Breaking News

ભાદરવા મહિના માં દહીં સહિત આ ચીજવસ્તુઓ ન ખાવી જોઈએ,જાણો શું છે એના પાછળના વૈજ્ઞાનિક કારણ…

પ્રત્યેક ઋતુ દરમિયાન પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની સ્થિતિને આધારે તાપમાન, હવામાન, ભેજ તથા જે-તે ઋતુ દરમ્યાન ઉગતા શાક, ફળ, અનાજ વગેરેમાં વિશિષ્ટતા જોવા મળે છે. આ બધા જ પરિબળોની શરીર પર પણ વિશિષ્ટ અસર થાય છે. આયુર્વેદનાં મહર્ષિઓની સૂક્ષ્મ અને દીર્ધ દ્રષ્ટિએ આ બધા જ પરિબળો તથા આરોગ્ય માટે ત્રિદોષ-વાયુ, પિત્ત અને કફનાં સંતુલન પર થતી અસરને ધ્યાનમાં રાખી આરોગ્ય માટે આવશ્યક કાળજી લેવા માટેનાં સૂચનો કર્યા જે દરેક ઋતુ અનુસાર અલગ-અલગ છે. જેને આયુર્વેદિય પરિભાષામાં ઋતુચર્યા કહે છે.ભાદરવામાં દહીં કદી નહીં” આ કહેવત સ્વાસ્થના આધારે પડી છે. જાણો ભાદરવા માસ સાથે જોડાયેલ કેટલીક માન્યતાઓ પાછળનું ખાસ કારણ, ભાદરવામાં દહીં સહિત કેટલીક ચીજવસ્તુઓ કેમ ન ખાવી જોઈએ જાણો છો? જાણો શું છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ…

શું તમે જાણો છો? ભાદરવા માસમાં કેટલીક ચીજવસ્તુઓ ખાવી બીલકુલ વર્જ્ય છે. શાસ્ત્રોને આધારે ઘડાયેલા આ રિવાજની સાથે વૈજ્ઞાનિક કારણો પણ છે જેને લીધે એવા નિયમો બન્યા છે. ભાદ્રપદ મહિનો શ્રાવણ માસ પૂરો થતાંની સાથે જ શરૂ થશે. હિન્દુ પંચાંગ અનુસાર આ છઠ્ઠો મહિનો છે. જેમ શ્રાવણને ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે, તેવી જ રીતે ભાદવાને ભગવાન કૃષ્ણનો મહિનો વર્ણવવામાં આવે છે. શું તમે જાણો છો કે ભાદરવા મહિનામાં કેટલીક ચીજોનો ખોરાક તરીકે આરોગવાનું યોગ્ય માનવામાં આવતું નથી. આ મહિના દરમિયાન અમુક વસ્તુઓ ન ખાવાની રીતને ધાર્મિક રિવાજની રીતે વણી લેવાઈ છે, જ્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ બાબત ખરેખર તો આરોગ્ય સંબંધિત વૈજ્ઞાનિક કારણને લીધે આ નિયમને આપણાં જીવનમાં અપનાવવામાં આવે છે.

દહીં ન ખાવા પાછળનું કારણ જાણો…

ભાદરવા માસમાં દહીં અથવા દહીંથી બનેલી ચીજો ખાવાનો ઇનકાર કરેલો છે. આની પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ આપવામાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે દહીંમાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે અને આ સીઝનમાં દહીં અથવા તેનાથી બનેલી વસ્તુઓ જેવી કે છાશ અથવા લસ્સી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ભાદરવામાં ભેજયુક્ત વાતાવરણ હોવાથી અને તડકો નહિવત નીકળતો હોવાથી વાઈરલ તાવ, શરદી જેવી તકલીફો અને ઝાડા – ઉલ્ટી જેવી બીમારીઓ થવાની શક્યતા રહે છે. તેથી આથો આવે તેવી વસ્તુઓ અને દહીં તેમજ દહીંથી બનેલી વાનગીઓ ખાવી ન જોઈએ એવું કહેવાયું છે.

તલનો ઉપયોગ વધારે કરવો…

ભાદરવો મહિનો ભગવાન શ્રી કૃષ્ણનો કહેવાય છે, એમાં ભગવાનને તલ પણ ચડાવાય છે. અનેક ભોજનની વાનગીમાં કાળા કે સફેદ તલ નાખવા જોઈએ. તલની ચીક્કી કે લાડવા બનાવીને પણ પ્રસાદ તરીકે લઈ શકાય છે. તલને કાચા પણ ખાઈ શકાય છે. ભેજવાળા વાતાવરણમાં તલ શરીરને ગરમ રાખવામાં મદદરૂપ થાય છે તેમજ શરીરમાં તૈલીય પ્રમાણ પણ જળવાઈ રહેવા માટે તલ ઉપયોગી છે. હાડકાંની મજ્જામાં કુદરતી રીતે તેલનું પ્રમાણ જળવાઈ રહે તો ગોઠણનો કે સાંધાનો દુખાવો નથી રહેતો.

