Breaking News

ભગવાન શિવના આ મંદિરમાં ચઢાવવામાં આવે છે સાવરણી જાણો શું છે તેના પાછળનું રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભગવાન ભોળેનાથના મંદિરે જઇએ એટલે આપણે મોટેભાગે બીલીપત્ર અને જળ લઇને જતાં હોઇએ છીએ. ઘણાં લોકો પોતાની વિશેષ પૂજામાં ભોળેનાથને દૂધ અને ધતૂરાનાં ફુલ પણ ચઢાવે છે અને શિવરાત્રીના દિવસે ખાસ ભાંગ અર્પણ કરવામાં આવતી હોય છે. કહેવાય છે કે ભગવાન શિવને બીલીપત્ર ખૂબ પ્રિય છે. જે પણ વ્યક્તિ પોતાની કોઇપણ મનોકામના સાથે ભોળાનાથને રોજે એક બીલીપત્ર ચઢાવે તે વ્યક્તિની તમામ મનોકામના અચૂક પૂરી થાય છે. તે વ્યક્તિ જીવનમાં ક્યારેય દુઃખી નથી થતી. પણ આપણે ઉપર જાણ્યું તેમ મોટાભાગે શિવજીને ધતૂરાનાં ફૂલ, દૂધ, જળ અને બીલી જ ચઢાવવામાં આવે છે, મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ રૂપે શિવજીને દારૂનો ભોગ આપવામાં આવે છે.

આ તો સામાન્ય વાત છે ને લોકો તે જાણે જ છે. પણ આપણાં દેશમાં એક મંદિર એવું છે જ્યાં ભગવાન ભોલેનાથને ઝાડુ મતલબ કે સાવરણી ચડાવવામાં આવે છે. અને લોકો દૃઢતાથી માને છે કે અહીં શિવજીને સાવરણી ચડાવવાથી તેમની મનોકામના પૂર્ણ થશે. ખાસ કરીને જે વ્યક્તિને ચામડીનો રોગ હોય તે વ્યક્તિ તો ખાસ અહીં સાવરણી ચડાવીને પોતાનો રોગ શમે તેવી પ્રાર્થના કરવા માટે આવે છે. આ કયું મંદિર છે અને અહીં સાવરણી ચડાવવાનો રિવાજ કેમ છે? લોકોમાં કેમ એવી આસ્થા છે કે સાવરણી ચડાવવાથી મનોકામના પૂર્ણ થવાની સાથેસાથે જો ચામડીના રોગની તકલીફ હોય તો તે પણ દૂર થશે તે વિશે આપણે વિસ્તારે થોડી વાત કરી લઇએ.

આપણાં દેશમાં રહેતા મોટાભાગના લોકો ખૂબ આસ્થાળુ છે. ભલે પછી તેઓ બહુ મોટા બિઝનેસમેન હોય કે નાની કક્ષાએ મજૂર હોય દરેક વ્યક્તિના મનમાં પોતે જેને માનતા હોય તે દેવ પ્રતિ અપાર શ્રદ્ધા હોય છે અને એટલે જ વ્યક્તિ કોઇપણ શુભ કાર્ય કરવા જાય તે પહેલાં પોતાના ઇષ્ટદેવનું સ્મરણ જરૂર કરે છે. મનની કોઇ મુરાદ હોય તો તે મુરાદ એટલે કે મનોકામના પુરી કરવા માટે પણ આપણે ચોક્કસ ભગવાનના શરણમાં જઇને તેમને આજીજી કરી આવીએ છીએ અને આમાં કાંઈ ખોટું પણ નથી.

