એપ્રિલ મહિનામાં ભારતના આ સ્થળોની અવશ્ય કરો મુલાકાત,અહી એકવાર તો ચોક્કસ જવું

0
92

એપ્રિલ મહિનો વર્ષ નો એવો મહિનો છે જ્યારે સળગતી ગરમીની શરૂઆત થઈ જાય છે .અને લોકો આ ઋતુમાં સૂર્યના તડકાથી હેરાન-પરેશાન થવા લાગે છે .અને મોટાભાગના લોકો પોતાના પરિવાર, મિત્રો અથવા જીવનસાથીની સાથે આ મહિનામાં ગરમીથી દૂર ભારતના સૌથી સારા સ્થળની શોધ કરવા લાગે છે.

અમે પણ ભારતના કોઇ એવા સ્થાન પર રહો છો કે જ્યાં ખૂબ જ ગરમી પડે છે .અને તમે એપ્રિલ મહિનામાં દેશના કોઇ ઠંડા સ્થળો પર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે ભારતમાં એક એવો દેશ છે જ્યાં ઘણા હિલ સ્ટેશન છે જે ઘણા ઠંડા છે જે એપ્રિલ મહિનામાં ફરવા માટે એકદમ સારા ગણવામાં આવે છે.

જો તમે ઉનાળાની રજામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ લેખ જરૂરથી વાંચજો જેમાં અમે તમને એપ્રિલ મહિનામાં ફરવા જવા માટે ભારતના સૌથી સારા સ્થળો વિશે જણાવી રહ્યા છે.જેમા તમે પણ ઉનાળાની ઋતુમાં આનંદ માણી શકો છો.

શ્રી નગર જમ્મુ કાશ્મીર : ઝેલમ નદીના માર્ગ પર આવેલ શ્રીનગર ખૂબ જ સુંદર અને ફરવાલાયક પ્રવાસ સ્થળ છે,જેને કાશ્મીરનું દિલ અને “પૃથ્વી પરના સ્વર્ગ “તરીકે ઓળખવામાં આવે છે. સોળગતી ગરમીમાં ફરવા માટે શ્રીનગર શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે .પ્રાકૃતિક ઉદ્યાનો ,તળાવો અને ક્ષેત્રીય હસ્તકલા માટે જાણીતું શ્રીનગર એ સ્થળ છે કે જ્યાં ‘જમ્મુ અને કાશ્મીર રાજ્ય ની ગ્રીષ્મકાલીન રાજધાની ‘તરીકે પણ ઓળખાય છે.

તમારા પરિવાર કે મિત્રો સાથે આ ગરમીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો શ્રીનગર ને તમારા પ્રવાસ માટે પસંદ કરી શકો છો.ઉનાળા દરમિયાન જ્યારે તમે અહીં આવો છો ત્યારે તમે સુખદ અને ઠંડા વાતાવરણમાં ફરતી વખતે શિકારા સવારી અને ઘોડેસવારી જેવી વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ લઇ શકો છો .જે તમારી યાત્રા ને વધુ યાદગાર અને રોમાંચક બનાવશે.

*શ્રીનગરમાં ફરવા માટે કેટલાક સારા સ્થળો છે જેમકે,
ડલ તળાવ ,મુગલ ગાર્ડન ,નિશાત બાગ, હઝરતબલ તીર્થ,થઇન્દિરા ગાંધી ટયૂલિપ ગાર્ડન , વુલર તળાવ ,ગુલમર્ગ ,બારામુલ્લા ,જામિયા મસ્જિદ જેવા અનેક ફરવા લાયક સ્થળો છે.

પહલગામ

પહેલગામ એ જમ્મુ કાશ્મીર નું એક ખૂબ જ આકર્ષક પ્રવાસન સ્થળઅને હિલ સ્ટેશન છે. સન તમારી આંખોને મોહક દ્રશ્ય પ્રદાન કરે છે। જે વ્યક્તિ પહલગામમાં ફરવા માટે આવે છે તે તેની નયન રમ્ય વાતાવરણ અને સુંદરતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છ. જો આ ગરમીના દિવસોમાં તમે સુંદર જગ્યાની મુલાકાત લેવા જઈ રહ્યા છો તો અહીં તમને લીલાછમ બાગો ,કેસર ના ખેતરો ,લીલી ખીણો અને નાના ઘરો જોઈને તમે ખુશ થઈ જશો. પર્વતો પર ટ્રેક પણ કરી શકો છો અને માછલી પકડવા જેવા કામો પણ કરી શકો છો.

* પહલગામ માં ફરવા જેવા મુખ્ય સ્થળો જેમકે,
બૈસારણ hill ,મમલેશ્વર મંદિર ,વિરપુર મંદિર ,ગામ ગોલ્ફ કોર્સ ,કોલહોઇ ગલેશિયર,અરુ ગાામ અને ખીણ, ચંદનવારી,તુલિયન તળાવ ,શેષનાગ તળાવ ,મટટન એવા અનેક રમણીય સ્થળ છે.

મનાલી

Pir panjal અને ધોંલાધર ન પર્વતમાળાની બરફથી ઢંકાયેલ ટોળાની વચ્ચે આવેલું મનાલી એ ઉનાળાના દિવસોમાં ભારતમાં સૌથી વધુ ફરવા લાયક સ્થળો માંથી એક છે. પ્રાકૃતિક વાતાવરણ થી લીલાછમ જંગલો ,ફૂલોથી પથરાયેલ ઘાસના મેદાનો ,વાદળી રંગના પ્રવાહો અને તાજી હવા ને કારણે ઉનાળા મા ભારતના લોકો માટે ખાસ પ્રવાસ સ્થળ બન્યું છે. અહીં સંગ્રહાલય થી માંડીને મંદિરો નાની હિપ્પીગામો ,ખરબચડી શેરીઓમાં ફરવાની સાથે, અહીં ગરમીના દિવસોમાં ઘણી બધી વોટર-સ્પોર્ટ્સ અને પેરાગ્લાઈડિંગ ની મજા પણ માણી શકાય છે. આવી અવનવી પ્રવૃત્તિઓના કારણે પ્રવાસીઓ ની સફર ખૂબ જ રોમાંચક અને યાદગાર બની જાય છે .ઉનાળાની ઋતુમાં મનાલી નું તાપમાન10c થી 25 cવચ્ચે હોય છે.

સ્પીતી ઘાટી

આ ઘાટી એ હિમાચલ પ્રદેશમાં આવેલી સૌથી સારી જગ્યા છે . આ ઘાટી સમુદ્ર સપાટીથી ૧૨૫૦૦ ફૂટની ઉંચાઈએ આવેલી છે .અને તે ચારે બાજુ હિમાલયથી ઢંકાયેલી છે .ઠંડા રણ અને સુરમ્ય ખીણો અનેપર્યાવરણ ખાસ પ્રવાસ સ્થળ બનાવે છે જ્.યાં વર્ષમાં માત્ર ૨૫૦ દિવસ જ સૂર્યપ્રકાશ મળે ખીણ છે. અહીં ઉનાળા દરમિયાન ૧૫ ડિગ્રી આસપાસ તાપમાન રહે છે .આ ઘાટી પાસે આવો છો ત્યારે ઠંડા રણ અને બરફથી ઢંકાયેલા પર્વતો ની અવિસ્મરણીય ઝલક રજૂ કરતા રસ્તાઓ અને ખીણો તમારું સ્વાગત કરે છે.

સંપિતિ ઘાટીના મુખ્ય પ્રવાસ સ્થળો જેવા કે,
કાઈ મઠ, ત્રલોકી નાથ મંદીર, સુરજ તાલ ,પીનવેલી નેશનલ,ચંદ્રતાલ તળાવ જેવા અનેક રમણીય સ્થળ છે.

 માઉન્ટ આબુ
ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું એક હિલ સ્ટેશન છે .જે તેના શાંત અને લીલાછમ વાતાવરણને કારણે ગરમીના દિવસોમાં પ્રવાસીઓને આકર્ષેક કરવા માટે આવતા સ્થળો માંથી એક સ્થળ છે . અહીંનો લોકપ્રિય નિક્કી લેક માં તમે બોટિંગ પણ કરી શકો છો .ઉનાળામાં અહીંનું તાપમાન 33c સુધી રહે છે. જે રાજસ્થાન ના અન્ય ભાગો કરતાં ઘણું ઓછું છે.

માઉન્ટ આબુ ના મુખ્ય ફરવા લાયક સ્થળો જેમકે,
દેલવાડા જૈન મંદિર, માઉન્ટ આબુ વન્યજીવ અભ્યારણ, નિક્કી તળાવ જેવા અનેક રમણીય સ્થળો આવેલા છે.

નૈનીતાલ
નૈનીતાલ ઉત્તરાખંડ ના સૌથી સુંદર પ્રવાસન સ્થળોમાંથી એક છે .સમુદ્રની સપાટીથી 1938 કિલો મીટરની ઊંચાઈ પર આવેલું નૈનીતાલ ઉનાળાના મહિનામાં એક સુખદ વાતાવરણનો આનંદ આપે છે. તેના સુંદર દ્રશ્યો અને નૈનિતાલમાં બરફથી ઢંકાયેલા પહાડો અને તળાવો છે .જે તેના સુંદર દ્રશ્યો અને શાંત વાતાવરણને કારણે પ્રવાસીઓ માટે સ્વર્ગ તરીકે પણ ઓળખાય છે .ભારત ના ફરવા લાયક સ્થળો માંથી સૌથી શ્રેષ્ઠ સ્થળોમાં નૈનીતાલ નો સમાવેશ થાય છે .

નૈનીતાલ માં ફરવા લાયક સ્થળો જેવા કે,
નૈની તળાવ ,નેંના દેવી મંદિર ,માલ રોડ ,સનો વ્યૂ પોઈન્,ટીફીન top ,adventure sports એવા આ રમણીય સ્થળ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.