું કે રાજ્યના ચાર બંદરો પારાદીપ, ગોપાલપુરા, ધમરા અને પુરીને ડેન્જર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે આ વિસ્તારોમાં NDRF અને ODARF તૈનાત કરવામાં આવ્યા છે અને અમે દરિયાઇ વિસ્તારોમાં તમામ માછીમારોને એલર્ટ જાહેર કરી છે.

આપને જણાવી દઇએ કે આ વાવાઝોડું આ વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન છે અને અગાઉ 2021 માં 3 ચક્રવાતી તોફાન આવ્યા હતા. ડિસેમ્બર 2021 માં ચક્રવાત જાવદ આવ્યું હતું જ્યારે સપ્ટેમ્બર મહિનામાં 2021 માં ચક્રવાત ગુલાબે દસ્તક આપી હતી જયારે મે મહિનામાં ચક્રવાત યાસ બંગાળ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં તબાહી મચાવી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