જુવાર ના ભાવ માં ભુક્કા કાઢતી તેજી યથાવત,પાકને માર્કેટયાર્ડમાં વેચતા પહેલા જાણી લેજો તેનો નવો ભાવ

0
130

બધા પાકોની જેમ આ વર્ષે જુવાર ના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.જુવાર નો ભાવ દિવસેને દિવસે રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી રહ્યો છે. રાજ્યની માર્કેટ યાર્ડ માં જુવાર નો ભાવ 1590 થી 3990 રૂપિયાને પાર પહોંચી ગયો છે.બધા પાકોને ખૂબ સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી માર્કેટ યાર્ડ માં જુવારનો સરેરાશ ભાવ 2000 થી 2700 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જુવાર l નો ભાવ 2016 થી 3025 રૂપિયા પહોંચી ગયો છે. જંબુસરના માર્કેટ યાર્ડ નો ભાવ 2000 રૂપિયાથી લઈને 2200 રૂપિયાને પાર પહોંચી ગયો છે. માણસાના માર્કેટયાર્ડમાં જુવાર નો ભાવ 2250 થી લઈને 2670 રૂપિયા ને પાર પહોંચી ગયો છે. આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી

આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. જેના કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે.કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ અને મગફળી વગેરેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માટે ની જાહેરાત કરી દીધી છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મહેસાણા માર્કેટ યાર્ડ માં જુવાર નો ભાવ 2855 રૂપિયાથી લઈને 3890 રૂપિયા ને પાર પહોંચી ગયો છે. રાજકોટ ના માર્કેટ યાર્ડ માં જુવાર નો ભાવ 2500 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધી પહોંચી ગયો છે.જસદણ માર્કેટ યાર્ડ માં જુવાર નો ભાવ 2250 રૂપિયાથી લઈને 2650 રૂપિયા ને પાર પહોંચી ગયો છે.

સૌરાષ્ટ્રની બોટાદ માર્કેટ યાર્ડ માં જુવાર નો ભાવ 2430 રૂપિયાથી લઈને 3490 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.