મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,મગફળીના પાકને વેચતા પહેલા જાણી લેજો તેનો નવો ભાવ

0
993

ખેડૂતો માટે ખુશીના સમાચાર! મગફળીના ભાવ આસમાને પહોંચ્યા છે.મગફળીના ભાવમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વધારો થયો છે. મગફળીનું વેચાણ કરતા પહેલા ખેડૂતો એક વાર અવશ્ય નવા ભાવો વિશે જાણી લે નહિ તો પસ્તાવાનો વારો આવશે.જોકે આપણે જાણીએ છીએ કે આ વર્ષે દરેક પાકોનો સારો ભાવ મળી રહો છે.

મગફળીના ભાવમાં સારા પ્રમાણમાં વધારો થયો છે ત્યારે તમને નવા ભાવો વિશે થોડું જણાવી દઈએ. એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં મગફળીના ભાવ 6790 રૂપિયાને પાર પહોંચ્યા છે જ્યારે અમરેલી માર્કેટ યાર્ડના મગફળીના ભાવ 6570 ને પાર પહોંચ્યા છે. મગફળીના ભાવમાં અનેરો વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

આ ભાવવધારાના કારણે ખેડૂતોની કમાણીમાં મબલક વધારો થશે.આ ઉપરાંત અલગ અલગ જિલ્લા અને શહેરમાં પણ મગફળીના ભાવમાં વધારો થયો છે ત્યારે વાત કરીએ બાબરની તો બાબરામાં મગફળીના ભાવ 6190 રૂપિયા થયા છે અને જૂનાગઢ માર્કેટ યાર્ડ માં મગફળીના ભાવ 5260 રૂપિયાથી લઈને 2155 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 5970 રૂપિયા ને પાર થયા છે. જયારે દાહોદમાં મગફળીના ભાવ 5590 અને સાબરકાંઠામાં મગફળીના ભાવ 5550 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ 5455 રૂપિયાથી લઈને 5970 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

મગફળીના આ નવા ભાવો જાણીને ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. અને આ નવા ભાવોમાં મગફળીનું વેચાણ કરવા માર્કેટ યાર્ડની સામે લાંબી લાઈનો પણ લગાવી રહ્યા છે. ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહેતા તેઓએ સરકારનો આભાર વ્યક્ત પણ કર્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.