સોના-ચાંદીના ભાવમાં ફરી એક વાર થયો મોટો ફેરફાર,ઘરેણાની ખરીદી કરતાં પહેલા જાણી લેજો ભાવ નહીંતર…

0
527

સોનાના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને આજે 26 માર્ચના રોજ સોનાની કિંમતમાં થોડો ઉછાળો આવ્યો છે. દેશમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 48200 રૂપિયા છે અને આ ભાવ આગલા દિવસે 47950 રૂપિયા હતો એટલે કે 10 ગ્રામદીઠ 250 રૂપિયાનો વધારો નોંધાયો હતો. લખનૌમાં 22 કેરેટ સોનાની કિંમત જણાવવામાં આવે તો 48350 રૂપિયા છે અને આગલા દિવસે તે 48100 રૂપિયા હતું.

દેશમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત આજે 52590 રૂપિયા છે અને આગલા દિવસે પણ આ ભાવ 52310 રૂપિયા છે. આ સિવાય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજનો ભાવ 52740 રૂપિયા છે જ્યારે ગઈકાલે 52450 રૂપિયા હતો. આપને જણાવી દઇએ કે ઉપરોક્ત સોનાના દરો સૂચક છે તેમાં GST,TCS અને અન્ય શુલ્ક સામેલ હતી.

ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો લખનઉમાં ચાંદીના ભાવમાં થોડો ઉછાળો આવ્યો હતો. આજરોજ આપને જણાવી દઇએ કે એક કિલો ચાંદી ની કિંમત 70 હજાર રૂપિયા છે અને તે સમયે આ કિંમત ગઈકાલે 68500 રૂપિયા હતી એટલે કે ચાંદીની કિંમતમાં 1500 રૂપિયા પ્રતિ કિલો નો વધારો જોવા મળ્યો છે.

અઠવાડિયાના સોનાના ભાવની વાત કરવામાં આવે તો 21 માર્ચ સોમવાર ના રોજ સોનુ 49600 પ્રતી 10 ગ્રામ હતું. 22 માર્ચ મંગળવાર ના રોજ સોનું 49600 પ્રતી 10 ગ્રામ હતું. 23 માર્ચ ના રોજ બુધવારના રોજ સોનું 49200 પ્રતી 10 ગ્રામ હતું. 24 માર્ચ ગુરૂવારના રોજ સોનું 49600 પ્રતિ 10 ગ્રામ હતું. 25 માર્ચ શુક્રવારના રોજ સોનું 50200 પ્રતિ 10 ગ્રામ હતું.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.