ભાદરવામાં છે, રવિવારનું મહત્વ…

જેમ પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું અધિક મહત્વ હોય છે, કારણ કે તેને મહાદેવનો વાર માનવામાં આવે છે એજ રીતે રવિવારનું પણ ખૂબ જ મહત્વ હોય છે. ભગવાન કૃષ્ણનો જન્મ અને તેમની લીલાઓની વાતો આ માસદરમિયાન થતી હોય છે. એમાં એક એવી માન્યતા છે કે આ મહિનામાં ભગવાન આરામ કરે છે, ઊંઘે છે અને પછી જાગ્રત થાય છે. તેથી આ માસ દરમિયાન, વાળ ન કપાવવા, ખરીદી ન કરવી, નમક ન ખાવું કે ચંપ્પલ ન પહેરવા જોઈએ એવી માન્યતાઓ રહેલી છે.

ભાદરવામાં આટલી વસ્તુઓનું ધ્યાન રાખો.

પિત્તદોષથી થતી નાની-મોટી બિમારી જેમકે શરદી, ખાંસી, શ્વાસ, વાઈરલ ફીવર, એસિડીટી, નસકોરી ફૂટવી, હરસ-મસાની તકલીફ વધવી, શીળશ-માઈગ્રેન થવાની સંભાવના વધે છે.પરંપરાગત રીતે શ્રાદ્ધપક્ષ પણ આ ઋતુમાં જ પાળવામાં આવે છે. પિત્તદોષને ઘટાડવા તથા સામાન્ય કરવા માટે શિતોપચાર-ઠંડક ઉપયોગી છે. શ્રાદ્ધ દરમ્યાન દૂધ, ચોખા અને સાકરથી બનાવાતી ખીર પિત્તનાં સંતુલનમાં ઉપયોગી છે. આ ઉપરાંત દૂધ, દૂધની બનાવટો, શતાવરી ચૂર્ણ, ગુલકંદ, ધાણા-વરિયાળી-સાકરનું શરબત, પ્રવાલ પંચામૃત, અવિપત્તિકર ચૂર્ણ જેવા પિત્તશામક ઉપચારો આવશ્યકતાનુસાર નિયમિત અપનાવવાથી ફાયદો થાય છે.

બપોરે જયારે તડકો વધુ હોય ત્યારે ટોપી, છત્રી વગેરેથી માથું ઢાંકવું જોઈએ. યોગ્ય માત્રામાં પાણી પીતાં રહેવાથી પણ શરીર બહારનાં તાપમાન સાથે અનુકૂલન મેળવી શકે છે. વારંવાર ઈન્ફેકશનથી શરદી, વાયરલ તાવમાં પટકાઈ જતાં હોય તેઓએ યોગ્ય પૌષ્ટિક ખોરાક, આરામ અને ઊંઘથી શરીરની ઈમ્યુનીટી જળવાય તે ધ્યાનમાં રાખવું જોઈએ. ખોરાકમાં અજમો, લસણ, ફળોનાં રસ, ખજૂર-દાડમ-લીંબુ-મોસંબી વગેરે ફળો ખાવા જોઈએ. તાવથી બચવા કરિયાતું પાવડર ૩ ગ્રામ જેટલો પાણીમાં પલાળી સવારે નાસ્તા પહેલાં નિયમિત પીવાથી ફાયદો થાય છે.

તાપ લાગવાથી ઠંડું પાણી, ઠંડા શરબત વગેરે પીવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. પરંતુ વધુ ઠંડા, ચીકાશ-ગળપણયુક્ત, ફ્રોઝન-ડેઝર્ટ ખાવા કે પીવાથી અપચો-આમ વધે છે. પરિણામે શરીરની ઇમ્યુનીટી ઘટે છે. આ સમયગાળામાં હલકો અને સહેલાઈથી પચે તેવો ખોરાક ખાવો જરૂરી છે. ઠંડક માટે રૂમ ટેમ્પરેચરે રાખેલું ધાણા-વરિયાળી-સાકર પલાળેલું પાણી, મોળા દહીંમાંથી બનાવેલી પાતળી સાકર નાંખી ગળી કરેલી છાશ કે ગુલકંદ-સાકરવાળું શરબત, ગળ્યું દૂધ પી શકાય.

About Admin

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *