2022 ની ચૂંટણી પહેલા ભાજપ ને લાગ્યો મોટો ઝટકો,બે ધારાસભ્યએ રાજીનામું આપી જોડાયા કોંગ્રેસમાં

0
22

ભારતીય જનતા પાર્ટીને ત્રીપુરા માં મોટો ઝટકો લાગ્યો છે.એક દિવસ પહેલા જ પાર્ટી અને વિધાનસભામાંથી રાજીનામું આપનાર ભાજપ નેતા સુદીપ રોય બર્મન અને આશિષ સાહા કોંગ્રેસ માં જોડાયા છે.દિલ્હીમાં રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને તેમને કોંગ્રેસનું સભ્યપદ આપવામાં આવ્યું હતું.

આ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ હાજર હતા.આ પહેલા 29 જાન્યુઆરીએ ભાજપના બળવાખોર ધારાસભ્ય સુદીપ રોય બર્મને ત્રિપુરા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.તેમને કહ્યું હતું કે રાજ્યમાં લોકશાહી નથી અને અહી લોકોના શ્વાસ રુંધાઈ રહ્યો છે.

પાર્ટી છોડવાનો પ્રશ્ન પણ તેમને કહ્યું હતું કે તેમને તેમના ભવિષ્ય વિશે તેમના લોકોને પૂછ્યા પછી જ નિર્ણય કરશે.ત્રિપુરામાં 2023 માં ચૂંટણી યોજાવાની છે.સુદીપ રોય ત્રિપુરા સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.

પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે તેમને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં લોકશાહી નું કોઈ સ્થાન નથી.સુદીપે તેમના પર રાજ્યમાં લોકોનો અવાજ દબાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ ધારાસભ્ય કહ્યું કે તેમના નજીકના સાથી આશિષ સાહા અને તેમના કાર્યકરો જેમને CPI ને સત્તા પરથી હટાવવામાં અને ભાજપને સત્તામાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યની વિવિધ ભાગોનો પ્રવાસ કરી રહ્યા છે અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે.

.તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.