બીજી વખત દુબઈ જતા પહેલા ખજૂરભાઈએ આ સ્વામિનારાયણ સંસ્થાને આપ્યું મોટું દાન,જાણો કારણ

0
154

દરેક વ્યક્તિ ના દિલ પર રાજ કરનારા ખજૂરભાઈ વિશે તો તમે જાણતા જ હશો. આજે સૌ કોઈ ખજૂર ભાઈ થી ખુબ જ ખુશ છે. તેઓની સૌને મદદ કરવાની ભાવના એ લોકોના દિલ જીતી લીધા છે. ખજૂર ભાઈ એ અનેક લોકોને છત પૂરી પાડી છે. ગત વર્ષે આવેલા વાવાઝોડાના કારણે ઘણા લોકોના મકાન પડી ગયા હતા. કોઈ તેમની તકલીફ સાંભળવા તૈયાર ન હતું ત્યારે ખજૂર ભાઈએ મસીહા બનીને તેમને મદદ કરી હતી.

આ પરિસ્થિતિ દરમિયાન ખજૂર ભાઈએ બધા જ લોકોની વિપદા દુર કરી હતી. તેઓએ એક એક કરીને 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પુરો કર્યો છે. તેઓએ 200 ઘર નો ટાર્ગેટ પૂરો કર્યાની ખુશીમા પોતાની સમગ્ર ટીમને દુબઈની સફર કરવા નો લ્હાવો આપ્યો હતો. તેઓ પોતાની ટીમ સાથે દુબઈના પ્રવાસે ગયા હતા.

200 ઘર બનાવવા માટે લોકોએ સહકાર આપ્યો હતો તે તમામ લોકોને ખજૂરભાઈ દુબઈ ફરવા લઈ ગયા હતા. પાંચ દિવસના તેમના આ સફરમાં તેઓએ ઘણા વિડીયો બનાવ્યા છે અને ફોટાઓ સોશ્યલ મીડિયામાં શેર કર્યા છે.તેમની ટીમમાં રહેલા મોટી ઉંમરના સોમાકાકા અને ભીમા કાકાને પણ તેઓ દુબઈના પ્રવાસ થઈ ગયા હતા. ખજૂરભાઈ એ તેમના આ પ્રવાસના 3 વિડિયો YouTube પર અપલોડ કર્યા છે

જેમાં તેઓ સમગ્ર ટીમ વિશે માહિતી આપી રહ્યા છે. તેઓ પોતાની સમગ્ર ટીમ પાસેથી દુબઈ પ્રવાસનો અનુભવ કેવો છે તેનો અભિપ્રાય પણ લઇ રહ્યા છે. આ સાથે તેઓ બુર્જ ખલીફા અને સ્કાય વોક નો પણ આનંદ લઇ રહ્યા છે. આનો વીડિયો પણ ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાની એ પોતાના ઇંસ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.

સમાજસેવાની તેઓએ ઝુંબેશ ઉપાડી છે ત્યારે સૌ કોઈ તેમને સાથ સહકાર આપી રહ્યા છે. તેમની આ સેવાને લઈને એક નવા સમાચાર સામે આવ્યા છે. હવે તેઓ તમામ કાચા ઘરોને પાકા બનાવશે અને લોકોને આશરો પુરો પાડશે. પોતાના અથાગ પ્રયાસ અને સંઘર્ષથી તેઓ પોતાનો ખૂબ જ નામ બનાવ્યું છે.

તમને જણાવી દઈએ કે, સમાજસેવાની તેમની આ ભાવનામાં હવે અનેક સંસ્થાઓ પણ જોડાઈ રહી છે. ફુલ નહિ તો ફુલની પાંખડી બનીને અનેક સંસ્થાઓ તેમને આર્થિક રીતે મદદ કરી રહી છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિ ને આગળ વધારવા માટે તેમને ટેકો મળી રહ્યો છે.

હાલમાં જ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તેમની 2.5 લાખની રકમ આપવામાં આવી છે અને સમાજ સેવામાં તેનો ઉપયોગ કરવામાં આવશે. સૌના સહિયારા પ્રયાસથી સમાજ ના હિતમાં વિકાસ લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ખજૂર ભાઈ કોઈને પણ દુ:ખ કે પીડા માં જોઈ શકતા નથી. તેઓ ઘણી રીતે લોકોને મદદરૂપ થયા છે અને હજુ પણ આવી જ રીતે લોકોને મદદ કરતા રહેશે તેવું તેઓએ જણાવ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.