વાત કરીએ શિવજીની તો શાસ્ત્રોમાં શિવને ભોલેનાથ કહેવાયા છે, મતલબ કે તમે શિવ પાસે કાંઇપણ વસ્તુ માંગો તો તે ક્યારેય ના નથી કહેતા. ઉત્તરપ્રદેશમાં પણ આવું જ એક શિવજીનું મંદિર છે જ્યાં આપણે કોઇ મનોકામના લઇને જઇએ તો શિવને સાવરણી ચડાવવાની હોય છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં બિહાજોઇ કરીને ગામ છે, ત્યાંનું પાતાલેશ્વર મંદિર ખાસ્સું પ્રખ્યાત છે. અહીં શિવને સાવરણી ચડાવીને મનોકામના પૂર્ણ કરવા માટે રિઝવવામાં આવે છે, તેમજ જેને ચામડીનો રોગ હોય અને તે રોગ દૂર કરવો હોય તો પાતાળેશ્વર મંદિરમાં સાવરણી ચડાવવાથી તે વ્યક્તિનો રોગ ચોક્કસથી દૂર થાય છે.

આ આસ્થા પાછળનું કારણ વર્ષોથી પ્રચલિત એક લોકવાયકા છે. એના કારણે જ આ મંદિર બન્યું છે. લોકવાયકાને શ્રદ્ધાળુઓ ખાતરીપૂર્વક સત્યઘટના જ માને છે.અહીં શિવને સાવરણી કેમ ચડાવાય છે?.પાતાળેશ્વર મંદિરના પૂજારીનું કહેવું છે કે મંદિર આશરે ૧૫૦ વર્ષથી પણ વધારે જૂનું છે. તેઓ આખી વાત જણાવતાં કહે છે કે બહુ સમય પહેલાં એક ખૂબ જ ધનિક શેઠ એક ગામથી બીજે ગામ પોતાના ઘોડા ઉપર જઇ રહ્યા હતા. બીજે ગામ જતાંજતાં રસ્તામાં તેમને તરસ લાગી અને તેઓ પાણીની શોધ કરવા લાગ્યા.

આમતેમ જોતાં જણાયું કે નજીકમાં પાણી તો ક્યાંય નથી. તે શેઠ નિરાશ થઇને આગળ વધવા લાગ્યા. આગળ જતાં જતાં શેઠનાં નસીબ ઊઘડયાં અને તેમને દૂર એક કૂવો દેખાયો. તેઓ ઘોડાને ત્યાં સુધી લઈ ગયા અને કૂવાથી થોડે દૂર એક ઝાડના છાંયે ઘોડાને બાંધ્યો.ઘોડાને બાંધી તેઓ ઉતાવળાં પગલે કૂવા તરફ જવા લાગ્યા. પાણી પીવાની ઉતાવળ એટલી હતી કે શેઠને દેખાયું જ નહીં કે રસ્તામાં શું છે. ત્યાં એક સાધુ નીચે બેસી જમીન સાફ કરવા સાવરણી ફેરવી રહ્યા હતા. શેઠ એમની સાથે અથડાઈ ગયા. શેઠ ગડથોલિયું ખાઈ ગયા. સાધુ મહાત્મા પણ પડી ગયા. સાવરણી એમના હાથમાંથી છૂટીને દુર જઈ પડી.

શેઠે જોયું કે પોતે ઉતાવળ અને બેધ્યાની અવસ્થામાં સાધુને પાડી દીધા છે. શેઠે તેમની માફી માંગી અને કહ્યું મારું ધ્યાન જ નહોતું. તે સંતે ગંભીર રહીને કહ્યું: ઠીક છે, પેલી સાવરણી મારા હાથમાંથી દૂર જઈ પડી છે. એ લઈ આવ.શેઠ નીચે વળ્યા અને તે વૃદ્ધને તેમની સાવરણી પાછી આપી. તેને અડતાં જ શેઠે જોયું કે તેમને જે ચામડીનો રોગ હતો, જેની તકલીફ હતી તે આપોઆપ ગાયબ થઈ ગયો. શેઠ ખૂબ ખુશ થઇ ગયા અને તે મહંતને પૂછયું: પ્રભુ, હું અહીં આવ્યો ત્યારે મને ચામડીનો રોગ હતો, પણ આ સાવરણીને અડતાં જ મારો ચામડીનો રોગ ગાયબ થઈ ગયો છે. હું આજે ખૂબ ખુશ છું, હું તમે માગો તે ઇનામ આપીશ.

સ્વામી કહેઃ હું તો સેવાભાવી માણસ છું, અહીં પાતાળમાં વસેલા શિવજીની સેવા કરું છું, તારે કરવું જ હોય તો એક કામ કર, અહીં પાતાળમાં ભગવાન શિવજીનો વાસ છે, એમના પ્રતાપે જ તારો રોગ મટયો છે. તું અહીં એક શિવમંદિર બનાવી આપ. ધનિક શેઠ રાજી થઇ ગયા અને તેણે સંતની ઇચ્છાનુસાર ત્યાં મંદિર બનાવ્યું. બસ, ત્યારથી આ જગ્યાએ પાતાળેશ્વર શિવજીનું મંદિર છે. અને ત્યારથી જ કહેવાય છે કે જેને ચામડીનો રોગ હોય અથવા તો કોઇપણ મનોકામના પૂર્ણ કરવી હોય તો શિવજીને સાવરણી ચડાવવાથી તે ચોક્કસ પૂરી થાય છે.કઈ રીતે જશો?બિહાજોઇ ગામમાં આવેલા પાતાળેશ્વર મંદિરે પહોંચવા માટે સૌપ્રથમ તમારે મુરાદાબાદ જવું પડશે. મુરાદાબાદથી સરકારી બસ અથવા તો પ્રાઇવેટ વાહન દ્વારા તમે આ મંદિરે પહોંચી શકશો.

તમને જણાવી દઈએ કે શિવજીના આ મંદિરમાં સફાઇ કરવાની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. ત્યાંના પુજારીએ વધુમાં કહ્યું છે કે અહીં દરરોજ શિવજીના મંદિરની સફાઈ કરવા ભક્તોની ભારે ભીડ લાગે છે. સોમવારે હજારો લોકો અહીં સફાઇ માટે આવે છે, લોકો માને છે કે આ કરવાથી તેઓ ત્વચાની બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવે છે. તેની સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ વાર્તા પણ છે.

એવું કહેવામાં આવે છે કે આ ગામમાં ભીખારીદાસ નામનો એક ખૂબ જ સમૃદ્ધ ઉદ્યોગપતિ રહેતો હતો. ભિક્ષુકની ચામડી પર કાળા ડાઘ હતા અને તેને આને કારણે ખૂબ પીડા વેઠવી પડી હતી. તેથી તે એક દિવસ વૈદ્ય પાસે ગયો, પછી તેણે રસ્તામાં એક આશ્રમ જોયો. ભિખારીદાસને ખૂબ તરસ લાગી હતી, તેથી તે પાણીની શોધમાં આશ્રમ તરફ ગયો. જ્યારે તે આશ્રમની સફાઇ કરતા સાધુની પાસે ગયો તો સાધુએ શરીરને સાવરણીથી સ્પર્શ કર્યો. ભિખરીદાસ ની આ પીડા ફક્ત સાવરણીના સ્પર્શથી ઉકેલાઈ ગઈ.

જ્યારે ભીખારીદાસે સાધુને આનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ ભગવાન શિવનો ચમત્કાર છે અને તે તેમના મહાન ભક્ત છે. તેમણે કહ્યું કે જો તમારે કંઈક યોગ્ય રીતે આપવા માંગતા હોય આ આશ્રમની જગ્યાએ શિવ મંદિર બનાવો. તો ભિખારી દાસે એવું જ કર્યું. ધીરે ધીરે અહીં સફાઈ કરવાની માન્યતાનો પ્રચાર કરવામાં આવ્યો, જે અહીં હજી ચાલુ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માત્ર મુરાદાબાદથી જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ આવે છે અને ત્વચા સંબંધિત મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા પ્રાર્થના કરે છે.

About bhai bhai

Check Also

આ સમયે સબંધ બાંધવાથી 99.9% ગર્ભ રહેવાના હોય છે ચાન્સ, જાણીલો આ સમય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં લોકોને દિવસેને દિવસે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *