બે યુવતીમાંથી એક યુવતી અનેક પુરુષો સાથે સબંધ બાંધી બની ગઈ ગર્ભવતી, આ જોઈ બીજીએ પણ કર્યું આવું કાર્ય…….

આજે જાણીએ અમુક ખાસ શારીરિક સમસ્યાઓ વિશે.સવાલ હું ૩૮ વર્ષની છું. મારા લગ્નને ૧૭ વર્ષ થયા હોવા છતાં પણ મને સંતાન સુખ લાભ્યું નથી અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. અમારામાં કોઈ ખામી નથી. અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા નથી. મારી બહેનપણીની સલાહ માની મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે. પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી. ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું.

મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે. શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા છે ખરી? શું આમાં મને સફળતા મળશે ખરી? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.જવાબ શું તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી. તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં. આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો.

અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે. અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ છે. આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે. આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે. ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો. આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ કરો અને તમારા પતિને વફાદાર રહો.

સવાલ હું ૨૧ વર્ષનો છું. મને એક છોકરી સાથે પ્રેમ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી. અમને વાંધો નથી પણ સમાજમાં કે લગ્ન જીવનમાં વાંધો આવી શકે ખરો? મારા પ્રશ્નનો જવાબ આપવા વિનંતી.જવાબ ચાર વર્ષનો તફાવત બહુ ન કહેવાય. તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા છે.

પરંતુ તમારી વચ્ચેનો તફવાત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી. તમારા લગ્નજીવન કે સેક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી. પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી આવશે. લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમારી ઉંમર ઘણી નાની છે. આથી થોડા વર્ષ રાહ જુઓ. આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને આ યુવતી જ તમારે માટે યોગ્ય છે તો આગળ વધો.

સવાલ હું પરિણીત યુવક છું. સંભોગ સમયે મને તરત જ વીર્ય સ્ખલન થાય છે. આથી સંભોગમાં આનંદ મળતો નથી યોગ્ય ઉપાય દર્શાવવા વિનંતી.તમારી સમસ્યા સામાન્ય છે. આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી. વાત્સાયનના કામસૂત્રમાં શીધ્ર પતનની તકલીફ કહી છે. આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત સેક્સોલોજિસ્ટનું કહેવું છે. આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી સમાગમ કરવો. અગત્યની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં એ વાત ધ્યાનમાં રાખો.

સવાલ વીર્યના એક ટીપાનું નિર્માણ લોહીના 100 ટીપામાંથી થાય છે.જવાબ એ સાચું નથી જેવી રીતે લાળ ગ્રંથિ દ્વારા લાળનું નિર્માણ થાય છે તે વીર્યનું નિર્માણ જાતીય ગ્રંથિઓ દ્વારા થાય છે. વીર્ય સાથે લોહીને કંઈ જ લેવાદેવા નથી. જો વીર્ય જાતીય સહવાસ વગર બહાર નીકળી જાય તો શું વ્યક્તિ ખૂબ જ શક્તિહીન બની જાય? એ સાચું નથી. વીર્યનું નીકળવું જાતીય ઉત્તેજના પર નિર્ભર કરે છે. તેની સાથે શારીરિક દુર્બળતાને કંઈ જ લેવાદેવા નથી.

‘ધાતુ રોગ’ શું છે.હકીકતમાં આ કોઈ રોગ નથી. પરંતુ એક પ્રકારની ભ્રમણા છે. કેટલાક ખાદ્ય પદાર્થોમાં ‘ઓક્સલેટ’ જેવા તત્વોે વધુ પ્રમાણમાં હોય છે. આ ધાતુઓના કણ જ્યારે મૂત્રમાંથી નીકળે છે તો કેટલાક લોકો તેને ‘ધાતુ રોગ’ કહે છે.શીધ્ર પતન’ એ નબળાઈનું બીજું નામ છે.સહવાસ દરમિયાન ચરમ આનંદ પ્રાપ્તિની ક્ષણને વૈજ્ઞાાનિક ભાષામાં ‘ઓરગેઝમ’ કહે છે. જો આ પહેલાં જ વીર્ય સ્ખલન થઈ જાય તો તેને ‘શીધ્રપતન’ કહેવામાં આવે છે. પરંતુ તેને કોઈપણ પ્રકારની નબળાઈ સાથે કોઈ જ લેવા દેવા નથી. તેના ઘણાં કારણો છે, જેમ કે ઉતાવળમાં જાતીય સંબંધો બાંધવા, સંભોગ દરમિયાન ગભરાટ વગેરે પતિ-પત્ની બંનેને યોગ્ય ચિકિત્સક દ્વારા જાતીય શિક્ષણ આપવાથી પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે.

શું જાતીય સંબંધની ઈચ્છામાં ઘટાડો એ ક્ષમતાનું બીજું નામ છે.જાતીય સંબંધની ઓછી ઈચ્છાને વૈજ્ઞાાનિક ભાષામાં ‘લોસ ઓફ લિબિડો’ કહેવામાં આવે છે. તેનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે પતિ-પત્નીના સંબંધો સારાં ન હોવા, ચિંતા, માનસિક તાણ, કેટલીક બીમારીઓ (ડાયાબિટીસ, થાઈરોઈડ હોર્મોન્સની વ્યવસ્થા વગેરે) કેટલીક દવાઓનું સેવન વગેરે.શું માસિકધર્મના દિવસોમાં સહવાસ કરવાથી કંઈ જ નથી થતું એવું વિચારવું ખોટું છે. આ દિવસોમાં સહવાસને ટાળવો જોઈએ. માસિક ધર્મ દરમિયાન સંભોગ કરવાથી પતિ-પત્ની બંનેને ઈન્ફેક્શન લાગવાનું જોખમ રહેલું છે. આ ઉપરાંત એ દિવસોમાં સહવાસ કરવાથી નીકળનાર લોહીનું પ્રમાણ વધી જાય છે.

આ ઉપરાંત આવું કરવાથી યોનિના કોમળ સ્નાયુઓ પર પણ ખૂબ જ ઈજા થાય છે.ઉભા રહીને સહવાસ કરવાથી ગર્ભધારણનું જોખમ ઓછું રહે છેજવાબ આ એક ભ્રમણા છે. માત્ર શુક્રાણુઓ અને સ્ત્રી બીજનાં મિલનથી જ ગર્ભધારણ થાય છે. પછી ભલે સહવાસ કોઈપણ પરિસ્થિતિમાં થયો હોય. આ રીતે એક વાત સાબિત થાય છે કે જાતીય ક્રિયાનો સીધો સંબંધ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ સાથે જોડાયેલો છે. તેથી મનમાં કોઈ પણ પ્રકારની ભ્રમણા રાખી વ્યક્તિ પોતાનો સમય અને ધન બરબાદ કરે છે. આ સમગ્ર ચક્કરમાં વ્યક્તિ વૈદ્ય હકીમોના ચક્કરમાં ફસાઈ જાય છે. જે તેમની પાસેથી ખૂબ જ મોટી રકમ વસૂલ કરે છે.

Leave a Comment